શોધખોળ કરો

કોરોનાની ત્રીજી લહેરના ભણકારા? દેશના આ શહેરમાં એક સપ્તાહમાં 300 બાળકોને થયો કોરોના

દેશમાં કોરોના વાયરસનો કહેર હજુ ખત્મ થયો નથી. કોરોનાની બીજી લહેર હજુ પુરી થઇ નથી ત્યાં ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે.

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસનો કહેર હજુ ખત્મ થયો નથી. કોરોનાની બીજી લહેર હજુ પુરી થઇ નથી ત્યાં ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે. દેશના અનેક રાજ્યોએ નિયંત્રણો હળવા કરવાની શરૂઆત કરી છે તો કેટલાક સ્થળો પર નવા કેસની વધતી સંખ્યાએ ચિંતા વધારી છે. સૌથી મહત્વની વાત એ છે કે હવે સ્કૂલ ખોલવાના કારણે બાળકો પર ખતરો મંડરાઇ રહ્યો છે. કર્ણાટકમાં બેંગલુરુમાં એ પ્રકારના પરિણામો જોવા મળી રહ્યા છે.

કર્ણાટકના બેંગલુરુમાં તાજેતરમાં જાહેર કરાયેલા આંકડાઓએ ડર પેદા કર્યો છે. અહી લગભગ છ દિવસમાં 300થી વધુ બાળકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. બેંગલુરુ જેવા મોટા શહેરના આ આંકડાઓ રાજ્યમાં સૌથી ઝડપથી વધ્યા છે. બેંગલુરુ પ્રશાસને આંકડાઓ જાહેર કર્યા છે જેમાં 0 થી 9 વર્ષના લગભગ 127 અને 10 થી 19 વર્ષના લગભગ 174 બાળકો કોરોના પોઝિટીવ આવ્યા છે. આ આંકડા પાંચ ઓગસ્ટથી 10 ઓગસ્ટ વચ્ચેના છે.

કર્ણાટક સિવાય ઉત્તર ભારતની વાત કરીએ તો અહી પણ સ્કૂલ-કોલેજ ખુલ્યા બાદ વિદ્યાર્થીઓમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. હિમાચલ પ્રદેશમાં લગભગ 62 વિદ્યાર્થીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. પંજાબમાં પણ 27 સ્કૂલના બાળકો કોરોના પોઝિટીવ આવ્યા હતા.હરિયાણાની સ્કૂલોમાં પણ કોરોના કેસ વધ્યા છે. હિમાચલ પ્રદેશે 22 ઓગસ્ટ સુધી સ્કૂલો બંધ રાખવાની વાત કહી છે. પંજાબે પણ સ્કૂલોમાં નિયંત્રણો વધારવાની તૈયારી બતાવી છે. નોંધનીય છે કે હરિયાણામાં નવથી 12 સુધીના વર્ગો જૂલાઇમાં ખોલી દેવામાં આવ્યા હતા. જ્યારે પંજાબે ઓગસ્ટની શરૂઆતમાં સ્કૂલ ખોલ્યા હતા. હરિયાણાએ 2 ઓગસ્ટથી 9-12 સુધી વિદ્યાર્થીઓને સ્કૂલમાં બોલાવવાના શરૂ કરી દીધા હતા. નોંધનીય છે કે દેશમાં કોરોના સંક્રમણના કેસોમાં ફરી વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 41,576 નવા કેસ નોંધાયા છે. 39,125 દર્દી સાજા થયા અને 491 લોકોનાં મોત થયાં.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી

શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન

ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે

અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા

આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ

પિતા અને ભાઈ બન્યા હેવાન, 8 મહિના સુધી સગીરા પર આચર્યું દુષ્કર્મ, પીડિતાની વ્યથા સાંભળી પોલીસ રહી ગઈ સ્તબ્ધ

લાખો મોબાઈલ યુઝર્સની ચિંતા વધી, 1 ઓક્ટોબરથી ઓનલાઈન પેમેન્ટ કરવામાં મુશ્કેલી આવશે?

Embed widget