'હું ગાંધીજીની જેમ આ બિલને ફાડી નાખું છું' લોકસભામાં વક્ફ સુધારા બિલ પર ભડક્યા અસદુદ્દીન ઓવૈસી
ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસીએ લોકસભામાં વક્ફ સુધારા બિલને લઈને કેન્દ્ર સરકાર પર જોરદાર નિશાન સાધ્યું હતું.

ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસીએ લોકસભામાં વક્ફ સુધારા બિલને લઈને કેન્દ્ર સરકાર પર જોરદાર નિશાન સાધ્યું હતું. બિલનો વિરોધ કરતા તેમણે કહ્યું કે દેશમાં મુસ્લિમો સાથે અન્યાય થઈ રહ્યો છે અને આ કલમ 25 અને 26નું ઉલ્લંઘન છે. તેમણે કહ્યું કે મસ્જિદો અને મદરેસાઓને નિશાન બનાવવામાં આવી રહી છે. લોકસભામાં તેમણે બિલની કોપી ફાડવાની વાત કરી હતી.
ઓવૈસીએ કહ્યું, "ગાંધીજીની સામે જ્યારે એક આવો કાયદો લાવવામાં આવ્યો, જે તેમને સ્વીકાર્ય ન હતો ત્યારે તેમણે કહ્યું કે હું તેને કાયદો માનતો નથી,તેને ફાડુ છું તો હું પણ ગાંધીજીની જેમ આ કાયદાને ફાડુ છું.આ પછી તેમણે બે પાનાઓ જેમાં સ્ટેપર લાગી હતી તેને અલગ-અલગ કરી દીધા હતા. "
#WATCH | Delhi | AIMIM Chief Asasuddin Owaisi tears the copy of #WaqfAmendmentBill during his remarks in the ongoing debate in the Lok Sabha pic.twitter.com/9P4ZfZUDKE
— ANI (@ANI) April 2, 2025
હૈદરાબાદના સાંસદ ઓવૈસીએ કહ્યું, "વકફ એક ધાર્મિક સંસ્થા છે. કેન્દ્ર સરકાર અહીં ખોટી માહિતી આપી રહી છે. વકફ બિલ એ ભારતના ઈમાન પર હુમલો છે. તમે મુસ્લિમો પાસેથી waqf by user છીનવી રહ્યાં છો. આ કાયદો બનાવવાનો સોર્સ કલમ 26 છે. જ્યારે હિન્દુ, બૌદ્ધ, જૈનોને આ સ્વતંત્રતા આપવામાં આવી છે, તો તમે તેને મુસ્લિમો પાસેથી કેવી રીતે છીનવી શકો."
અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, "દેશમાં પ્રાચીન મંદિરોનું રક્ષણ થશે, પરંતુ પ્રાચીન મસ્જિદોનું રક્ષણ નહીં થાય. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે જો 2013નો કાયદો ન બન્યો હોત, તો અમે તેને લાવ્યા ન હોત. હું તેમને પૂછવા માંગુ છું કે શું રાજનાથ સિંહ, લાલકૃષ્ણ અડવાણી જેવા મોટા નેતાઓ તે સમયે અહીં બેઠા હતા. તમે તે કાયદો પાસ કરાવ્યો, ત્યારે તે ખોટા હતા કે તમે ખોટા છો, આ જણાવી દો. બીજેપી આ દેશમાં મંદિર-મસ્જિદના નામે ઝઘડો કરાવવા માંગે છે.
વિપક્ષે જોરદાર વિરોધ કર્યો
સરકાર આ બિલને મુસ્લિમોના હિતમાં સુધારાવાદી પગલું ગણાવી રહી છે ત્યારે વિપક્ષે તેનો જોરદાર વિરોધ કર્યો છે. વિરોધ પક્ષોનું કહેવું છે કે આ બિલ બંધારણનું ઉલ્લંઘન કરે છે અને ધાર્મિક સ્વતંત્રતાની વિરુદ્ધ છે.
ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
