Himanta Biswa Sarma : અસમના CM બિસ્વા સરમાએ શાહરૂખ ખાનને લઈ આપ્યું ચોંકાવનારૂ નિવેદન
વાહાટીમાં પત્રકારોના પ્રશ્નોના આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાનો આ ટૂંકો પણ ચર્ચાસ્પદ જવાબ આપ્યો હતો.
Himanta Biswa Sarma On Shahrukh Khan: આસામના સીએમ હેમંતા બિસ્વા સરમા જેઓ સતત પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. હવે તેમને બોલિવુડના સુપરસ્ટાર અભિનેતા શાહરૂખ ખાનને લઈને ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે. સાથે જ હેમંતા બિસ્વા સરમાએ શાહરૂખ ખાનની આવનારી ફિલ્મ પઠાણને લઈને પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી.
હેમંતા બિસ્વા સરમાએ આજે કહ્યું હતું કે, "કોણ છે શાહરૂખ ખાન?" અસમના મુખ્યમંત્રીએ આગળ ઉમેર્યું હતું કે, હું તેના વિશે કે ફિલ્મ 'પઠાણ' વિશે કંઈ જાણતો નથી...'' આજે ગુવાહાટીમાં પત્રકારોના પ્રશ્નોના આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાનો આ ટૂંકો પણ ચર્ચાસ્પદ જવાબ આપ્યો હતો. મીડિયાકર્મીઓએ બજરંગ દળના કાર્યકરોના હિંસક વિરોધ અંગે સવાલ ઉઠાવ્યા હતા. શુક્રવારે બજરંગ દળના કાર્યકરોએ શહેરના નારેંગીમાં એક થિયેટરમાં ઘૂસીને ફિલ્મ 'પઠાણ'ના પોસ્ટરો ફાડીને સળગાવી દીધા હતા. આ થિયેટરમાં 'પઠાણ'નું સ્ક્રીનિંગ થવાનું છે.
સરમાએ આ મામલે કહ્યું હતું કે, ખાને મને ફોન નથી કર્યો. બોલિવૂડના ઘણા લોકો મારી સાથે વાત કરે છે. તે પણ કહેશે તો જોઈ લઈશું. તેમણે આગળ ઉમેર્યું હતું કે, જો કાયદો અને વ્યવસ્થાનો ભંગ થયો હોય અને કેસ નોંધવામાં આવ્યો હોય, તો કાર્યવાહી કરવામાં આવશે. જો કોઈ કાયદાનું ઉલ્લંઘન કરશે તો અમે પગલાં લઈશું.
બોલિવૂડ મેગાસ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ'ના 'બેશરમ રંગ' ગીતમાં દીપિકા પાદુકોણ કેસરી બિકીનીમાં જોવા મળી હતી. જેને લઈને શાહરૂખ અને તેની ફિલ્મની આકરી ટીકા થઈ રહી છે. વિશ્વ હિન્દુ પરિષદ સહિત અન્ય સંગઠનોના કેટલાક નેતાઓએ ફિલ્મ પર પ્રતિબંધની માંગ કરી છે.
જ્યારે પત્રકારોએ તેમને પુછ્યું કે, શાહરૂખ ખાન બોલિવૂડનો સુપરસ્ટાર છે તો તુરંત વળતો જવાબા આપતા સરમાએ કહ્યું હતું કે, રાજ્યના લોકોએ હિન્દી ફિલ્મોની નહીં પણ આસામી વિશે ચિંતા કરવી જોઈએ.
તેમણે કહ્યું હતું કે, દિવંગત નિપોન ગોસ્વામી દ્વારા નિર્દેશિત આસામી ફિલ્મ 'ડૉ બેઝબરુઆ-પાર્ટ 2' ટૂંક સમયમાં રિલીઝ થશે. લોકોએ તે જોવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે, સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત ફિલ્મ 'પઠાણ' 25 જાન્યુઆરીએ રિલીઝ થશે.
Shraddha Murder Case: શ્રદ્ધા મર્ડર કેસને લઈને આસામના CM હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે...
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ ફરી એકવાર દિલ્હીના ચકચારી શ્રદ્ધા હત્યા કેસને લઈને મોટું નિવેદન આપ્યું છે. હિમંતા બિસ્વા સરમાએ કહ્યું હતું કે, લવ જેહાદ એક વાસ્તવિકતા છે અને શ્રદ્ધા વોકરની જઘન્ય હત્યા તેનો જીવતો જાગતો પુરાવો છે. હિમંતા બિસ્વા સરમા અગાઉ પણ કહી ચૂક્યા છે કે આ કેસમાં લવ જેહાદનો એક એંગલ છે જ. તેમને આકરા કાયદાની પણ તરફેણ કરી હતી.
આસામના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, લવ જેહાદ રાષ્ટ્રીય દૃષ્ટિકોણથી એક વાસ્તવિકતા છે. શ્રદ્ધા હત્યા કેસમાં લવ જેહાદના પુરાવા છે. આફતાબના પોલીગ્રાફ ટેસ્ટમાં પણ ખુલાસો થયો છે કે આફતાબે કહ્યું હતું કે, શ્રદ્ધા હત્યાની હત્યા બદલ તેને ફાંસીની સજા આપવામાં આવે તો પણ તેને તેનો અફસોસ થશે નહીં કારણ કે જ્યારે તે સ્વર્ગમાં જશે ત્યારે તેને હૂર મળશે. હિમંતા બિસ્વાએ ઉમેર્યું હતું કે, લવ જેહાદ વિરુદ્ધ દેશમાં કડક કાયદાની જરૂર છે.