Bihar Floor Test: નીતિશ કુમારે જીત્યો વિશ્વાસ મત, જાણો કેટલા મળ્યા મત
બિહાર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ પહેલા નીતિશ કુમારે સંબોધન કર્યુ હતું. જેમાં તેમણે કહ્યું, અમે સમાજના દરેક વર્ગ માટે કામ કર્યુ.
Bihar Floor Test: બિહાર વિધાનસભામાં નીતિશ કુમારે વિશ્વાસ મત જીતી લીધો છે. તરફેણમાં 129 વોટ પડ્યા. વિશ્વાસ મત વખતે વિપક્ષે વોક આઉટ કર્યુ હતું.
બિહાર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ પહેલા નીતિશ કુમારે સંબોધન કર્યુ હતું. જેમાં તેમણે કહ્યું, અમે સમાજના દરેક વર્ગ માટે કામ કર્યુ. નીતિશ કુમારે કહ્યું કે અમારા પહેલા તેમના માતા-પિતાને 15 વર્ષ કામ કરવા મળ્યું હતું. તેમણે શું કર્યું? ત્યાં કોઈ રસ્તો હતો? અમે હિંદુ-મુસ્લિમ સંઘર્ષ અટકાવ્યો. લોકો સાંજના સમયે બહાર નીકળવામાં ડરતા હતા.
નીતિશ કુમારે કહ્યું કે અમે બધાને એક કરવાનો પ્રયાસ કર્યો. કંઇક થયુ? કોંગ્રેસ ડરી ગઈ હતી. અમે કહ્યું કે અન્ય પક્ષોને એક કરો. ત્યારે અમને ખબર પડી કે તેમના પિતા (લાલુ યાદવ) પણ તેમની સાથે હતા. અમે કોઈને નુકસાન નહીં પહોંચાડીએ. સૌના હિતમાં કામ કરીશું.
નીતિશ કુમારે કહ્યું કે પૈસા ક્યાંથી આવ્યા, અમે દરેકની તપાસ કરાવીશું. તમારી પાર્ટી યોગ્ય નથી કરી રહી. જ્યારે તમને સમસ્યા હોય ત્યારે અમારો સંપર્ક કરો. અમે તમારું કામ કરીશું. રાજ્યના હિતમાં કામ કરશે. અમે ત્રણેય હંમેશા સાથે રહીશું.
#WATCH | Bihar CM Nitish Kumar's government wins Floor test after 129 MLAs support the resolution.
— ANI (@ANI) February 12, 2024
The opposition walked out from the State Assembly. pic.twitter.com/Xr84vYKsbz