શોધખોળ કરો
Advertisement
બિહારનું સિવાન બન્યું કોરોનાનું હોટસ્પોટ, એક જ પરિવારના 23 લોકોને લાગ્યો કોરોના વાયરસનો ચેપ
આ તમામ ઓમાનથી આવેલ એક વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા, જે પહેલાથી જ કોરોના વાયરસથી સંક્રમિત હતી.
સિવાનઃ દેશમાં સતત કોરોનાના દર્દીની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તેની સાથે જોડાયેલ દરેક મિનિટે કોઈને કોઈ નવો આંકડો સામે આવી રહ્યો છે જે ચોંકાવનારો હોય છે. આવો જ એક કેસ બિહારના હોટસ્પોટ બનેલ સિવાનમાં સામે આવ્યો છે. જ્યાં કુલ 29 દર્દીમાંથી એક જ પરિવારના 23 લોકોને કોરોના પોઝિટિવ મળી આવ્યો છે. જણાવીએ કે, બિહારમાં કુલ 60 દર્દી છે.
આ પરિવારના પ્રથમ ચાર સેમ્પલ લેવામાં આવ્યા જેમાં ચારેય મહિલા જેમની ઉંમર 26 વર્ષ, 18 વર્ષ, 12 વર્ષ અને 29 વર્ષ છે, કોરોના સંક્રમિત જણાઈ છે. ત્યાર બાદ આપરિવારના પાંચ અન્ય સભ્યના સેમ્પલ લેવામાં આવ્યા અને તે પણ કોરોના પોઝિટિવ મળી આવ્યા. જેમાં ત્રણ મહિલા અને બે પુરુષ સામેલ છે. મહિલાની ઉંમર 50 વર્ષ, 12 વર્ષ અને 20 વર્ષ તથા પુરુષની ઉંમર 30 અને 10 વર્ષ જણાઈ છે.
ત્યાર બાદ આ જ પરિવારના સાત સભ્યોના સેમ્પલ લેવામાં આવ્યા અને એ પણ પોઝિટિવ મળી આવ્યા. તેમાં પાંચ મહિલા અને બે પુરુષ છે. મહિલાઓની ઉંમર 19, 22, 25, 19 અને 11 જ્યારે પુરુષની ઉંમર ક્રમશઃ 19 અને 60 વર્ષ છે. કુમારે જણાવ્યું કે, આ તમામ ઓમાનથી આવેલ એક વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા, જે પહેલાથી જ કોરોના વાયરસથી સંક્રમિત હતી.
સ્વાસ્થ્ય વિભાગના સચિવ સંજીવ હંસે જણાવ્યું કે, રાજ્યની ત્રણ હોસ્પિટલ એનએમસીએચ પટના, એએનએમસીએચ, ગયા તથા ભાગલપુરની જવાહર લાલ નેહરુ મેડિકલ યૂનિવર્સિટીની કોવિડ હોસ્પિટલ તરીકે બનાવવામાં આવી છે. તેમણે કહ્યું કે, 22 માર્ચ બાદથી બહારથી આવેલ વ્યક્તિઓની કુલ સંખ્યા 154737 છે, જેમાંથી 9429નું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. રાજ્યના જુદા જુદા જિલ્લામાં 286 કોરેન્ટાઈન સેન્ટર બનાવવામાં આવ્યા છે. જેમાં હોટલ સહિત અન્ય સ્થળ પણ સામેલ છે. તેમણે આગળ જણાવ્યું કે, 18થી 23 માર્ચ સુધી વિદેશથી પરત ફરેલ વ્યક્તિી સંખ્યા 3356 છે, જેમાં 2254 વ્યક્તિ રાજ્યમાં આવ્યા છે, જેના સેમ્પલ લઈને તપાસ કરવામાં આવી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement