જો બે-ત્રણ સપ્તાહ સુધી એક જ માસ્કનો ઉપયોગ કરતાં હો તો થઈ જાવ સાવધાન, થઈ શકે છે મ્યુકરમાઈકોસિસ
ફંગસ સંક્રમણ મહામારી સુધી પહોંચી તેનું સૌથી મોટું કારણ અનિયંત્રિત ડાયાબિટિસ અને ટોસિલિઝુમેબ સાથે સ્ટેરોયડનો ઉપયોગ છે. ઓક્સિજન સપોર્ટ પર રહેલા દર્દીઓને વધારે ખતરો હોય છે.
નવી દિલ્હીઃ કોરોના સંક્રમણની (Coronavirus Cases India) હવે ધીમે ધીમે કાબૂમાં આવી રહ્યું છે ત્યારે હવે બ્લેક ફંગસ (Black Fungus) એટલે કે મ્યુકરમાઈકોસિસના (Mucormycosis) રોગચાળાએ હાહાકાર મચાવ્યો છે. કેંદ્રના સતાવાર આંકડા જોવા જઈએ તો દેશમાં બ્લેક ફંગસથી 8 હજાર 848 લોકો શિકાર થયા છે. હાલ દેશના 14 રાજ્યોએ મ્યુકરમાઈકોસિસને મહામારી ઘોષિત કરી છે. શનિવારે ઉત્તરાખંડ, બિહાર અને મધ્યપ્રદેશે બ્લેક ફંગસને મહામારી જાહેર કરી છે.
ગુજરાતમાં સૌથી વધુ કેસ
ગુજરાતમાં મ્યુકરમાઈકોસિસના સૌથી વધુ કેસ નોંધાયા છે. સરકારી આંકડા મુજબ ગુજરાતમાં 2 હજાર 281 કેસ નોંધાયા તો બિન સત્તાવાર રીતે 5 હજારથી વધુ કેસ છે. ગુજરાત બાદ બીજા ક્રમે મહારાષ્ટ્ર છે. મહારાષ્ટ્રમાં સરકારી ચોપડે 2 હજાર કેસ નોંધાયા છે. કેંદ્રીય આરોગ્ય મંત્રાલયે દાવો કર્યો કે સ્ટિરોયડનો બેફામ ઉપયોગ અટકે તો બ્લેક ફંગસના કેસો અટકાવી શકાય. નીતિ આયોગના સભ્ય ડૉ. વી. કે. પોલે કહ્યું કે આપણે મ્યુકરમાઈકોસિસ સામે લડવાનું છે આ રોગ હવે મહામારી બની ચૂક્યો છે. વધુમાં કહ્યું કોરોનાને હરાવવામાં સ્ટિરોયડ વંડર ડ્રગ્સ છે. પરંતું તેનો વધુ પડતો ઉપયોગ મ્યુકરમાઈકોસિસ જેવી મહામારી નોતરી શકે છે.
કોરના દર્દી માટે ઠંડો ઓક્સિજન ખતરનાક
ડૉ. પી શરત ચંદ્રએ (Professor of Neurosurgery at AIIMS Dr P Sarat Chandra) કહ્યું કે, કોરોના વાયરસ દર્દીને સીધો ઠંડો ઓક્સિજન આપવો ખતરનાક છે. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે બે થી ત્રણ સપ્તાહ સુધી એક જ માસ્કનો ઉપયોગ કરવાથી પણ બ્લેક ફંગસ (મ્યુકરમાઈકોસિસ)નો ખતરો ઉભો થાય છે. બ્લેક ફંગસના મામલા ઘટાડવા માટે દર્દીઓને એન્ટી ફંગલ દવા પોસાકોનાઝોલ આપી શકાય છે. ફંગલ સંક્રમણ નવું નથી પરંતુ તે મહામારી ક્યારેય નહોતી. આ અંગેનું સાચું કારણ આપણે જાણતા નથી.
તેમણે જણાવ્યું કે, ફંગસ સંક્રમણ મહામારી સુધી પહોંચી તેનું સૌથી મોટું કારણ અનિયંત્રિત ડાયાબિટિસ અને ટોસિલિઝુમેબ સાથે સ્ટેરોયડનો ઉપયોગ છે. ઓક્સિજન સપોર્ટ પર રહેલા દર્દીઓને વધારે ખતરો હોય છે. જો કોરોનાથી ઠીક થવામાં છ સપ્તાહ સુધી આવા લક્ષણ હોય તો બ્લેક ફંગસનો વધારે ખતરો હોય છે.
Aslo Read: દેશમાં કોરોના બાદ હવે આ રોગનો હાહાકાર, ગુજરાતમાં છે સૌથી વધુ કેસ
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ માટે કયા નેતાઓ છે રેસમાં ? જાણો મોટા સમાચાર