શોધખોળ કરો
Advertisement
કેજરીવાલ સરકારે દિલ્લીમાં ખાનગી સ્કૂલોની ફી અંગે શું લીધો મોટો નિર્ણય?
દિલ્હીના નાયબ મુખ્યમંત્રીએ કહ્યું, કોઈ સ્કૂલ ત્રણ મહિનાથી વધારે ફી લઈ નહીં શકે, માત્ર ટ્યૂશન ફી લેવામાં આવશે એ પણ દર મહિને લેવાની રહેશે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસના સંકટ અને લોકડાઉનની વચ્ચે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ખાનગી સ્કૂલને લઈને મોટી જાહેરાત કરી છે. દિલ્હી સરકારે નિર્ણય કર્યો છે કે કોઈપણ ખાનગી સ્કૂલ સરકારની મંજૂરી વગર ફીમાં વધારો નહીં કરી શકે. ઉપરાંત સ્કૂલ, ટ્રાન્સપોર્ટેશન ફીસ પણ વસૂલી નહીં શકે.
મનીષ સિસોદિયાએ કહ્યું, “મારા ધ્યાનમાં એ વાત આવી છે કે અનેક સ્કૂલો મનમાની રીતે ફી ઉઘરાવી રહી છે, સ્કૂલ બંધ હોય તેમ છતાં ટ્રાન્સપોર્ટેશન ફી વસૂલવામાં આવી રહી છે. પ્રાઈવેટ સ્કૂલોને આટલી નીચલી કક્ષાએ ઉતરવાની જરૂરત નથી.” તેમણે કહ્યું, “દિલ્હી સરકારે નિર્ણય કર્યો છે કે કોઈપણ ખાનગી શાળા સરકારની મંજૂરી વગર ફીસ વધારી નહીં શકે. હાલમાં બાળકો દ્વારા ફી ન આપવાને કારણે તેમનું ઓનલાઈન ક્લાસમાંથી નામ હટાવવું યોગ્ય નથી.”
સિસોદિયાએ કહ્યું, “તમામ પ્રાઈવેટ સ્કૂલ પોતાના સ્ટાફને સમય પર પગાર આપે. જો કોઈ મુશ્કેલી હોયતો પેરેન્ટ્સ સંસ્થાની મદદથી પોતાના સ્ટાફને પગાર આપવો જોઈએ. તેમાં કોઈ બહાનું નહીં ચાલે. જે સ્કૂલ તેનું પાલન નહીં કરે તેના પર ડિઝાસ્ટર એક્ટ અને દિલ્હી સ્કૂલ એક્ટ અંતર્ગત કાર્યવાહી થશે.”
દિલ્હીના નાયબ મુખ્યમંત્રીએ કહ્યું, “કોઈ સ્કૂલ ત્રણ મહિનાથી વધારે ફી લઈ નહીં શકે, માત્ર ટ્યૂશન ફી લેવામાં આવશે એ પણ દર મહિને લેવાની રહેશે. ટ્રાન્સપોર્ટેશન ફીર પર પ્રતિબંધ લાગશે. જે માતા પિતા પોતાના બાળકોની ફી આપવામાં અસમર્થ છે તે ચિંતા ન કરે. તેમના બાળકનું નામ ઓનલાઈન ક્લાસમાંથી હટાવવામાં નહીં આવે.”
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion