શોધખોળ કરો

બિહારમાં ઐતિહાસિક જીત પર બોલ્યા PM મોદી, કહ્યું, - 'લોકોએ અમારા વિઝનને જોઈ અમને બહુમતી આપી'

બિહારમાં ભાજપની પ્રચંત જીત પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રથમ પ્રતિક્રિયા આવી છે. પીએમ મોદીએ તેને વિકાસ અને સુશાસનની જીત ગણાવી છે.

Bihar assembly election result: બિહારમાં ભાજપની પ્રચંત જીત પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રથમ પ્રતિક્રિયા આવી છે. પીએમ મોદીએ તેને વિકાસ અને સુશાસનની જીત ગણાવી છે.  તેમણે કહ્યું, "આ સામાજિક ન્યાય અને જન કલ્યાણની ભાવનાની જીત છે. બિહારના મારા પરિવારજનોનો ખૂબ ખૂબ આભાર, જેમણે 2025ની વિધાનસભા ચૂંટણીમાં NDAને ઐતિહાસિક અને અભૂતપૂર્વ જીતના આર્શીવાદ આપ્યા છે.  આ પ્રચંડ જનાદેશ અમને લોકોની સેવા કરવા અને બિહાર માટે નવા સંકલ્પ સાથે કામ કરવા માટે સશક્ત બનાવશે."

પ્રધાનમંત્રી મોદીએ તમામ NDA પક્ષોને અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું, "NDA એ રાજ્યમાં સર્વાંગી વિકાસ કર્યો છે. લોકોએ અમારા ટ્રેક રેકોર્ડ અને રાજ્યને નવી ઊંચાઈઓ પર લઈ જવાના અમારા વિઝનને જોઈ અમને પ્રચંડ બહુમતી આપી છે. હું મુખ્યમંત્રી નીતિશ કુમાર અને અમારા NDA પરિવારના સાથીઓ ચિરાગ પાસવાનજી, જીતન રામ માંઝીજી અને ઉપેન્દ્ર કુશવાહાજીને આ શાનદાર જીત માટે હૃદયપૂર્વક અભિનંદન આપું છું."

પીએમ મોદીના અનુસાર, જનતાએ વિકાસના એજન્ડાને ધ્યાનમાં રાખીને મતદાન કર્યું. તેમણે કહ્યું, "હું દરેક NDA કાર્યકર્તાનો આભાર માનું છું જેમણે અથાક મહેનત કરી છે. તેઓ લોકોની વચ્ચે ગયા અને અમારા વિકાસના એજન્ડાને આગળ ધપાવ્યો અને વિપક્ષના દરેક જુઠ્ઠાણાને જોરદાર જવાબ આપ્યો. હું  હૃદયથી તેમની પ્રશંસા કરું છું." 

પીએમ મોદીએ બિહારના લોકોને વિવિધ ક્ષેત્રોમાં વધુ પ્રગતિની ખાતરી આપી. તેમણે કહ્યું, "આગામી વર્ષોમાં, અમે બિહારના વિકાસ, તેના માળખાગત સુવિધાઓને વધારવા અને રાજ્યની સંસ્કૃતિને નવી ઓળખ આપવા માટે અથાક મહેનત કરીશું. અમે ખાતરી કરીશું કે બિહારના યુવાનો અને મહિલાઓને સમૃદ્ધ જીવન માટે પુષ્કળ તકો મળે." 

પ્રારંભિક વલણો સૂચવે છે કે NDA એ નોંધપાત્ર લીડ સ્થાપિત કરી છે. અત્યાર સુધીમાં, NDA બહુમતી માટે 122 બેઠકોનો જાદુઈ આંકડો પાર કરી ચૂક્યું છે. NDA હાલમાં 200 થી વધુ બેઠકો પર લીડ મેળવી છે.  આ ચૂંટણીમાં ભાજપ અત્યાર સુધીમાં 91 બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી રહ્યો હોય તેવું લાગે છે. JDU 83 બેઠકો, LJP(R) 19, HAM 5 અને RLM 4 બેઠકો જીતવાનો અંદાજ છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી રાષ્ટ્રીય ટીમ જાહેર: 10 મહિલાઓને મળ્યું સ્થાન, જાણો કોને કઈ જવાબદારી?
ભાજપની નવી રાષ્ટ્રીય ટીમ જાહેર: 10 મહિલાઓને મળ્યું સ્થાન, જાણો કોને કઈ જવાબદારી?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Embed widget