Hun To Bolish : હું તો બોલીશ : બુલડોઝર સ્ટ્રાઈક
સુરતમાં દુષ્કર્મના આરોપી એવા ભાજપના વોર્ડ મહામંત્રી આદિત્ય ઉપાધ્યાયની ગેરકાયદે મિલકતનું કરાયું ડિમોલિશન. વેડરોડમાં પાલિકાની જગ્યા પર નોનવેજની દુકાન બનાવી ગેરકાયદે દબાણ કર્યું હતું. આદિત્ય ઉપાધ્યાય પર યુવતીને કેફી પદાર્થ પીવડાવી મિત્ર સાથે ગેંગરેપ કર્યાનો આરોપ છે. આ મુદ્દે ભાજપે તને સસ્પેન્ડ કર્યો છે અને પોલીસે તેની અને તેના મિત્રની ધરપકડ કરી છે.
સુરતમાં અસામાજિક તત્વ મોહમ્મદ અઝરૂદ્દીન ઉર્ફે અજ્જુ ઈમ્તિયાઝ ધાધુવાલાની સંપત્તિ પર બુલડોઝર ફર્યું. મોહમ્મદ અઝરૂદ્દીને સરકારી જગ્યા પર દબાણ કરીને પાંચ જેટલી દુકાનો ખડકી દીધી હતી. સ્વૈચ્છિક રીતે દબાણો દુર કરવાની સૂચના બાદ પણ આરોપીએ દબાણો દુર ન કરતા પોલીસે પ્રશાસનની ટીમને સાથે રાખીને પાંચેય દુકાનોને તોડી પાડી. આરોપી વિરૂદ્ધ અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનમાં 6, પાલ પોલીસ સ્ટેશનમાં 1, લાલગેટ પોલીસ સ્ટેશનમાં 1, DCB પોલીસ સ્ટેશનમાં 2 ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.
સુરતના લસકાણા વિસ્તારમાં અજય શિરોયા નામના વ્યાજખોરે ગેરકાયદે ખડકી દીધેલ દુકાન પર પ્રશાસને ફેરવી દીધું બુલડોઝર. અજય શિરોયાના ત્રાસથી 22 વર્ષના ચિત ગાબાણીએ આત્મહત્યા કરી હતી. જેની તપાસમાં પોલીસને આ વ્યાજખોરે ગેરકાયદે દુકાન ખડકી દીધી હોવાની જાણ થઈ હતી. જેથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દુકાનને જમીનદોસ્ત કરવામાં આવી.





















