Rajkot BJP : રાજકોટમાં ભાજપ નેતા પર કોણે અને કેમ કર્યો હુમલો ? જુઓ અહેવાલ
Rajkot BJP : રાજકોટમાં ભાજપ નેતા પર કોણે અને કેમ કર્યો હુમલો ? જુઓ અહેવાલ
રાજકોટમાં ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા અને તેમના ભાઈ રવિરાજસિંહ જાડેજા ઉપર જીવલેણ હુમલો થયો છે. સની પાજીકા ઢાબાના સંચાલક સની અને તેના સાગરિતોએ છરીથી હુમલો કર્યાનો આરોપ છે. ઈજાગ્રસ્ત ડેપ્યુટી મેયર અને તેમના ભાઈને પ્રથમ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા, જોકે નરેન્દ્રસિંહ જાડેજાને વધુ ઈજા થતાં સારવાર માટે અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
સની પાજીકા ઢાબામાં મારામારી થયા બાબતે પોલીસ કંટ્રોલ રૂમને ફોન મળ્યો હતો. ફોન મળતા પીસીઆર વેન અને બાજી સહિતનાને પોલીસ સ્ટેશને લાવી છે. આ મામલે અત્યારે કારવાહી ચાલુ છે. કયા કારણોસર હુમલો કરવામાં આવ્યો છે તેની સ્પષ્ટ જાણકારી પ્રાપ્ત નથી થઈ. હાલ તો બે લોકો સારવાર હેઠળ છે. હુમલો કરવાનો જેની ઉપર આરોપ છે એ સની નામનો વ્યક્તિ, તેની ધરપકડ કરીને તેની સામે પણ કાયદાકીય કારવાહી શરૂ કરી દેવામાં આવી છે.
પોલીસ અત્યારે એ જાણી રહી છે કે ખરેખર હુમલો કર્યો છે કોણે? આરોપ અત્યારે લાગ્યો છે જેને લઈને પુરાવા એકત્ર કરવા માટે પણ તપાસ કરવામાં આવી રહી છે. સીસીટીવી ફૂટેજથી લઈને પ્રત્યક્ષ દર્શિઓની પૂછપરછનો દોર પણ શરૂ થઈ ગયો છે. જામનગર રોડ ઉપર આવેલું છે સનીપાજીકા ઢાબા. અહીંયા સીસીટીવી ફૂટેજ છે કે નહીં તેની પણ પોલીસ તપાસ કરશે.