(Source: ECI/ABP News/ABP Majha)
Bengal Panchayat Polls: પશ્વિમ બંગાળમાં પંચાયત ચૂંટણીની જાહેરાત, એક જ તબક્કામાં 8 જૂલાઇના રોજ થશે મતદાન, બીજેપીએ સાધ્યું નિશાન
રાજ્ય ચૂંટણી કમિશનર રાજીવ સિન્હાએ જણાવ્યું હતું કે, “પંચાયતની ચૂંટણી 8મી જૂલાઈએ યોજાશે.
West Bengal Panchayat Polls: પશ્ચિમ બંગાળની પંચાયત ચૂંટણી 8મી જૂલાઈએ એક તબક્કામાં યોજાશે. રાજ્યના ચૂંટણી કમિશનર રાજીવ સિન્હાએ ગુરુવારે (8 જૂન) રાજ્યમાં પંચાયત ચૂંટણીની તારીખની જાહેરાત કરી હતી. બંગાળમાં પંચાયત ચૂંટણીની જાહેરાતને લઈને રાજકીય ખળભળાટ મચી ગયો છે.
Murder of Democracy in West Bengal.
— Suvendu Adhikari • শুভেন্দু অধিকারী (@SuvenduWB) June 8, 2023
For the 1st time ever, the Panchayat Elections have been announced unilaterally without holding a single All Party Meeting at the Block levels, District Levels or at the State Level.
There hasn't been any discussion on the security… pic.twitter.com/PnGIkBygU4
શુભેન્દુ અધિકારીએ કહ્યું- લોકશાહીની હત્યા થઈ
ભાજપના નેતા અને પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ પંચાયત ચૂંટણીની જાહેરાતને લોકશાહીની હત્યા સાથે જોડી દીધી છે. તેમણે ટ્વીટ કર્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં લોકશાહીની હત્યા કરવામાં આવી છે. પ્રથમ વખત બ્લોક સ્તર, જિલ્લા સ્તર અથવા રાજ્ય સ્તરે એક પણ સર્વપક્ષીય બેઠક યોજ્યા વિના એકતરફી રીતે પંચાયતની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે.
નંદીગ્રામના ભાજપના ધારાસભ્ય શુભેન્દુ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, "એક જ તબક્કામાં યોજાનારી ચૂંટણી માટે સુરક્ષા વ્યવસ્થા પર કોઈ ચર્ચા થઈ નથી. નોમિનેશન ભરવા માટે આપવામાં આવેલ સમયગાળો આવતી કાલથી એટલે કે 9 જૂનથી શરૂ થશે, જેની છેલ્લી તારીખ 15 જૂન છે. 10 અને 11 જૂને શનિ-રવિને કારણે કોઈ સરકારી કામ થઈ શકશે નહીં.
બીજેપી નેતા શુભેંદુ અધિકારીએ ટ્વીટમાં આગળ લખ્યું હતું કે "પશ્ચિમ બંગાળ રાજ્ય ચૂંટણી પંચનો ઈરાદો સ્પષ્ટ છે. આ જાહેરાતથી જ સ્પષ્ટ છે કે તેઓ પ્રાદેશિક TMC પાર્ટીના ફ્રન્ટ ઓર્ગેનાઈઝેશન તરીકે સક્રિય રીતે કામ કરશે.
શુભેન્દુ અધિકારીએ ટ્વીટ કર્યું હતું કે મુખ્યમંત્રી મમતા બેનર્જી અને રાજ્ય ચૂંટણી કમિશનર રાજીવ સિન્હા ચૂંટણી દરમિયાન સંભવિત હિંસાને કારણે જે પણ દુર્ઘટના સર્જાશે તેના માટે જવાબદાર રહેશે.
ભાજપના આઈટી વિભાગના પ્રભારી અને પશ્ચિમ બંગાળ માટે પાર્ટીના સહ-ઈન્ચાર્જ અમિત માલવિયાએ કહ્યું હતું કે શા માટે મુખ્યમંત્રી મમતા બેનર્જી ચૂંટણી કરાવવાનું નાટક કરી રહ્યા છે, તેઓ સીધા પરિણામ જાહેર કરી શકે છે.
અમિત માલવિયાએ ટ્વીટ કર્યું હતું કે "આજે (8 જૂન) સાંજે 5:30 વાગ્યે મમતા બેનર્જીની સૂચના પર પશ્ચિમ બંગાળ રાજ્ય ચૂંટણી પંચે 8 જૂલાઈએ પંચાયત ચૂંટણી યોજવાની જાહેરાત કરી છે." નામાંકન આવતીકાલથી એટલે કે 9મી જૂનથી શરૂ થશે અને છેલ્લી તારીખ 15મી જૂન (રવિવાર સિવાય) છે. રાજ્યભરમાં લગભગ 74,000 નોંધણી માટે માત્ર 5 દિવસ બાકી છે! છેતરપિંડી શરૂ થઈ ગઈ છે. અન્ય રાજકીય પક્ષોના ઉમેદવારોને ફાઇલ કરતા અટકાવવા માટે નામાંકન માટેની ટૂંકી વિન્ડો. મમતા બેનર્જી ચૂંટણીનું નાટક કેમ કરી રહી છે? તે સીધું પરિણામ જાહેર કરી શકે છે.
બંગાળમાં પંચાયત ચૂંટણીની મતગણતરી 11 જૂલાઈએ થશે
રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ રાજ્ય ચૂંટણી કમિશનર રાજીવ સિન્હાએ જણાવ્યું હતું કે, “પંચાયતની ચૂંટણી 8મી જૂલાઈએ યોજાશે. 15 જૂન સુધી ઉમેદવારી નોંધાવી શકાશે. નામાંકન પાછું ખેંચવાની છેલ્લી તારીખ 20 જૂન છે. 11મી જૂલાઈના રોજ મતદાન થશે. ત્રિ-સ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થામાં ગ્રામ પંચાયત, પંચાયત સમિતિ અને જિલ્લા પરિષદનો સમાવેશ થાય છે.