શોધખોળ કરો
Advertisement
દેશભરમાં વિવાદ બાદ આઝમ ખાને લોકસભામાં માંગી માફી
સાંસદ આજમ ખાને એવું નથી કે પ્રથમ વખત વિવાદીત નિવેદન આપ્યું હોય. આ પહેલા પણ તેઓ પોતાના નિવેદનના કારણે વિવાદમાં આવી ચૂક્યા છે. તેમના નિવેદનોને લઈને સુપ્રીમ કોર્ટ પણ તેને ફટકાર લગાવી ચૂક્યું છે.
નવી દિલ્હી: પોતાના નિવેદનોના કારણે હંમેશા ચર્ચામાં રહેતા સમાજવાદી પાર્ટીના સાંસદ આજમ ખાને એવું નથી કે પ્રથમ વખત વિવાદીત નિવેદન આપ્યું હોય. આ પહેલા પણ તેઓ પોતાના નિવેદનના કારણે વિવાદમાં આવી ચૂક્યા છે. તેમના નિવેદનોને લઈને સુપ્રીમ કોર્ટ પણ તેને ફટકાર લગાવી ચૂક્યું છે. હાલના મામલામાં આઝમ ખાને લોકસભામાં માફી માંગી હતી.
ટ્રીપલ તલાક બિલના વિરોધમાં તેઓ બોલવા માટે ઉભા થયા એ દરમિયાન અધ્યક્ષની ખુરશી પર ભાજપના સાંસદ રમા દેવી હતા. તેમનુ વિવાદીત નિવેદન સાંભળતા જ ભાજપના સાંસદો ભડકી ગયા અને આઝમ ખાનને માફી માંગ કરવા લાગ્યા હતા.
બસપા સુપ્રીમો માયાવતી સહિત અન્ય પક્ષોના નેતાઓએ પણ આઝમ ખાન ઘેરવાની કોશિશ કરી હતી, પરતુ આઝમ ખાનને સંસદની અંદર અને બહાર અખિલેશ યાદવનો સાથ મળ્યો હતો.
આઝમ ખાન આ મુદ્દે માફી નહોતી માંગી રહ્યા. ભાજપ સહિતના દળોએ તેમને માફી માંગવાની વાત કહી રહ્યા હતા. જ્યારે આઝમ ખાન અડગ રહ્યા ત્યારે ભાજપના સાંસદ અધ્યક્ષને તેમને સસ્પેન્ડ કરવાની માંગ કરવા લાગ્યા. ત્યારબાદ આઝમ ખાને આજે સવારે સ્પીકરને મળવા તેમના રૂમમાં પહોંચ્યા અને સદનમાં પહોંચી માફી માંગી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
ગુજરાત
Advertisement