Chardham Yatra: જાણો ક્યારે બંધ થશે બદ્રીનાથના કપાટ ? જાણો વિગત
Chardham Yatra: કેદારનાથ તથા યમુનોત્રી ધામના કપાટ 6 નવેમ્બરે ભાઈબીજના દિવસે બંધ થશે. જ્યારે ગંગોત્રી ધામના કપાટ પાંચ નવેમ્બરે ગોવર્ધન પૂજાના દિવસે બંધ થશે.
ચમોલીઃ ચારધામની યાત્રા માટે હવે ખૂબ ઓછો સમય બાકી રહ્યો છે. આગામી મહિને ચારધાના કપાટ શિયાળાના કારણે બંધ થશે. બદ્રીનાથ ધામના કપાટ 20 નવેમ્બરે બંધ કરવામાં આવશે. જેની ઔપચારિક આજે કરવામાં આવી છે. કેદારનાથ તથા યમુનોત્રી ધામના કપાટ 6 નવેમ્બરે ભાઈબીજના દિવસે બંધ થશે. જ્યારે ગંગોત્રી ધામના કપાટ પાંચ નવેમ્બરે ગોવર્ધન પૂજાના દિવસે બંધ થશે.
ઉત્તરાખંડ ચારધામ દેવસ્થાનમ પ્રબંધન બોર્ડના મીડિયા પ્રભારી ડો. હરીશ ગૌડે જણાવ્યું કે, શિયાળાના કારણે બદ્રીનાથ ધામના કપાટ 20 નવેમ્બરે સાંજે 6.45 કલાકે બંધ થશે. ચારધામ યાત્રાથી ઈ પાસ સિસ્ટમ હટવાની સાથે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. બદ્રીનાથ ધામમાં હાલ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. ઠંડી હોવા છતાં શ્રદ્ધાળુઓમાં જોરદાર ઉત્સાહ છે.
Uttarakhand | Badrinath Shrine to close for visitors from November 20 at 6:45 pm, in view of winter season: Chardham Devsthanam Board
(file photo) pic.twitter.com/TnwwQHEPCW— ANI (@ANI) October 15, 2021
બદ્રીનાથ ધામના ધર્માધિકારી ભુવન ચંદ્ર ઉનિયાલના કહેવા મુજબ, પાસ સિસ્ટમ ખતમ કરવાના કારણે અહીંયા શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે. દૂર દૂરથી લોકો દર્શનાર્થે આવી રહ્યા છે. હાલ બદ્રીનાથ ધામમાં સવારે અને સાંજે કડકડતી ઠંડી પડતી હોવા છતાં શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ છે.
ભારતના ચારધામ ચાર દિશામાં આવેલા ચાર પવિત્ર હિંદુ ધામો છે. ઉત્તરમાં બદ્રીનાથ (ઉત્તરાખંડ), દક્ષિણમાં રામેશ્વરમ (તમિલનાડુ), પૂર્વમાં જગન્નાથપુરી (ઓડિશા) અને પશ્ચિમમાં દ્વારકા (ગુજરાત) એમ ચાર સ્થળો ભારતના ચારધામ ગણાય છે.