શોધખોળ કરો
Advertisement
આસામમાં પૂરથી 20 જિલ્લામાં 6 લાખથી વધુ લોકો પ્રભાવિત, અત્યાર સુધી 66નાં મોત
20 જિલ્લામાં પૂરના કારણે 6 લાખ 2 હજાર લોકો પ્રભાવિત થયા છે. અનેક ગામો પાણીમાં ડૂબી ગયા છે.
ગુવાહાટી: આસામમાં પૂરથી જીનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. અહીં 20 જિલ્લા પૂરની ઝપેટમાં આવી ગયા છે. રાજ્યમાં પૂરથી અસરગ્રસ્ત લોકોની સંખ્યા 6 લાખ 2 હજાર થઈ ગઈ છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ આ જાણકારી આપી હતી.
આસામ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ એક બુલેટિનમાં જણાવ્યું કે, પૂરના પાણીમાં ડૂબીને વધુ બે લોકોના મોત થયા છે. તેની સાથે જીવ ગુમાવનાર લોકોની સંખ્યા 66 થઈ ગઈ છે. પૂરથી સૌથી વધુ માર ધેમાજી જિલ્લા પર પડી છે. તેના બાદ બારપેટા અને લખીમપુર વધુ પ્રભાવિત છે. અસરગ્રસ્ત અન્ય જિલ્લામાં ચરાઈદેવ, વિશ્વનાથ, બક્સા, નલબારી, ચિરાંગ, બોંગાઈગાવ, કોકરાઝાર, ગ્વાલપારા, મોરીગાંવ, નગાંવ, ગોલાઘાટ અને તિનસુકિયા છે.
રાજ્યમાં કુલ 11 હજાર 9 ગામ જળમગ્ન થયા
20 જિલ્લામાં પૂરના કારણે 6 લાખ 2 હજાર લોકો પ્રભાવિત થયા છે. અનેક ગામો પાણીમાં ડૂબી ગયા છે. રાજ્યમાં કુલ 11 હજાર 9 ગામ જળમગ્ન થઈ ગયા છે. પૂરના પાણીના કારણે પાકને પણ મોટું નુકસાન થયું છે. બ્રહ્મપુત્ર નદી અનેક સ્થળોએ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion