શોધખોળ કરો
Advertisement
Badrinath Opening 2021: 18 મેએ ખૂલશે બદ્રીનાથના દ્વાર, વસંત પંચમીએ વિશેષ પૂજા બાદ કરી જાહેરાત
પાવન ધામ બદ્રીનાથના કપાટ આ વર્ષે 18 મેએ ખૂલી જશે. આ તિથિએ સવારે 4 વાગ્યે બદ્રીનાથના દ્રાર શ્રદ્ધાળુ માટે ખુલી જશે. વસંત પંચમીએ નરેન્દ્ર નગરના રાજ ઘરાનાના પુરોહિત મનુજેન્દ્ર શાહે પૂજા બાદ મંગળવારે બદ્રીનાથના કપાટ ખોલવાની વિધિવત જાહેરાત કરી હતી
બદ્રીનાથ: પાવન ધામ બદ્રીનાથના કપાટ આ વર્ષે 18 મેએ ખૂલી જશે. આ તિથિએ સવારે 4 વાગ્યે બદ્રીનાથના દ્રાર શ્રદ્ધાળુ માટે ખુલી જશે. વસંત પંચમીએ નરેન્દ્ર નગરના રાજ ઘરાનાના પુરોહિત મનુજેન્દ્ર શાહ મંગળવારે બદ્રીનાથના કપાટ ખોલવાની વિધિવત જાહેરાત કરી હતી. આ ઘોષણા પહેલા વિશેષ પૂજન અર્ચન કરવાનું વિધાન છે. ત્યારે રાજ ઘરાનાના પુરોહિત દ્રારા સંપૂર્ણ વિધિ વિધાન સાથે પુરોહિત દ્રારા પૂજા બાદ બદ્રીનાથના કપાટ ખોલાવાની જાહેરાત કરાઇ હતી.
ચાર ધામ દેવસ્થાન બોર્ડના સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ ભગવાન વિષ્ણુને સમર્પિત બાબા બદરીનાથ ધામના કપાટ નક્કી કરેલા મૂહૂર્ત સવારે 4 વાગ્યાને 15 મિનિટે ખૂલી જશે. નોંધનિય છે કે, 19 નવેમ્બર શિયાળામાં બદ્રીનાથના કપાટ બંધ થયા હતા. દર વર્ષે શિયાળામાં બદ્રીનાથના કપાટ બંધ કરવામાં આવે છે.
જ્યારે શિયાળા બાદ બદ્રીનાથના કપાટ ખુલ્લે છે ત્યારે દર્શનાર્થે જાણે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે. આ હિન્દુઓના ચાર મહત્વના ધામમાંનું એક છે. કોરોના સંકટના કારણે દર્શનાર્થીઓ માટે નવી ગાઇડ લાઇન જાહેર થઇ શકે છે. યાત્રાના રજિસ્ટ્રેશન માટે ટૂંક સમયમાં જ માહિતી જાહેર કરાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion