શોધખોળ કરો

Atiq Ahmed Dead: અતીક અહમદ અને અશરફના હત્યાકાંડની થશે ન્યાયિક તપાસ, CM યોગીએ કરી જાહેરાત

મુખ્યમંત્રીએ તાત્કાલિક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી અને સમગ્ર મામલાની તપાસના આદેશ આપ્યા હતા

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં અતિક અહમદ અને અશરફ અહમદની હત્યા બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહત્વની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ આ મામલે ન્યાયિક પંચની જાહેરાત કરી છે. એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રયાગરાજની ઘટનાનું સંજ્ઞાન લીધું છે.

મુખ્યમંત્રીએ તાત્કાલિક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી અને સમગ્ર મામલાની તપાસના આદેશ આપ્યા હતા. મુખ્યમંત્રીએ ત્રણ સભ્યોના જ્યુડિશિયલ કમિશન (ન્યાયિક તપાસ પંચ)ની બનાવવા માટે પણ સૂચનાઓ આપી હતી. ત્રણેય હુમલાખોરોને ઘટનાસ્થળ પરથી ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

બીજી તરફ પ્રયાગરાજમાં બનેલી ઘટના બાદ લખનઉ પોલીસને એલર્ટ કરી દેવામાં આવી છે. એડીસીપી ચિરંજીવ નાથ સિંહા જૂના લખનઉના હુસૈનાબાદમાં પગપાળા પેટ્રોલિંગ કરી રહ્યા હતા. લોકો સાથે વાત કરીને ભીડ ન ઉભી કરવા સૂચના આપવામાં આવી છે.

પ્રયાગરાજમાં ઈન્ટરનેટ બંધ

આ સાથે અતીક અને અશરફની સુરક્ષામાં લાગેલા 17 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સિવાય સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને પ્રયાગરાજમાં ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. આ સાથે સમગ્ર યુપીમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત તમામ પોલીસકર્મીઓની રજાઓ રદ કરી દેવામાં આવી છે અને તેમને ફરજ પર પહોંચી જવા સૂચના આપવામાં આવી છે. મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યો છે કે મુખ્ય સચિવ મુખ્યમંત્રીના નિર્દેશ પર વિશેષ વિમાન દ્વારા પ્રયાગરાજ જશે.

અતીકની હત્યા બાદ યુપી પોલીસે શું કાર્યવાહી કરી?

  1. યુપી સરકારે ગૃહ સચિવ અને ડીજીપીને તાત્કાલિક પ્રયાગરાજ જવા માટે કહ્યું છે. સરકારના ઉચ્ચ અધિકારીઓ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
  2. પ્રયાગરાજની તમામ સરહદો સીલ કરી દેવામાં આવી છે. જિલ્લામાં ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. કલમ 144 લાગુ કરતા પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.
  3. યુપી પોલીસે રાજ્યના તમામ પોલીસ સ્ટેશન ઈન્ચાર્જને તાત્કાલિક વિસ્તારમાં જવા માટે કહ્યું છે. યુપીમાં પોલીસકર્મીઓની રજાઓ રદ કરવામાં આવી છે, જેઓ રજા પર છે તેમને પાછા બોલાવવામાં આવ્યા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો

હુડાનો અમલ હાલ પૂરતો સ્થગિત, 11 ગામના લોકોએ કર્યો હતો વિરોધ

IND vs SA: સાઉથ આફ્રિકા વિરુદ્ધ અંતિમ ટી-20માંથી આ સ્ટાર ખેલાડી બહાર, ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો

સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકો શિક્ષણ આપશે કે સજા?
Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાઓમાં ગોળીનો ખૌફ
Hun To Bolish : હું તો બોલીશ : હદપારનો ભ્રષ્ટાચાર!
Gujarat Police Recruitment : પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર
Harsh Sanghavi : વકફ સંપતિઓના વિવાદમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો
Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો
હુડાનો અમલ હાલ પૂરતો સ્થગિત, 11 ગામના લોકોએ કર્યો હતો વિરોધ
હુડાનો અમલ હાલ પૂરતો સ્થગિત, 11 ગામના લોકોએ કર્યો હતો વિરોધ
IND vs SA: સાઉથ આફ્રિકા વિરુદ્ધ અંતિમ ટી-20માંથી આ સ્ટાર ખેલાડી બહાર, ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો
IND vs SA: સાઉથ આફ્રિકા વિરુદ્ધ અંતિમ ટી-20માંથી આ સ્ટાર ખેલાડી બહાર, ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો
સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ
સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ
ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર લાગશે વધારાનો ચાર્જ ? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો આ જવાબ

ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે મહત્વના સમાચાર, રેલવે તત્કાલ ટિકિટ બુકિંગમાં આજથી OTP સિસ્ટમ

Year Ender 2025: ક્રિકેટ માટે ઐતિહાસિક રહ્યું વર્ષ, RCBએ જીત્યું પ્રથમ ટાઈટલ, મહિલા ટીમે જીત્યો વર્લ્ડકપ

કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર

Embed widget