શોધખોળ કરો
Advertisement
અમે અમારા દેશના ગેરકાયદે રહેતા લોકોને પરત લેવા તૈયાર, આ દેશે ભારત પાસે માગી યાદી
મોમીને વ્યસ્ત કાર્યક્રમને કારણે ગુરુવારે ભારતની પોતાની યાત્રા રદ્દ કરી હોવાનું કહ્યું.
ઢાકાઃ બાંગ્લાદેશના વિદેશ મંત્રી એ. કે. અબ્દુલ મોમીને ભારતને વિનંતી કરી છે કે જો તેમની પાસે ભારતમાં ગેરકાયેદસર રહેતા બાંગ્લાદેશી નાગરિકોની યાદી હોય તે તેમને ઉપલબ્ધ કરાવે. બાંગ્લાદશ તેમને પરત લેવાની મંજૂરી આપશે. ભારતની એનઆરસી પર એક સવાલના જવાબમાં મોમીને કહ્યું કે, બાંગ્લાદેશ-ભારતના સંબંધ સામાન્ય અને ઘણાં જ સારા છે અને તેના પર કોઈ અસર નહીં પડે.
મોમીને વ્યસ્ત કાર્યક્રમને કારણે ગુરુવારે ભારતની પોતાની યાત્રા રદ્દ કરી હોવાનું કહ્યું. તેમણે કહ્યું કે, ભારકે એનઆરસી પ્રક્રિયાને પોતાનો આંતરિક મુદ્દો ગણાવ્યો અને ઢાકાને આશ્વસ્ત કર્યું કે તેનાથી બાંગ્લાદેશ પર અસર નહીં પડે. તેમણે કહ્યું કે, કેટલાક ભારતીય નાગરિક આર્થિક કારણોસર દલાલો દ્વારા ગેરકાયેદસર બાંગ્લાદેશમાં ઘુસી રહ્યા છે. અમે તેમને ભારત પાછાં મોકલી દઇશું. આ તો અરસપરસ છે.
તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે, કેટલાક લોકો ભારતની સાથે જોડાયેલ સરદ દ્વારા ગેરકાયદેસર ઘુસી રહ્યા છે. મોમીને કહ્યું કે, બાંગ્લાદેશે ભારત સરકારને વિનંદી કરી છે કે, જો તેમની પાસે ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓની કોય આદી છે તો ઉપલબ્ધ કરાવે. તેમણે કહ્યું, અમે બાંગ્લાદેશી નાગરિકોને પરત લેવાની મંજૂરી આપીશું કારણ કે તેમની પાસે પોતાના દેશમાં પ્રવેશ કરવાનો અધિકાર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion