શોધખોળ કરો
Advertisement
કોરોના શંકાસ્પદોને પકડવા કેજરીવાલ સરકારે બનાવી નવી ટીમ, જાણો શું કરશે કામગીરી
લોકોને ફોન કરીને પૂછશે કે તેઓ ઠીક છે કે નહીં. ઉપાંત તેમને કોઈ જીવનજરૂરી વસ્તુની જરૂર છે કે નહીં પણ જાણશે.
નવી દિલ્હીઃ દિલ્હીમાં કોરોના વાયરસના શંકાસ્પદ મામલા પકડવા માટે દિલ્હી સરકારે ગ્રાઉન્ડ લેવલ પર કામ કરવા માટે એક નવી ટીમ બનાવવાનો ફેંસલો લીધો છે. આ ટીમનું નામ ‘કોરોના ફૂટ વોરિયર્સ કંટેંટમેન્ટ એન્ડ સર્વિલેંસ ટીમ’ હશે. દિલ્હીમાં આશરે 13,000 ટીમ બનાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. દરેક ટીમમાં 5 લોકો હશે. દે વિવિધ સેક્ટરના લોકો હશે. બૂથ લેવલ ઓફિસર આ ટીમના વડા હશે, જ્યારે સિવિલ ડિફેન્સ વોલંટિયર, આશા કે આંગણવાડી કાર્યકર્તા, નગર નિગમ સફાઈકર્મી અને દિલ્હી પોલીસના બીટ કોન્સ્ટેબલ તેના સભ્યો હશે.
આ ટીમની શું કામગીરી હશે
1) પોત-પોતાના વિસ્તારમાં શંકાસ્પદ કોરોના મામલે પૂછપરછ કરશે.
2) લોકોને ફોન કરીને પૂછશે કે તેઓ ઠીક છે કે નહીં. ઉપાંત તેમને કોઈ જીવનજરૂરી વસ્તુની જરૂર છે કે નહીં પણ જાણશે. લોકોને સોશિયલ ડિસ્ટેંસિંગ અંગે બતાવશે અને માસ્ક પહેરવા સમજાવશે.
3) ટીમના લોકો ફિલ્ડમાં જઈને સોશિયલ ડિસ્ટેંસિંગ લાગુ કરાવશે. જેજે કોલોની, ગેરકાયેદસર વસાહતો અને ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં આ ટીમ લોકોને સરકાર દ્વારા આપવામાં આવેલા સૂચનોનું પાલન કરવા કહેશે અને જો કોઈ નહીં માને તો તેની સામે કાર્યવાહી કરાવશે.
4) ટીમના લોકો તેમના હિસાબે પોતાના વિસ્તારમાં પગપાળ ફરશે અને ઘરોમાં જઈને કોઈ કોરોના શંકાસ્પદ છે કે નહીં તે ચેક કરશે. જો કોઈ શંકાસ્પદ મળશે તો પ્રક્રિયાનું પાલન કરાવીને ક્વોરન્ટાઈન સેન્ટરમાં મોકલવા, આઈસોલેશનમાં મોકલવા કે ટેસ્ટ કરાવવા જેવી કાર્યવાહી કરશે.
5) ટીમના લોકો કોરોના શંકાસ્પદોને શક્ય તેટલા વહેલા ક્વોરન્ટાઈ સેન્ટર કે આઈસોલેશન સેન્ટરમાં પહોંચાડવામાં મદદ કરશે. વિસ્તારને સેનિટાઈઝ કરવાના કામમાં કોર્ડિનેટ કરશે.
6) આ ટીમ દરરોજ સાંજે 6 વાગે તેમનો રિપોર્ટ અધિકારીઓને આપશે.
દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1510 પર પહોંચી છે. જેમાંથી 30ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને 28 લોકોના મોત થયા છે. ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 10,363 પર પહોંચી છે અને 339 લોકોના મોત થયા છે. જ્યારે 1036 લોકો સ્વસ્થ થઈ ગયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement