Atique Ahmad: અતિક અહેમદને આજે જ ઉત્તર પ્રદેશથી અમદાવાદ પાછો લવાશે
માફિયા અતીક અહેમદે મોતના ડરના માર્યા ઉત્તર પ્રદેશની નૈની જેલમાં જવાનો ઈનકાર કરી દીધો હતો.
Atique Ahmad Comeback Ahmedabad : માફિયા અતીક અહેમદે મોતના ડરના માર્યા ઉત્તર પ્રદેશની નૈની જેલમાં જવાનો ઈનકાર કરી દીધો હતો. અમદાવાદની સાબરમતી જેલમાં જવાની માંગણી સાથે તે જેલ વાનમાં બેઠો રહ્યો હતો. હવે ઉત્તર પ્રદેશ પોલીસ અતિકને લઈને સાંજે 5.30 કલાકે સાબરમતી જેલ જવા રવાના થશે તેવી ચર્ચા છે. ઉમેશ પાલ અપહરણ કેસમાં MPMLA કોર્ટે અતીકને આજીવન કેદની સજા ફટકારી છે.
શરૂઆતમાં અતીકને નૈની જેલમાં રાખવામાં આવે કે નહીં તે અંગે થોડી શંકા હતી પરંતુ જે પ્રોડક્શન વોરંટના આધારે તેને લાવવામાં આવ્યો હતો તેમાં સાબરમતી જેલના અધિક્ષકે પ્રયાગરાજની MPMLA કોર્ટને પત્ર લખ્યો હતો કે, કોર્ટની કાર્યવાહી પૂર્ણ થયા બાદ અતીક અહેમદને પરત સાબરમતી જેલમાં મોકલવામાં આવે. જેના આધારે અતીક અહેમદને ફરી સાબરમતી જેલમાં લઈ જવાની તૈયારીઓ થઈ રહી છે.
કોર્ટમાંથી બહાર નીકળ્યા બાદ અતીક એ જ જેલ વાનમાં બેઠો છે જેમાં તે આવ્યો હતો. માર્ગની તૈયારી માટે તેમાં પાણી વગેરે લોડ કરવામાં આવી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમને સાંજે 5.30 વાગ્યે વિદાય આપવામાં આવશે.
જ્યારે આતિકને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી ત્યારે તેણે એમપીએમએલ કોર્ટના જજને કહ્યું હતું કે, હું અહીં રહેવા માંગતો નથી. મને સાબરમતી જેલમાં પાછો મોકલવામાં આવે. અતીકના વકીલે પણ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું હતું કે, યુપીની જેલમાં તેને જીવનું જોખમ છે. પરંતુ કોર્ટે જવાબ આપ્યો હતો કે, આ મામલો સુપ્રીમ કોર્ટનો નથી. તમે આ માટે હાઈકોર્ટમાં જાઓ.
અતીકને સાબરમતી જેલમાં પરત મોકલવા પાછળનું એક મુખ્ય કારણ પ્રોડક્શન વોરંટ છે જેના હેઠળ તેને સાબરમતી જેલમાંથી લાવવામાં આવ્યો હતો. જેમાં લખવામાં આવ્યું હતું કે, કોર્ટની કાર્યવાહી પૂરી થતાં જ તેને સાબરમતી જેલમાં પરત લાવવામાં આવે. આ ઉપરાંત મંગળવારે કોર્ટમાંથી અતીકની સજા માટેનું વોરંટ પણ સાબરમતી જેલમાંથી બન્યું છે. આ તમામ બાબતોને જોતા આજે સાંજે જ અતીકને સંપૂર્ણ સુરક્ષા સાથે ગુજરાતની સાબરમતી જેલમાં પરત મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
Umesh Pal Case Verdict : અતીક અહમદ સહિત ત્રણને આજીવન કારાવાસની સજા, ઉમેશ પાલ અપહરણ કાંડમાં કોર્ટેનો મોટો ચુકાદો
પ્રયાગરાજની વિશેષ એમપી-એમએલએ અદાલતે ઉમેશ પાલ અપહરણ કેસમાં પોતાનો ચુકાદો આપ્યો છે. 17 વર્ષ જૂના આ અપહરણ કેસમાં કોર્ટે માફિયા અતીક અહમદ અને તેના ભાઈ સહિત 10 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે.
કોર્ટે બાહુબલી અતીક અહમદ સહિત ત્રણ આરોપીઓને દોષિત ઠેરવ્યા છે અને તેમને ઉંમર કેદની સજા ફટકારી છે. આ અપહરણ કેસમાં કોર્ટે અતીક ઉપરાંત હનીફ, દિનેશ પાસીને પણ દોષિત ઠેરવ્યા છે. જ્યારે અતીકના ભાઈ અશરફ સહિત 7ને નિર્દોષ જાહેર કર્યા હતા. અતીક અહમદને IPCની કલમ 364A સહિત અનેક કલમોમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. જ્યારે અતીક અહમદના ભાઈ ખાલિદ અઝીમ ઉર્ફે અશરફને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે.