શોધખોળ કરો

IPL 2025 Mega Auction: અત્યાર સુધી કઇ સીઝનમાં ખેલાડીઓ પર વરસ્યા સૌથી વધુ રૂપિયા? જાણો તમામ જાણકારી

IPL 2025 Mega Auction: દરેક સીઝનની હરાજીમાં કેટલા રૂપિયાની બોલી લગાવવામાં આવી હતી અને કઈ સીઝનમાં ખેલાડીઓ પર સૌથી વધુ પૈસા ખર્ચવામાં આવ્યા હતા.

Each Season Total Money Spent in IPL Auction: ઈન્ડિયન પ્રીમિયર લીગમાં (IPL) ભારતની સાથે અનેક દેશોના ખેલાડીઓ રમે છે. આ લીગમાં ભાગ લેવા માટે વિશ્વભરમાંથી ક્રિકેટરો આવે છે. તેઓને હરાજીમાં ખરીદવામાં આવે છે. પ્રથમ વખત IPLમાં ખેલાડીઓની હરાજી 20 ફેબ્રુઆરી 2008ના રોજ થઈ હતી. તે સમયે આઈપીએલમાં કુલ 8 ટીમો હતી. ત્યારથી આઈપીએલ 2024માં ઘણું બદલાઈ ગયું છે. હવે આઈપીએલમાં કુલ 10 ટીમો છે. આવી સ્થિતિમાં આઈપીએલ 2025ની મેગા ઓક્શન પહેલા એ જાણવું રસપ્રદ રહેશે કે દરેક સીઝનની હરાજીમાં કેટલા રૂપિયાની બોલી લગાવવામાં આવી હતી અને કઈ સીઝનમાં ખેલાડીઓ પર સૌથી વધુ પૈસા ખર્ચવામાં આવ્યા હતા.

કઈ સીઝનમાં ખેલાડીઓ પર સૌથી વધુ ખર્ચ કરવામાં આવ્યો હતો?

IPL 2008: IPL 2008માં તમામ 8 ટીમોએ ખેલાડીઓને ખરીદવા માટે કુલ 36.4 મિલિયન ડોલરનો ખર્ચ કર્યો હતો. આ સીઝનમાં સૌથી મોંઘો ખેલાડી એમએસ ધોની હતો, જેને ચેન્નઈ સુપર કિંગ્સે 9.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

IPL 2009: IPL 2009ની હરાજીમાં ટીમોએ ખેલાડીઓને ખરીદવા માટે કુલ 7.65 મિલિયન ડોલરનો ખર્ચ કર્યો હતો. આ સીઝનના સૌથી મોંઘા ખેલાડીઓ કેવિન પીટરસન અને એન્ડ્રુ ફ્લિન્ટોફ હતા, પીટરસનને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે અને ફ્લિન્ટોફને ચેન્નઈ સુપર કિંગ્સે 9.8 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

IPL 2010: IPL 2010ની હરાજીમાં ટીમોએ ખેલાડીઓને ખરીદવા માટે કુલ 3.65 મિલિયન ડોલરનો ખર્ચ કર્યો હતો. આ સીઝનના સૌથી મોંઘા ખેલાડીઓ શેન બોન્ડ અને કિરોન પોલાર્ડ હતા, બોન્ડને કોલકાતા નાઈટ રાઈડર્સે ખરીદ્યો હતો અને પોલાર્ડને મુંબઈ ઈન્ડિયન્સે 4.8 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

IPL 2011: IPL 2011 માટે મેગા હરાજી યોજાઈ હતી. ત્યારબાદ ટીમોએ ખેલાડીઓને ખરીદવા માટે કુલ 62.775 મિલિયન ડોલર ખર્ચ્યા. આ સીઝનનો સૌથી મોંઘો ખેલાડી ગૌતમ ગંભીર હતો, ગંભીરને કોલકાતા નાઈટ રાઈડર્સે 14.9 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

IPL 2012: IPL 2012માં તમામ ટીમોએ ખેલાડીઓને ખરીદવા માટે કુલ 10.995 મિલિયન ડોલરનો ખર્ચ કર્યો હતો. આ સીઝનમાં સૌથી મોંઘો ખેલાડી રવિન્દ્ર જાડેજા હતો, જેને ચેન્નઈ સુપર કિંગ્સે 12.8 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

IPL 2013: IPL 2013ની હરાજીમાં ટીમોએ ખેલાડીઓને ખરીદવા માટે કુલ 11.885 મિલિયન ડોલરનો ખર્ચ કર્યો હતો. આ સીઝનનો સૌથી મોંઘો ખેલાડી ગ્લેન મેક્સવેલ હતો, મેક્સવેલને મુંબઈ ઈન્ડિયન્સે 6.3 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

IPL 2014: IPL 2014 માટે મેગા હરાજી યોજાઈ હતી. ત્યારબાદ ટીમોએ ખેલાડીઓને ખરીદવા માટે કુલ 262.6 કરોડ રૂપિયા ખર્ચ્યા. આ સીઝનનો સૌથી મોંઘો ખેલાડી યુવરાજ સિંહ હતો, જેને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

IPL 2015: IPL 2015ની હરાજીમાં ટીમોએ ખેલાડીઓને ખરીદવા માટે કુલ 87.6 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. આ સીઝનનો સૌથી મોંઘો ખેલાડી યુવરાજ સિંહ હતો, જેને દિલ્હી ડેરડેવિલ્સે 16 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

IPL 2016: IPL 2016ની હરાજીમાં, ટીમોએ ખેલાડીઓને ખરીદવા માટે કુલ 136 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. આ સીઝનનો સૌથી મોંઘો ખેલાડી શેન વોટસન હતો, વોટસનને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 9.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

IPL 2017: IPL 2017ની હરાજીમાં ટીમોએ ખેલાડીઓને ખરીદવા માટે કુલ 91 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. આ સીઝનમાં સૌથી મોંઘો ખેલાડી બેન સ્ટોક્સ હતો, જેને રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટે 14.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

IPL 2018: IPL 2018 માટે મેગા હરાજી યોજાઈ હતી. ત્યારબાદ ટીમોએ ખેલાડીઓને ખરીદવા માટે કુલ 431 કરોડ રૂપિયા ખર્ચ્યા. આ સીઝનમાં સૌથી મોંઘો ખેલાડી બેન સ્ટોક્સ હતો, જેને રાજસ્થાન રોયલ્સે 12.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

IPL 2019: IPL 2019ની હરાજીમાં ટીમોએ ખેલાડીઓને ખરીદવા માટે કુલ 106.8 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. આ સીઝનના સૌથી મોંઘા ખેલાડીઓ જયદેવ ઉનડકટ અને વરુણ ચક્રવર્તી હતા, ઉનડકટને રાજસ્થાન રોયલ્સે અને ચક્રવર્તીને કિંગ્સ ઈલેવન પંજાબે 8.4 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

IPL 2020: IPL 2020ની હરાજીમાં ટીમોએ ખેલાડીઓને ખરીદવા માટે કુલ 140.3 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. આ સીઝનમાં સૌથી મોંઘો ખેલાડી પેટ કમિન્સ હતો, જેને કોલકાતા નાઈટ રાઈડર્સે 15.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

IPL 2021: IPL 2021ની હરાજીમાં ટીમોએ ખેલાડીઓને ખરીદવા માટે કુલ 145.3 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. આ સીઝનનો સૌથી મોંઘો ખેલાડી ક્રિસ મોરિસ હતો, મોરિસને રાજસ્થાન રોયલ્સે 16.25 કરોડમાં ખરીદ્યો હતો.

IPL 2022: IPL 2022 માટે મેગા હરાજી યોજાઈ હતી. ત્યારબાદ ટીમોએ ખેલાડીઓને ખરીદવા માટે કુલ 551.7 કરોડ રૂપિયા ખર્ચ્યા. આ સીઝનનો સૌથી મોંઘો ખેલાડી ઈશાન કિશન હતો, જેને મુંબઈ ઈન્ડિયન્સે 15.25 કરોડમાં ખરીદ્યો હતો.

IPL 2023: IPL 2023ની હરાજીમાં ટીમોએ ખેલાડીઓને ખરીદવા માટે કુલ 167 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. આ સીઝનનો સૌથી મોંઘો ખેલાડી સેમ કુરન હતો, કુરનને પંજાબ કિંગ્સે 18.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

 IPL 2024: IPL 2024ની હરાજીમાં ટીમોએ ખેલાડીઓને ખરીદવા માટે કુલ 230.45 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. આ સીઝનમાં સૌથી મોંઘો ખેલાડી મિચેલ સ્ટાર્ક હતો, જેને કોલકાતા નાઈટ રાઈડર્સે 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સુરતમાં AAPના 8 કોર્પોરેટર સહિત 9 સામે રાયોટિંગનો ગુનો દાખલ, મહાનગરપાલિકામાં ઘૂસીને મચાવ્યો હતો હંગામો
સુરતમાં AAPના 8 કોર્પોરેટર સહિત 9 સામે રાયોટિંગનો ગુનો દાખલ, મહાનગરપાલિકામાં ઘૂસીને મચાવ્યો હતો હંગામો
Salary Hike: આઠમા પગાર પંચમાં સરકારી કર્મચારીઓના પગારમાં કેટલો થશે વધારો? Goldman Sachsએ કર્યો ખુલાસો
Salary Hike: આઠમા પગાર પંચમાં સરકારી કર્મચારીઓના પગારમાં કેટલો થશે વધારો? Goldman Sachsએ કર્યો ખુલાસો
Trump Tariff: વિદેશમાં બનેલી કારો પર 25 ટકા ટેરિફની ટ્રમ્પની જાહેરાત, દુનિયાભરના ઓટો સેક્ટરમાં ખળભળાટ
Trump Tariff: વિદેશમાં બનેલી કારો પર 25 ટકા ટેરિફની ટ્રમ્પની જાહેરાત, દુનિયાભરના ઓટો સેક્ટરમાં ખળભળાટ
બેન્ક ઓફ બરોડામાં બહાર પડી અનેક પદો પર ભરતી, જાણો અરજી કરવાની કઇ છે લાસ્ટ ડેટ
બેન્ક ઓફ બરોડામાં બહાર પડી અનેક પદો પર ભરતી, જાણો અરજી કરવાની કઇ છે લાસ્ટ ડેટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલનું વળગણ મારી નાખશેHun To Bolish : હું તો બોલીશ : મનફાવે ત્યાં ટોલ?Student Suicide Case : રાજકોટના ઉપલેટામાં વિદ્યાર્થીની આત્મહત્યા પહેલાનો વીડિયો આવ્યો સામેYuvrajsinh Jadeja Allegations: ભાવનગર ડિસ્ટ્રીક્ટ બેંકની ભરતીમાં કૌભાંડ:  વિદ્યાર્થી નેતા​​​​​​ યુવરાજસિંહનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતમાં AAPના 8 કોર્પોરેટર સહિત 9 સામે રાયોટિંગનો ગુનો દાખલ, મહાનગરપાલિકામાં ઘૂસીને મચાવ્યો હતો હંગામો
સુરતમાં AAPના 8 કોર્પોરેટર સહિત 9 સામે રાયોટિંગનો ગુનો દાખલ, મહાનગરપાલિકામાં ઘૂસીને મચાવ્યો હતો હંગામો
Salary Hike: આઠમા પગાર પંચમાં સરકારી કર્મચારીઓના પગારમાં કેટલો થશે વધારો? Goldman Sachsએ કર્યો ખુલાસો
Salary Hike: આઠમા પગાર પંચમાં સરકારી કર્મચારીઓના પગારમાં કેટલો થશે વધારો? Goldman Sachsએ કર્યો ખુલાસો
Trump Tariff: વિદેશમાં બનેલી કારો પર 25 ટકા ટેરિફની ટ્રમ્પની જાહેરાત, દુનિયાભરના ઓટો સેક્ટરમાં ખળભળાટ
Trump Tariff: વિદેશમાં બનેલી કારો પર 25 ટકા ટેરિફની ટ્રમ્પની જાહેરાત, દુનિયાભરના ઓટો સેક્ટરમાં ખળભળાટ
બેન્ક ઓફ બરોડામાં બહાર પડી અનેક પદો પર ભરતી, જાણો અરજી કરવાની કઇ છે લાસ્ટ ડેટ
બેન્ક ઓફ બરોડામાં બહાર પડી અનેક પદો પર ભરતી, જાણો અરજી કરવાની કઇ છે લાસ્ટ ડેટ
હવે Androidમાં આવી ગયું iPhone જેવું આ ફીચર, ફ્રેન્ડ્સ અને ફેમિલીને રાખશે સુરક્ષિત
હવે Androidમાં આવી ગયું iPhone જેવું આ ફીચર, ફ્રેન્ડ્સ અને ફેમિલીને રાખશે સુરક્ષિત
RR vs KKR: રાજસ્થાનની સતત બીજી હાર, KKR એ ખોલ્યું જીતનું ખાતું; ક્વિન્ટન ડી કોકની તોફાની બેટિંગ
RR vs KKR: રાજસ્થાનની સતત બીજી હાર, KKR એ ખોલ્યું જીતનું ખાતું; ક્વિન્ટન ડી કોકની તોફાની બેટિંગ
GPay, PhonePe સહિતની UPI સર્વિસ ડાઉન, પૈસા મોકલવામાં અને રિસીવ કરવામાં આવી રહી છે સમસ્યા
GPay, PhonePe સહિતની UPI સર્વિસ ડાઉન, પૈસા મોકલવામાં અને રિસીવ કરવામાં આવી રહી છે સમસ્યા
ઓનલાઇન સ્કેમથી મળશે છૂટકારો, WhatsApp એ આ સરકારી એજન્સી સાથે હાથ મિલાવ્યો
ઓનલાઇન સ્કેમથી મળશે છૂટકારો, WhatsApp એ આ સરકારી એજન્સી સાથે હાથ મિલાવ્યો
Embed widget