Rajkot Deputy Mayor : રાજકોટના ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા અને તેમના ભાઈ પર જીવલેણ હુમલો, જુઓ અહેવાલ
Rajkot Deputy Mayor : રાજકોટના ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા અને તેમના ભાઈ પર જીવલેણ હુમલો, જુઓ અહેવાલ
રાજકોટના ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા અને તેમના ભાઈ ઉપર હુમલાની ઘટના બની છે. સની પાજીકા ઢાબાના સંચાલક અને તેના સાગરીતો પર હુમલાનો આરોપ. હુમલામાં નરેન્દ્રસિંહ જાડેજા તેમના ભાઈ રવિરાજસિંહ જાડેજા ઈજાગ્રસ્ત થયા છે. જેમને સારવાર માટે લઈ જવાયા તો બીજી તરફ ગાંધીગ્રામ પોલીસે આરોપી સનીપાજી કા ઢાબાના સંચાલકની ધરપકડ કરી છે. હુમલો કેમ કરવામાં આવ્યો તેની જાણકારી પ્રાપ્ત નથી થઈ. નરેન્દ્રસિંહ ઉર્ફે ટીકુભા જાડેજા ને આંગળીમાં વધુ ઇજા થતાં સારવાર માટે અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.. પ્રથમ રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી વધુ સારવારની જરૂર પડતા અમદાવાદ ખસેડવામાં આવ્યા.





















