શોધખોળ કરો
ઓક્ટોબર મહિનામાં બેંકોમાં સૌથી વધુ રજા, જાણો ક્યા-ક્યા દિવસ બંધ રહેશે બેંકો

નવી દિલ્લી: ઓકટોબર મહિનો શરૂ થઈ ગયો છે. આ મહિનો તહેવારોનો મહિનો છે. આ મહિનામાં બીજા અને ચોથા શનિવાર સહિત 10થી 11 દિવસ બેંકો બંધ રહેશે, આથી નાણાંકીય કામોનું આયોજન કરીને તેને પુરા નહીં કરવામાં આવે તો તહેવારોના સમયમાં નાણાંકીય સમસ્યાઓનો સામનો કરવો પડે તેવું બની શકે છે. 8 ઓકટોબરે બીજો શનિવાર છે અને 9મીએ રવિવાર છે એટલે બે દિવસ સતત બેંક બંધ રહેશે. ત્યારબાદ 11 ઓકટોબરે દશેરા અને 12 ઓકટોબરે મોહરમના કારણે બેંકોમાં રજા રહેશે. સતત પાંચ દિવસમાં માત્ર વચ્ચેનો એક દિવસ બેંક ચાલુ રહેશે. ઓકટોબર મહિનાના અંતમાં 30મી અને 31મીએ બેંકોમાં દિવાળીની અને રવિવારની રજા આવે છે. બેંકોમાં એકસાથે આટલી બધી રજાઓના કારણે નાણાંકીય કામકાજો ખોરવાશે.
વધુ વાંચો





















