શોધખોળ કરો
બિહારમાં બીજેપીએ જેડીયુને આપ્યો સીટોની નવી ફોર્મ્યૂલા, 50-50 ટકા બેઠકો પર લડી શકે છે બન્ને
આ વર્ષના અંતમાં બિહારમાં વિધાનસભા ચૂંટણી યોજાઇ શકે છે. આ પહેલા ચૂંટણીનો ફોર્મ્યૂલા પ્રશાંત કિશોરે આપ્યો હતો, તેને નકારી દેવામાં આવ્યો હતો
![બિહારમાં બીજેપીએ જેડીયુને આપ્યો સીટોની નવી ફોર્મ્યૂલા, 50-50 ટકા બેઠકો પર લડી શકે છે બન્ને bihar assembly election seats pre planning between bjp and jdu બિહારમાં બીજેપીએ જેડીયુને આપ્યો સીટોની નવી ફોર્મ્યૂલા, 50-50 ટકા બેઠકો પર લડી શકે છે બન્ને](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/01/16092522/JDU-01.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ બિહાર વિધાનસભા ચૂંટણીમાં લોકસભાની ફોર્મ્યૂલા લાગુ થઇ શકે છે. કહેવાઇ રહ્યુ છે કે બીજેપીએ જેડીયુને બેઠકોનો નવી ફોર્મ્યૂલા આપી છે. બીજેપી સુત્રો અનુસાર, બીજેપી અને જેડીયુ બન્ને 50-50 ટકા બેઠકો પર ચૂંટણી લડી શકે છે. જોકે, હજુ આના પર સત્તાવાર કોઇ જાહેરાત સામે આવી નથી. હજુ ચૂંટણીને આઠ-નવા મહિના બાકી છે.
આ વર્ષના અંતમાં બિહારમાં વિધાનસભા ચૂંટણી યોજાઇ શકે છે. આ પહેલા ચૂંટણીનો ફોર્મ્યૂલા પ્રશાંત કિશોરે આપ્યો હતો, તેને નકારી દેવામાં આવ્યો હતો.
તાજેતરમાં જ જેડીયુના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોરે બે ફોર્મ્યૂલા આપ્યા હતા, જેમાં એક 2010માં બિહાર વિધાનસભાની ફોર્મ્યૂલા આપી હતી.
બીજો ફોર્મ્યૂલા એવો હતો, જેમાં જો એક બેઠક પર બીજેપી ચૂંટણી લડે છે તો 1.4 બેઠકો પર જેડીયુ ચૂંટણી લડશે. એટલે કે લગભગ દોઢ સીટોની ફોર્મ્યૂલા છે.
નોંધનીય છે કે, 2015ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં રાજ્યમાં જેડીયુએ 71 બેઠકો પર અને બીજેપીએ 53 બેઠકો પર જીત મેળવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)