શોધખોળ કરો
Rajkot Rain: રાજકોટના જેતપુર અને જામકંડોરણામાં તૂટી પડ્યો ધોધમાર વરસાદ
Rajkot Rain: રાજકોટના જેતપુર અને જામકંડોરણામાં તૂટી પડ્યો ધોધમાર વરસાદ
જેતપુર-જામકંડોરણામાં ધોધમાર વરસાદ
1/6

રાજકોટ: હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજકોટ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. ગોંડલ તાલુકા બાદ હવે જામકંડોરણા પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. જામકંડોરણા અને જેતપુર તાલુકામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે.
2/6

રાજકોટ જિલ્લાનાં જામકંડોરણા પંથકમાં ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો છે. જામકંડોરણા પંથકમાં હવામાન વિભાગની આગાહીના પગલે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો.વિજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર કમોસમી વરસાદ પડ્યો હતો. જામકંડોરણાનાં રસ્તાઓ પાણી-પાણી થઈ ગયાં હતા.
3/6

કમોસમી વરસાદને કારણે ધરતીપુત્રોમાં ચિંતા વધી છે. કમોસમી વરસાદને પગલે ખેડૂતોના પાકને મોટાપાયે નુકસાન થવાની શક્યતાઓ છે.
4/6

જેતપુરના ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ વરસ્યો છે. ખીરસરાના ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ખીરસરા ગામમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ખીરસરા ગામે વરસાદ વરસતા વોકળો બે કાંઠે જોવા મળ્યો.
5/6

વોકળીના પાણી આસપાસના વિસ્તારમાં ફરી વળ્યાં હતા. ગામની શેરીઓમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
6/6

રાજ્યમાં આજે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં રાજકોટ,અમરેલી જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ અનેક જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે.
Published at : 20 May 2025 08:15 PM (IST)
આગળ જુઓ





















