શોધખોળ કરો

Bihar Governor Accident: બિહારના રાજ્યપાલના કાફલાને નડ્યો અકસ્માત, અનેક લોકો ઘાયલ

રાજ્યપાલ એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે મુઝફ્ફરપુર જવા રવાના થયા હતા. દરમિયાન હાજીપુરના ભગવાનપુરના રતનપુરા ગામ પાસે આ અકસ્માત થયો હતો

Bihar Governor Accident: બિહારના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરના કાફલાને અકસ્માત નડ્યો છે. હાજીપુરના ભગવાનપુરના રતનપુરા ગામ પાસે આ અકસ્માત થયો હતો. આ ઘટના પટનાથી મુઝફ્ફરપુર જતી વખતે બની હતી. અકસ્માતમાં ફાયર એન્જિન પલટી ગયું હતું. જેમાં લગભગ અડધો ડઝન લોકો ઘાયલ થયા છે. તમામ ઇજાગ્રસ્તની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર એક કાર્યક્રમમાં હાજરી આપવા પટનાથી મુઝફ્ફરપુર જઈ રહ્યા હતા.

કેવી રીતે થયો આ અકસ્માત?

જણાવવામાં આવી રહ્યું છે કે રાજ્યપાલના કાફલામાં ફાયર એન્જિન ચાલી રહ્યું હતું. અનિયંત્રિત થયા બાદ ફાયર એન્જિન ડિવાઈડર ઓળંગીને રોંગ સાઈડમાં જઈને મુસાફરોથી ભરેલી રિક્ષા સાથે અથડાયું હતું. ફાયર એન્જિન અને ઓટો ડ્રાઈવર સહિત અડધો ડઝન લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોમાં એકની હાલત નાજુક છે.

સદર હોસ્પિટલમાં દાખલ

ઘટના બાદ આસપાસ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિક લોકોએ રાહત કાર્ય શરૂ કર્યું હતું. ઇજાગ્રસ્તોને તાત્કાલિક હાજીપુર સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં દરેકની સારવાર કરવામાં આવી રહી છે.

ફાયર એન્જિન કાફલાની પાછળ હતું

ઘટનાના સંદર્ભમાં પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યપાલ અથવા અન્ય કોઈ સુરક્ષા કર્મચારીઓને કંઈ થયું નથી કારણ કે ફાયર એન્જિનના કારણે આ ઘટના બની હતી. એવું કહેવામાં આવ્યું હતું કે ફાયર એન્જિન રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરના કાફલાની પાછળ ચાલી રહ્યું હતું.

ઘટના બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. થોડીવાર માટે રોડ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. અહીં સમાચાર લખાય છે ત્યાં સુધી સત્તાવાર રીતે કોઈનું નિવેદન બહાર આવ્યું નથી કે કુલ કેટલા લોકો ઘાયલ થયા છે. કન્ફર્મેશન પછી તેને અપડેટ કરવામાં આવશે.

Cheetah in MP: ચિત્તા ઓબાનને નથી ફાવી રહ્યું કુનો નેશનલ પાર્કમાં, ફરી ભાગી ગયો

Wildlife of MP: મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કના ખુલ્લા જંગલમાંથી બહાર નીકળ્યા બાદચિતા ઓબાન ફરીથી શ્યોપુરના સરહદી જિલ્લા શિવપુરીના જૌરાઈ ગામના ખેતરોમાં પહોંચી ગયો છે. આ પહેલા તે 1 એપ્રિલની રાત્રે પણ પાર્કમાંથી ભાગી ગયો હતો. ત્યાર બાદ 6 એપ્રિલે તેને બેભાન અવસ્થામાં શિવપુરીથી કુનો પરત લાવવામાં આવ્યો હતો. પાર્કમાંથી બહાર આવીને ખેતરોમાં પહોંચવાથી લોકોમાં ફરી એકવાર ભયનો માહોલ છે. તે જ સમયે વન વિભાગ અને કુનો રાષ્ટ્રીય ઉદ્યાનની એક ટીમ તેને બચાવવા અને તેને કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં પરત લઈ જવાની કવાયતમાં લાગેલી છે.

ઓબાન કુનો નેશનલ પાર્કમાંથી ક્યારે ભાગી ગયો?

કુનો મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર શનિવાર રાતથી ઓબાનનું લોકેશન પાર્કની બહાર મળ્યું છે. સવારથી સાંજ સુધી પાર્કથી લગભગ 30 કિલોમીટર દૂર જૌરાઈમાં જ જોવા મળે છે. મોનિટરિંગ ટીમો તેને ઘેરી લેવાનો અને તેને પાર્કમાં પાછો લાવવાનો પ્રયાસ કરી રહી છે.

કહેવાય છે કે શિવપુરીના બૈરડ સ્થિત જૌરાઈ ગામમાં ગામલોકોએ સૌથી પહેલા એક દીપડાને ખેતરમાં ચાલતો જોયો હતો. આ અંગેની માહિતી સ્થાનિક વનવિભાગ અને પોલીસની ટીમને આપવામાં આવી હતી.કુનોથી પીછો કરતી ટીમ પણ ચિતા પાસે પહોંચી હતી.ચિતાના આગમનને કારણે ખેતરોમાં મકાનો બનાવી રહેલા ગ્રામજનોએ ઘરના દરવાજા બંધ કરી દીધા હતા અને ધાબા પર ચઢી ગયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
Weather Update: કાલે દેશના 25 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ  
Weather Update: કાલે દેશના 25 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ  
TMC બળવાખોર સાંસદો અંગે મોટો ધડાકો: કીર્તિ આઝાદનો દાવો- 7-8 સાંસદો પર....
TMC બળવાખોર સાંસદો અંગે મોટો ધડાકો: કીર્તિ આઝાદનો દાવો- 7-8 સાંસદો પર....
DA Hike Update: 60% થી વધીને 64% થઈ શકે છે DA, જાણો પગારમાં કેટલો થશે વધારો
DA Hike Update: 60% થી વધીને 64% થઈ શકે છે DA, જાણો પગારમાં કેટલો થશે વધારો

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
Embed widget