શોધખોળ કરો
Advertisement
વરસાદથી બિહાર બેહાલ, નદીઓ છલકાઇ-14 જિલ્લામાં અપાયું રેડ એલર્ટ, જાણો વિગતે
હવામાન વિભાગે પટનામાં 30મી સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી કરી છે. જેના પગેલે બિહારના 14 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે નવ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને પટના સહિત પાંચ જિલ્લામાં યેલો એલર્ટ જાહેર કર્યું છે.
પટના: ભારે વરસાદના કારણે બિહારમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં શુક્રવારથી પડી રહેલા સતત વરસાદના કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. જેના કારણે વાહનવ્યવહાર, આરોગ્ય સેવા અને શાળાઓ પ્રભાવિત થઈ છે. પાટનગર પટનાના રસ્તાઓ પર બે થી ચાર ફૂટ સુધી પાણી ભરાઈ ગયું છે. ઉત્તરપ્રદેશના પડેલા ભયંકર વરસાદના કારણે અત્યાર સુધી 79 લોકોના મોત થયા છે.
બિહારની અનેક હોસ્પિટલોમાં પાણી ભરાતાં દર્દીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. ઉપરાંત નીતિશ સરકારના બે મંત્રીઓના બંગલાઓમાં પણ પાણી ભરાઈ ગયા હતા. પટનામાં બીજા ક્રમની સૌથી મોટી હોસ્પિટલ નાલંદા મેડિકલ કોલેજ હોસ્પિટલના પરિસરમાં પણ પાણી ભરાઈ ગયા હતા. એ જ રીતે ગરદાનિબાગ હોસ્પિટલમાં પણ પાણી ભરાતા દર્દીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા
હવામાન વિભાગે પટનામાં 30મી સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી કરી છે. જેના પગેલે બિહારના 14 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે નવ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને પટના સહિત પાંચ જિલ્લામાં યેલો એલર્ટ જાહેર કર્યું છે. પટના જિલ્લા વહીવટી તંત્રે મંગળવાર સુધી બધી જ સ્કૂલો બંધ રાખવાનો આદેશ કર્યો છે.
મુખ્યમંત્રી નીતિશ કુમારે શનિવારે ડિઝાસ્ટર વિભાગના અધિકારીઓ સાથે ઇમરજન્સી બેઠક બોલાવી હતી અને જિલ્લાના અધિકારીઓ સાથે વીડિયો કોન્ફ્રેસિંગ દ્વારા વરસાદના સ્થિતિ અંગે જાણકારી મેળવી હતી. આ દરમિયાન મુખ્યમંત્રીએ લોકોને રાહત માટે અધિકારીઓને આદેશ આપ્યા છે.
વરસાદ-પુરથી યુપીમાં હાહાકાર, બે દિવસમાં 79 લોકો મોતને ભેટ્યા, જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement