બિહારમાં ઝેરી દારૂ પીવાથી 5 લોકોના મોત થયા હોવાના મૃતકના પરિવારનો દાવો
બિહારના નાલંદામાં ઝેરી દારૂ પીવાથી કથિત રીતે ઓછામાં ઓછા 5 લોકોના મોત થયા હોવાનો મૃતકના પરિવારજનોનો દાવો છે.
બિહારઃ બિહારના નાલંદામાં ઝેરી દારૂ પીવાથી કથિત રીતે ઓછામાં ઓછા 5 લોકોના મોત થયા હોવાનો મૃતકના પરિવારજનોનો દાવો છે. સમાચાર એજન્સી એએનઆઇએ ટ્વીટ કરીને આ માહિતી આપી છે. વધુ વિગતો આવી રહી છે.
"5 people died allegedly due to the consumption of poisonous liquor in Bihar's Nalanda," claims the deceased's families
— ANI (@ANI) January 15, 2022
Details awaited. pic.twitter.com/9yU6XFxmua
"At least 5 dead allegedly due to consumption of poisonous liquor in Nalanda, Bihar," claim family members of the deceased.
— ANI (@ANI) January 15, 2022
Details awaited.
કથિત ઝેરી દારૂ પીવાથી પાંચ લોકોના મોત થતાં પરિવારે રોકકડ કરી મૂકી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ પણ દોડી આવી હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Porbandar : ઉત્તરાયણની રાત્રે ડબલ મર્ડરની ઘટનાથી ખળભળાટ,જાણો સંપૂર્ણ વિગત
પોરબંદરઃ પોરબદરમાં મકરસંક્રાંતિના રાત્રે ડબલ મર્ડરની ઘટના બની હતી. બે જુથ વચ્ચે થયેલી મારીમારીમાં ફાયરીગ કરવામાં આવ્યું હતું. તેમજ તલવાર જેવા તિક્ષ્ણ હથિયારનો ઉપયોગ થયો હતો. આ મારામારીમાં એક જૂથના બે યુવાનોની હત્યા થઈ હતી. જ્યારે 2 યુવાન ગંભીર રીતે ઘાયલ થયા હતા.
પોરબદરમાં મકરસંક્રાંતિની રાત્રે વિરભનુંની ખાભી નજીક બે કાર અથડાઈ હતી, જેમાં એક જૂથના અંદાજે 5 થઈ 7 શખ્સોએ બંદૂકમાંથી અંધાધૂધ ફાયરિંગ કર્યું હતું તેમજ તલવાર જેવા તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ફાયનાન્સના વ્યવસાય સાથે જોડાયેલા વનરાજ કેશવાલા અને તેના મિત્ર પ્રકાશ જૂગીને ગંભીર ઈજા પહોંચી હતી.
જ્યારે રાજ કેશવાલા અને કલ્પેશ ભૂતિયાં નામના બે યુવાનોની હત્યા થઈ હતી. એક જૂથના 4 પૈકી બેની હત્યા અને બે લોકો ઘાયલ થયા હતા. તેમની હાલત ગંભીર જણાતાં તેમને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતાં. આ બનાવવામાં અંધાધૂંધ થયેલા ફાયરીંગમાં ગોળી વાગવાથી એક યુવાન નું મોત થયું હતું, જ્યારે ગોળી વાગવાથી બે યુવાનો ઇજાગ્રસ્ત બન્યા હતા. એક યુવાનને તિક્ષ્ણ હથિયાર મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો.
આ ઘટનાને પગલે પોલીસ તુરત જ દોડી ગઈ હતી. હુમલો કરનાર 3 શખ્સોને ઝડપી લીધા હતા. અન્યની શોધખોળ શરૂ કરી હતી. આ બનાવને પગલે એસપી સહિતનો કફાલો હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. હત્યા વાહન અથડાવાથી થઈ છે કે અન્ય કોઈ કારણોસર તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.