શોધખોળ કરો
Advertisement
સોશિયલ મીડિયા પર હીરો બનેલા ઓટો ડ્રાઇવરની કહાણી જાણવા જેવી, પોલીસ પણ કરે છે સલામ
ચેન્નઇનો ઓટો ડ્રાઇવર સોશિયલ મીડિયા પર હીરો બની ગયો છે. પોલીસે પણ તેમનું સન્માન કર્યું છે. લોકો તેની પ્રશંસા કરતા થાકતાં નથી. ઓટો ડ્રાઇવર કોણ છે અને તેની કઇ ખબર વાયરલ થતાં તે હીરો બની ગયો છે. જાણીએ...
ચેન્નઇ: એક ઓટો ડ્રાઇવરે ઇમાદારીનો પરિચય આપતા સૌનું દિલ જીતી લીઘું છે. આ ઓટો ડ્રાઇવરનું નામ સરવન છે. જેમણે એવું કામ કર્યું છે કે, માનવતા પર વિશ્વાસ વધુ દ્રઢ થઇ જાય. તો જાણીએ ચેન્ન્ઇના સરવન નામના ઓટો ડ્રાઇવરે એવું શું કામ કર્યું છે કે, તેમનું સન્માન પોલીસે કર્યું.
ચેન્નઇમાં ઓટો ચલાવતા સરવન નામના ડ્રાઇવરે ઇમાનદારીનો પરિચય આપતા સૌના દિલ જીતી લીધા છે. તેમણે તેમની ઓટોમાં ભૂલાઇ ગયેલ 20 લાખના જ્વેલરીની બેગ યાત્રી સુધી પહોંચાડવામાં પોલીસની મદદ કરી હતી.
શું છે સમગ્ર ઘટના
પોલ બ્રાઇટ નામનો વ્યક્તિ સંબંઘીના લગ્ન સમારોહથી પરત ઓટોમાં ઘરે જઇ રહ્યો હતો. પોલ પાસે વધુ સામાન હતો. કેટલીક બેગ હતી. તેમાંથી એક બાગમાં 20 લાખની જ્વેલરી હતી. પોલ ઓટોમાં બેઠા બાદ સતત ફોન પર વાતો કરી રહ્યો હતો. ફોન પર વાતચીત કરવામાં તે જ્વેલરીની બેગ જ ઓટોમાં ભૂલી ગયો. સરવન કુમારે થોડા સમય બાદ સીટ પર જોયું તો બેગ પડી હતી. જો કે ત્યાં સુધીમાં પોલ તો જતો રહ્યો હતો. ઓટો ડ્રાઇવરને સમજાયું નહીં કે, આખરે કેવી રીતે આ બેગ યાત્રીને પરત કરે
જ્વેલરીથી ભરેલી બેગ લઇને પોલીસ સ્ટેશન પહોંચ્યો
ઓટો ડ્રાઇવર સરવન જવેલરીની બેગ લઇને પોલીસ સ્ટેશન પહોંચી ગયો અને પોલીસને સમગ્ર ઘટના જણાવી. જો કે આ દરમિયાન યાત્રી પોલને યાદ આવ્યું કે, બેગ રીક્ષામાં જ ભૂલાઇ ગઇ છે. પોલે ક્રોમપટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી પરંતુ જ્વેલરીથી ભરેલું બેગ તો પહેલા જ પોલીસ સ્ટેશન પહોંચી ગયુ હતું. લોકો આ કારણે જ ડ્રાઇવરની ઇમાનદારીની પ્રશંસા કરી રહ્યાં છે.
સોશિયલ મીડિયા પર બની ગયો હીરો
ઓટો ડ્રાઇવરની ઇમાનદારીથી પોલીસ પ્રભાવિત થઇ ગઇ. પોલીસે ગુલદસ્તાથી ડ્રાઇવર સરવનનું સન્માન કર્યું. આ ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકો તેમની ઇમાનદારીની પ્રશંસા કરી રહ્યાં છે. તેમના કામને માનવતામાં વિશ્વાસ જગાડતું ગણાવ્યું,
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આરોગ્ય
શિક્ષણ
સમાચાર
Advertisement