પટનામાં ગંગા કિનારે બેસી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે સેંકડો વિદ્યાર્થીઓ, તસવીર થઇ વાયરલ
વાસ્તવમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ તસવીર પટનાના ગંગા ઘાટની છે, જ્યાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ગંગા કિનારે બેસીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા જોવા મળી રહ્યા છે.
પટનાઃ બિહારના બાળકો કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રવેશ મેળવવા માટે કેટલી મહેનત કરે છે? આ અંગેની એક તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે. બિહારમાંથી જે તસવીર વાયરલ થઇ છે તે આશ્વર્યજનક તો છે પણ પ્રેરણાદાયી પણ છે.
Kids in Patna, Bihar studying for competitive exams on the banks of river Ganges. It's a picture of hope and dreams.
— Harsh Goenka (@hvgoenka) April 4, 2022
via @ParagonWorli18 pic.twitter.com/4yLn6mmWD9
વાસ્તવમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ તસવીર પટનાના ગંગા ઘાટની છે, જ્યાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ગંગા કિનારે બેસીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા જોવા મળી રહ્યા છે. આ તસવીર સોશિયલ મીડિયા પર વધુ વાયરલ થઈ ત્યારે પ્રખ્યાત ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કાએ તેને 4 એપ્રિલે તેના ટ્વિટર પેજ પર શેર કરી હતી.
બિહારની આ તસવીર ટ્વિટર પર શેર કરતા હર્ષ ગોયેન્કાએ લખ્યું, 'બિહારના પટનામાં બાળકો ગંગા નદીના કિનારે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. તે આશા અને સપનાનું ચિત્ર છે. હર્ષ ગોએન્કાએ શેર કરેલી આ તસવીરને 6000થી વધુ લોકોએ લાઈક કરી છે અને 500થી વધુ લોકોએ રીટ્વીટ કરી છે.
દેશમાં કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો તેમાં બિહારના મોટાભાગના વિદ્યાર્થીઓ અને છોકરીઓ અરજી કરે છે. આરઆરબી ગ્રુપ ડીની પરીક્ષા આ વર્ષે જૂનમાં યોજાવાની છે જેના માટે બિહારમાંથી લગભગ પાંચ લાખ ઉમેદવારોએ અરજી કરી છે. ગ્રુપ ડીમાં 103000 પોસ્ટ માટે પરીક્ષા યોજાવાની છે જેના માટે લગભગ 1 કરોડ 15 લાખ ઉમેદવારોએ અરજી કરી છે.
દરરોજ સવારે 4 થી 6 ની વચ્ચે પટના યુનિવર્સિટીની પાછળ ગંગા ઘાટ પર સાથે બેસીને પરીક્ષાની તૈયારી કરે છે. ગંગા ઘાટના કિનારે બેસીને પરીક્ષાની તૈયારી કરનારા મોટાભાગના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ પટના યુનિવર્સિટીના છે અને તેમજ યુનિવર્સિટી વિસ્તારમાં જ આવેલી હોસ્ટેલ અને લોજમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે.