Bageshwar Dham: લગ્નના સવાલ પર બોલ્યા ધીરેન્દ્ર શાસ્ત્રી- 'બહુ જલદી થશે, સારા ખાનદાનમાં થશે, ભગવાન જાને...'
ધીરેન્દ્ર શાસ્ત્રરીએ આજતક સાથે વાત કરતા કહ્યું કે, - મારા લગ્નની ચર્ચા ચાલતી રહે છે, અને તે બહુ પહેલાથી ચાલી રહી છે,, આમાં કંઇક નથી....
Dhirendra Shastri News: બાગેશ્વર ધામ સરકારના ધીરેન્દ્ર શાસ્ત્રી પોતાના નિવેદનો માટે ખુબ ચર્ચામાં રહે છે. તેમનુ માનવુ છે કે, ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવીને રહેશે, અને તેના પર અનેકવાક ખુલીને પોતાની વાત કરી ચૂક્યા છે. વળી, કેટલાક દિવસોથી તેમના લગ્નની વાતને લઇને ચર્ચાએ જોર પકડ્યુ છે. આના પર હવે ખુદ ધીરેન્દ્ર શાસ્ત્રીએ મોટુ નિવેદન આપ્યુ છે. તેમને એક ઇન્ટરવ્યૂમાં વાત કહી, અને સ્પષ્ટતા કરતા બોલ્યા કે થોડાક દિવસોમાં તેમના લગ્ન થશે.
ધીરેન્દ્ર શાસ્ત્રરીએ આજતક સાથે વાત કરતા કહ્યું કે, - મારા લગ્નની ચર્ચા ચાલતી રહે છે, અને તે બહુ પહેલાથી ચાલી રહી છે,, આમાં કંઇક નથી.... ભારતમાં જો ચાય પે ચર્ચા થઇ શકતી હોય તો અમારા લગ્નની ચર્ચા કેમ ના થઇ શકે. આ કોઇ મોટી વાત નથી, બહુ જલદી લગ્ન થશે, સારા ખાનદાનમાં થશે અને ભગવાન જાને કેવી લુગાઇ હશે.
હિન્દુ રાષ્ટ્રના મુદ્દા પર ફરી બોલ્યા ધીરેન્દ્ર શાસ્ત્રી -
ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, આખી દુનિયા જ હિન્દુ છે, જોકે, આમાં અમે કોઇને ધમકી નથી આપી અને કોઇ જબરદસ્તી નથી કરી... અમે ફક્ત કહ્યું કે તમામ લોકો હિન્દુ છે, હવે જેને માનવુ છે તે બાગેશ્વર બાલાજી અને તમામ સંતોના સપોર્ટમાં છે, જેને નથી માનવુ તે વિરોધમાં છે. જે વિરોધમાં છે, તેમને અમારા ના તો સમજાવવા છે, ના ધમકી આપવી છે.
ધીરેન્દ્ર શાસ્ત્રીએ આગળ કહ્યું કે, - અમે લોકો અહિંસાત્મક છીએ, અને રાજનીતિ નથી કરતા, અમને ના તો નેતા બનવુ છે. તેમને કહ્યું કે, ભારતના બંધારણમાં પ્રત્યેક મૌલિક અધિકાર મળ્યો છે, અને તે અંતર્ગત અમે અમારી વાત મુકી રહ્યાં છીએ, અને હિન્દુઓને એક કરી રહ્યાં છીએ.
શું કહ્યું ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ -
આ અગાઉ એક વીડિયો જાહેર કરીને ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું કે આજે, 27 તારીખ છે અને અમે યાત્રા પર નીકળ્યા છે. હું 2-3 દિવસની યાત્રા પર છું. બાગેશ્વર બાલાજીના ચરણોની કૃપાથી અને સન્યાસી બાબાની કૃપાથી જે યજ્ઞ થવા જઇ રહ્યો છે, તેમાં તમામ સ્થાનોના તીર્થોના સંતો મહાપુરુષોને આમંત્રણ આપવા માટે અમે નીકળ્યા છીએ. અમે બહુ જલદી ફરી બાગેશ્વર ધામ આવી રહ્યાં છીએ. હિમાલયની દિવ્ય ભૂમિ અને ઉત્તરાખંડના ક્ષેત્ર જ્યાં મોટા મોટા ઋષિ મુનિ અને મહાત્માના સ્થાનોના પદચિન્હોના આશીર્વાદ લઇને અમે તમામ સંતોને આમંત્રણ આપી રહ્યાં છીએ. અમે બહુ જલદી બાગેશ્વર આવીશું. તમે બધા ઇન્તજાર કરો અને સનાતનનો ઝંડો લગાવી રાખો. 'કાયદે મે રહેંગે તો ફાયદે મે રહેંગે'....
વધી રહી છે લોકપ્રિયતા -
વળી, વિવાદોની વચ્ચે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની લોકપ્રિયતા સતત વધી રહી છે. તેમના વિરોધીઓ અને સમર્થકોની સંખ્યા પણસતત વધી રહી છે. તેમના પર ચમત્કારના માધ્યમથી અંધવિશ્વાસ ફેલાવવાનો આરોપ છે. વળી, કેટલાક મુસ્લિમ ધર્મગુરુ તેમના પર ધર્માંતરણ કરાવવા અને ઇસ્લામને કમજોર કરવાનું કાવતરુ રચવાનો આરોપ લગાવી રહ્યાં છે. મહારાષ્ટ્રની નાગપુરની સંસ્થા અંધશ્રદ્ધા ઉન્મૂલન સમિતિએ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પર કેટલાય ગંભીર આરોપ લગાવ્યા છે. આરોપ છે કે, તે જાદુ ટોળાને પ્રોત્સાહન આપી રહ્યાં છે, અને ધર્મના નામ પર લોકોને ગુમરાહ કરી રહ્યાં છે.