Bihar Election 2025: RJDએ જાહેર કરી 143 ઉમેદવારોની યાદી, તેજ પ્રતાપ યાદવ વિરુદ્ધ ઉતાર્યો ઉમેદવાર
આ વખતે RJD એ 18 લઘુમતી ઉમેદવારો અને 24 મહિલા ઉમેદવારોને ટિકિટ આપી છે. RJD એ મહુઆથી મુકેશ રોશનને ઉમેદવાર બનાવ્યા છે, જે તેજ પ્રતાપ યાદવ સામે ચૂંટણી લડશે.

રાષ્ટ્રીય જનતા દળ (RJD) એ 2025ની બિહાર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. પાર્ટીએ કુલ 143 બેઠકો માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે. તેજસ્વી યાદવના નેતૃત્વ હેઠળ બહાર પાડવામાં આવેલી આ યાદીમાં યુવાનો, મહિલાઓ અને લઘુમતી સમુદાયોને પ્રાથમિકતા આપવામાં આવી છે. RJD એ મહુઆથી મુકેશ રોશનને ઉમેદવાર બનાવ્યા છે, જે તેજ પ્રતાપ યાદવ સામે ચૂંટણી લડશે.
बिहार विधानसभा चुनाव-2025 के लिए राष्ट्रीय जनता दल द्वारा चयनित प्रत्याशियों की सूची।
— Rashtriya Janata Dal (@RJDforIndia) October 20, 2025
सभी उम्मीदवारों को हार्दिक बधाई एवं विजय की अग्रिम शुभकामनाएं। #Bihar #RJD pic.twitter.com/QI7ckgoIQ6
આ વખતે RJD એ 18 લઘુમતી ઉમેદવારો અને 24 મહિલા ઉમેદવારોને ટિકિટ આપી છે. પાર્ટીએ આને સામાજિક સંવાદિતા અને પ્રતિનિધિત્વનું પ્રતિક ગણાવ્યું છે. વિપક્ષના નેતા તેજસ્વી યાદવ ફરી એકવાર તેમના પરંપરાગત ગઢ ગણાતા રાઘોપુર બેઠક પરથી ચૂંટણી લડશે.
યાદીમાં ઘણા અગ્રણી અને જાણીતા નામોનો સમાવેશ થાય છે.
ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી જય પ્રકાશ યાદવને ઝાઝાથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. છ વખત ધારાસભ્ય રહેલા લલિત યાદવને દરભંગા ગ્રામીણથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. લાલુ પ્રસાદ યાદવના નજીકના માનવામાં આવતા ભોલા યાદવ બહાદુરપુર બેઠક પરથી ચૂંટણી લડશે.
ભૂતપૂર્વ વિધાનસભા અધ્યક્ષ અવધ બિહારી ચૌધરી સિવાનથી RJD ઉમેદવાર રહેશે. દિવંગત બાહુબલી નેતા શહાબુદ્દીનના પુત્ર ઓસામા શહાબને રઘુનાથપુર બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે, જે ચર્ચાનો વિષય બની ગઈ છે. વધુમાં, ભોજપુરી સુપરસ્ટાર ખેસારી લાલ યાદવને છપરા બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે, જેના કારણે ત્યાંની ચૂંટણી અત્યંત રસપ્રદ બની છે.
દરમિયાન, ચંદ્રશેખરને મધેપુરાથી ટિકિટ આપવામાં આવી છે. બાહુબલી નેતા સૂરજભાન સિંહની પત્ની વીણા દેવીને મોકામા બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવી છે. દિગ્ગજ નેતા ઉદય નારાયણ ચૌધરીને ઝાઝા વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આરજેડીની યાદી જાહેર થતાં ત્રણ બેઠકો એવી ઉભરી આવી છે જ્યાં મહાગઠબંધનના પક્ષો વચ્ચે સીધી સ્પર્ધા છે. વૈશાલીમાં કોંગ્રેસના ઉમેદવાર અજય કુશવાહા અને આરજેડી ઉમેદવાર સંજીવ કુમાર સામસામે છે.
લાલગંજમાં કોંગ્રેસના ઉમેદવાર આદિત્ય કુમાર અને આરજેડી ઉમેદવાર શિવાની શુક્લા એકબીજા ચૂંટણી લડશે છે. સિકંદરામાં કોંગ્રેસના ઉમેદવાર વિનોદ ચૌધરી અને આરજેડી ઉમેદવાર ઉદય નારાયણ ચૌધરી પણ સામસામે છે.





















