શોધખોળ કરો

Jammu Kashmir: કાશ્મીરમાં ફરી શરૂ થઇ ટાર્ગેટ કિલિંગ, બાંદીપોરામાં આતંકીઓએ બિહારના મજૂરને મારી ગોળી

જમ્મુ અને કાશ્મીરમા આતંકવાદીઓએ ફરી એકવાર તેમની નાપાક યોજનાઓ પાર પાડવા માટે એક સામાન્ય નાગરિકની ગોળી મારીને હત્યા કરી હતી

Jammu Kashmir Labourer Killed: જમ્મુ અને કાશ્મીરમા આતંકવાદીઓએ ફરી એકવાર તેમની નાપાક યોજનાઓ પાર પાડવા માટે એક સામાન્ય નાગરિકની ગોળી મારીને હત્યા કરી હતી. આ ઘટના ઘાટીના બાંદીપોરા જિલ્લાના અજસમાં સ્થિત સદુનારા વિસ્તારની છે, જ્યાં ગુરુવારે આતંકવાદીઓએ એક પ્રવાસી મજૂરની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આતંકવાદીઓએ લગભગ 12.30 વાગ્યે મજૂરને ગોળી મારી હતી. જે બાદ મજૂરને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. મૃતક મજૂરની ઓળખ અમરેજના પુત્ર મોહમ્મદ જલીલ તરીકે થઈ છે, જે બિહારનો વતની છે.

સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો હતો

બાંદીપોરામાં એક બિન-સ્થાનિક નાગરિક પર આતંકવાદી હુમલા બાદ સુરક્ષા દળોએ હુમલાખોરની શોધમાં વિસ્તારની ઘેરાબંધી શરૂ કરી દીધી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના બાંદીપોરા જિલ્લાના તહસીલ અજસના સદુનારા ગામમાં બની હતી. મજૂરની ઓળખ 19 વર્ષીય મોહમ્મદ જલીલ તરીકે થઈ છે. તે મધેપુરા જિલ્લાના બેસાઢ ગામનો રહેવાસી હતો. તે બિહારથી અહીં કામ કરવા આવ્યો હતો.

આતંકવાદીઓએ બિન-કાશ્મીરી લોકોને ચેતવણી આપી હતી

ઉલ્લેખનીય છે કે ઘાટીમાં બિન-કાશ્મીરીઓ પર આતંકવાદી હુમલાઓની ઘટના યથાવત છે. ખીણમાં બિન-કાશ્મીરીઓને નિશાન બનાવીને આતંકીઓ તેમની હત્યા  કરી રહ્યા છે. એપ્રિલ મહિનાની શરૂઆતમાં આતંકવાદીઓએ દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના કાકરાન વિસ્તારમાં એક બિન-કાશ્મીરી વ્યક્તિની ગોળી મારીને હત્યા કરી હતી. આતંકવાદીઓએ બિન-સ્થાનિકોને ઘાટી છોડી દેવાની ચેતવણી આપી છે. આતંકવાદીઓ આ રીતે બિન-કાશ્મીરી લોકોની હત્યા કરીને ત્યાં ભયનું વાતાવરણ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

બિન કાશ્મીરીઓમાં ગભરાટ

નોંધનીય છે કે  કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા ટાર્ગેટ કિલિંગની આ ઘટનાઓને કારણે ત્યાં કામ કરતા સરકારી કર્મચારીઓ અને પરપ્રાંતિય મજૂરોમાં ભયનો માહોલ છે. છેલ્લા કેટલાક મહિનામાં ઘાટીમાં આવી ટાર્ગેટ કિલિંગની ઘટનાઓમાં વધારો થયો છે.

 

KUDO : અક્ષય કુમારના કુડો ઇન્ટરનેશનલ ફેડરેશન ઇન્ડિયાનું ગુજરાત ચેપ્ટર વિવાદમાં, આક્ષેપ કરનાર વાલી સામે 1 કરોડનો દાવો, જાણો સમગ્ર મામલો

IND vs ZIM: ઝિમ્બાબ્વે સામે કપ્તાની કરવા તૈયાર છે આ સ્ટાર ઓપનર બેટ્સમેન, BCCIએ કરી જાહેરાત

GIL SCAM : ગુજરાત ઈન્ફોર્મ્ટીક્સ લીમીટેડમાં 38 કરોડથી વધુના કૌભાંડમાં આરોપીઓની સંપત્તિઓ જપ્ત

KBC 14: પતિ-પત્નીની નોકરી જાણીને બચ્ચને હાથ જોડ્યા, કહ્યું - આ ખતરનાક પરિવાર છે, જુઓ વીડિયો

 

ટોપ સ્ટોરી

Weather update: આગામી 4 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 
Weather update: આગામી 4 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 
'ચીનને ક્લીન ચીટ....', અરુણાચલપ્રદેશ બોર્ડર પર તણાવ વચ્ચે મલ્લિકાર્જુન ખડગેએ પૂછ્યા ત્રણ સવાલ
'ચીનને ક્લીન ચીટ....', અરુણાચલપ્રદેશ બોર્ડર પર તણાવ વચ્ચે મલ્લિકાર્જુન ખડગેએ પૂછ્યા ત્રણ સવાલ
'ગર્લફ્રેન્ડ બનાવો તો લગ્ન પણ કરો, મા બનાવીને છોડી દેવી ખોટું છે': રાજ્યપાલ આનંદીબેન
'ગર્લફ્રેન્ડ બનાવો તો લગ્ન પણ કરો, મા બનાવીને છોડી દેવી ખોટું છે': રાજ્યપાલ આનંદીબેન
‘ભારત પાકિસ્તાન સાથે સારા સંબંધો ઇચ્છે છે, પરંતુ...’- એસ. જયશંકરનું મોટું નિવેદન
‘ભારત પાકિસ્તાન સાથે સારા સંબંધો ઇચ્છે છે, પરંતુ...’- એસ. જયશંકરનું મોટું નિવેદન

વિડિઓઝ

Patan Politics: ભાજપ-કોંગ્રેસમાં પતિરાજની રેસ? હારીજ નગરપાલિકાની ઘટનાથી વિવાદ
GSRTC Diwali Buses: દિવાળીના તહેવારમાં વતન જવાની ચિંતા છોડો! GSRTCની ખાસ વ્યવસ્થા
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંથી આવશે વીજળી-પાણી ?
Hun To Bolish : હું તો બોલીશ : ગોપનીયતા નામે ગોબાચારી પર પર્દો
Hun To Bolish : હું તો બોલીશ : અવિરત સેવા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતમાં 'સુહાસ ઘી' ખાતા લોકો સાવધાન! તેલ ભેળવી બનતું નકલી ઘી ઝડપાયું, 18.21 લાખનો સામાન જપ્ત
સુરતમાં 'સુહાસ ઘી' ખાતા લોકો સાવધાન! તેલ ભેળવી બનતું નકલી ઘી ઝડપાયું, 18.21 લાખનો સામાન જપ્ત
રાજકોટમાં 10-12 પાસ બન્યા ડૉક્ટર: SOGએ 17 બોગસ તબીબોને ઝડપ્યા, જાણો ક્યાં ચાલતા ક્લિનિક
રાજકોટમાં 10-12 પાસ બન્યા ડૉક્ટર: SOGએ 17 બોગસ તબીબોને ઝડપ્યા, જાણો ક્યાં ચાલતા ક્લિનિક
ગુજરાતમાં 17 IASની બદલી: કલેક્ટર અને DDO બદલાયા, જુઓ કોને ક્યાં મળ્યું નવું પોસ્ટિંગ
ગુજરાતમાં 17 IASની બદલી: કલેક્ટર અને DDO બદલાયા, જુઓ કોને ક્યાં મળ્યું નવું પોસ્ટિંગ
'ચીનને ક્લીન ચીટ....', અરુણાચલપ્રદેશ બોર્ડર પર તણાવ વચ્ચે મલ્લિકાર્જુન ખડગેએ પૂછ્યા ત્રણ સવાલ
'ચીનને ક્લીન ચીટ....', અરુણાચલપ્રદેશ બોર્ડર પર તણાવ વચ્ચે મલ્લિકાર્જુન ખડગેએ પૂછ્યા ત્રણ સવાલ
ભારતને લાગ્યો મોટો ઝટકો, ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની બીજી ટી-20માંથી બહાર થયો ઈશાન કિશન
ભારતને લાગ્યો મોટો ઝટકો, ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની બીજી ટી-20માંથી બહાર થયો ઈશાન કિશન
દિવાળીને લઈને 2400 એક્સ્ટ્રા બસ દોડાવશે એસટી વિભાગ, 8000થી વધુ વધારાની ટ્રીપનું આયોજન
દિવાળીને લઈને 2400 એક્સ્ટ્રા બસ દોડાવશે એસટી વિભાગ, 8000થી વધુ વધારાની ટ્રીપનું આયોજન
ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવવા અને અપડેટ કરાવવાના નિયમોમાં ફેરફારની તૈયારી, સરકારે આપ્યો પ્રસ્તાવ
ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવવા અને અપડેટ કરાવવાના નિયમોમાં ફેરફારની તૈયારી, સરકારે આપ્યો પ્રસ્તાવ
પેનડ્રાઇવ, SSD અને ક્લાઉડમાં ડેટા કેવી રીતે સેવ થાય છે? જાણો ટેક્નોલોજી
પેનડ્રાઇવ, SSD અને ક્લાઉડમાં ડેટા કેવી રીતે સેવ થાય છે? જાણો ટેક્નોલોજી
Embed widget