Bihar BJP Candidate List 2025: બિહારમાં 71 બેઠકો પર ભાજપે જાહેર કર્યા ઉમેદવારોના નામ, જાણો કોને મળી ટિકિટ?
Bihar BJP Candidate List 2025: ભારતીય જનતા પાર્ટીએ બિહાર વિધાનસભા ચૂંટણી 2025 માટે પોતાની પ્રથમ યાદી જાહેર કરી છે

BJP releases first list of 71 candidates for Bihar Assebly elections. Deputy CM Samrat Choudhary to contest from Tarapur, Deputy CM Vijay Kumar Sinha from Lakhisarai, State Minister Nitin Nabin from Bankipur and Renu Devi to contest from Bettiah. pic.twitter.com/brXr2q2Ym7
— ANI (@ANI) October 14, 2025
ભાજપે 2025ની બિહાર વિધાનસભા ચૂંટણી માટે પોતાની પહેલી યાદી જાહેર કરી છે, જેમાં કુલ 71 ઉમેદવારોના નામ છે. પાર્ટીના વરિષ્ઠ નેતા સમ્રાટ ચૌધરીને તારાપુર બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. રામ કૃપાલ યાદવને પણ દાનાપુર બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
યાદી મુજબ, નંદ કિશોર યાદવની ટિકિટ કાપવામાં આવી છે. રત્નેશ કુશવાહાને પટના સાહિબથી ચૂંટણી લડવાની તક આપવામાં આવી છે. આ યાદીમાં કુલ 71 ઉમેદવારોના નામ છે. NDAમાં બેઠકોની વહેંચણી પછી ભાજપને 101 બેઠકો મળી છે. બાકીની બેઠકો માટેના ઉમેદવારોની જાહેરાત બીજી યાદીમાં કરવામાં આવશે.
નંદ કિશોર યાદવ ઉપરાંત, રીગાથી મંત્રી મોતીલાલ પ્રસાદની ટિકિટ કાપવામાં આવી છે. ઔરાઈથી રામસૂરત રાયની ટિકિટ કાપવામાં આવી છે. MLC અને આરોગ્ય પ્રધાન મંગલ પાંડેને સિવાનથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
યાદીમાં અન્ય અગ્રણી નામોમાં રેણુ દેવી (બેતિયા), પ્રમોદ કુમાર સિંહા (રક્સૌલ), શ્યામબાબુ પ્રસાદ યાદવ (પિપરા) અને નીતિશ મિશ્રા (ઝંઝારપુર)નો સમાવેશ થાય છે. કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક બાદ આ યાદી જાહેર કરવામાં આવી હતી, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ગૃહ પ્રધાન અમિત શાહ અને અન્ય વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.
6 નવેમ્બરે મતદાન થશે.
બિહાર વિધાનસભા ચૂંટણીનો પ્રથમ તબક્કો 6 નવેમ્બરે 18 જિલ્લાઓની 121 વિધાનસભા બેઠકો માટે યોજાશે. જાહેરનામું બહાર પડતાની સાથે જ નામાંકન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. નામાંકન માટેની છેલ્લી તારીખ 17 ઓક્ટોબર છે, જ્યારે નામાંકન પત્રોની ચકાસણી 18 ઓક્ટોબરે થશે. ઉમેદવારો 20 ઓક્ટોબર સુધી પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચી શકે છે
પ્રથમ તબક્કામાં આવરી લેવામાં આવેલા જિલ્લાઓ અને બેઠકો
પ્રથમ તબક્કામાં 18 જિલ્લાઓની 121 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. આ જિલ્લાઓમાં પટના, ભોજપુર, બક્સર, ગોપાલગંજ, સિવાન, સારણ, મુઝફ્ફરપુર, વૈશાલી, દરભંગા અને સમસ્તીપુરનો સમાવેશ થાય છે. તે સિવાય મધેપુરા, સહરસા, ખગડિયા, બેગુસરાય, મુંગેર, લખીસરાય, શેખપુરા અને નાલંદામાં પણ મતદાન થશે.





















