Lok Sabha Election 2024: બીજેપીની 8મી યાદી જાહેર, AAPમાંથી આવેલા રિંકુ અને અમરિંદર સિંહના પત્નીને આપી ટિકિટ, સની દેઓલનું પત્તુ કપાયું
Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને, ભાજપે શનિવારે 8મી ઉમેદવારોની યાદી બહાર પાડી. ભાજપે ઉમેદવારોની યાદીમાં ત્રણ રાજ્યોના 11 ઉમેદવારોને સ્થાન આપ્યું છે.
Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને, ભાજપે શનિવારે 8મી ઉમેદવારોની યાદી બહાર પાડી. ભાજપે ઉમેદવારોની યાદીમાં ત્રણ રાજ્યોના 11 ઉમેદવારોને સ્થાન આપ્યું છે. ઓડિશાના કટકથી ભૃતહરિ મહતાબ, પંજાબના ફરિદકોટથી હંસરાજ હંસ, પટિયાલાથી પરિણીત કૌર અને લુધિયાણાથી રવનીત સિંહ બિટ્ટુ ઉપરાંત પશ્ચિમ બંગાળના બીરભૂમથી પૂર્વ આઈપીએસ દેવાશિષ ધરને ટિકિટ આપવામાં આવી છે.
BJP releases the 8th list of the Lok Sabha Candidates from Odisha, Punjab and West Bengal.
— ANI (@ANI) March 30, 2024
Dinesh Singh 'Babbu' to contest from Gurdaspur, Taranjit Singh Sandhu from Amritsar, Shushil Kumar Rinku from Jalandhar, Hans Raj Hans from Faridkot, Preneet Kaur from Patiala pic.twitter.com/3ohV44tAC5
ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે તેની આઠમી યાદી જાહેર કરી છે. ભાજપે સની દેઓલનું પત્તું કાપી નાખ્યું છે. તેમના સ્થાને ગુરદાસપુર લોકસભા સીટથી દિનેશ સિંહ 'બબ્બુ'ને ટિકિટ આપવામાં આવી છે. તરનજીત સિંહ સંધુને અમૃતસરથી ટિકિટ આપવામાં આવી છે. ભાજપે પટિયાલા લોકસભા સીટ પરથી પ્રનીત કૌર પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પ્રનીત કૌર કેપ્ટન અમરિંદર સિંહની પત્ની છે. ભાજપે આ યાદીમાં કુલ 11 નામોની જાહેરાત કરી છે.
ભાજપે ફરીદકોટ બેઠક પરથી હંસરાજ હંસને મેદાનમાં ઉતાર્યા છે. હંસરાજ હંસ હાલમાં ઉત્તર પશ્ચિમ દિલ્હી લોકસભા મતવિસ્તારમાંથી સાંસદ છે. આ ઉપરાંત ભાજપે લુધિયાણાથી રવનીત સિંહ બિટ્ટુ અને જલંધરથી સુશીલ કુમાર રિંકુ પર દાવ લગાવ્યો છે.
ભાજપે કોને ઉમેદવાર બનાવ્યા?
ઓડિશા
- જાજપુર (SC)- રવીન્દ્ર નારાયણ બેહરા
- કંધમાલ- સુકાંત કુમાર પાણિગ્રહી
- કટક- ભર્તૃહરિ મહતાબ
પંજાબ
- ગુરદાસપુર- દિનેશ સિંહ 'બબ્બુ'
- અમૃતસર- તરનજીત સિંહ સંધુ
- જલંધર (SC)- સુશીલ કુમાર રિંકુ
- લુધિયાણા- રવનીત સિંહ બિટ્ટુ
- ફરીદકોટ (SC)- હંસ રાજ હંસ
- પટિયાલા- પ્રનીત કૌર
પશ્ચિમ બંગાળ
- ઝારગ્રામ (ST)- ડૉ. પ્રણત ટુડુ
- બીરભૂમ- દેવાશીષ ધર, આઈપીએસ
સુશીલ કુમાર રિંકુએ AAP સામે બળવો કર્યો
તેમજ જલંધરના સાંસદ સુશીલ કુમાર રિંકુએ પણ તાજેતરમાં આમ આદમી પાર્ટી સામે બળવો કર્યો અને ભાજપમાં જોડાયા. આમ આદમી પાર્ટીએ તેના 8 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી, જેમાં પાર્ટીએ રિંકુને જલંધરથી ફરીથી ટિકિટ આપવાની જાહેરાત કરી હતી, પરંતુ રિંકુએ AAP છોડીને ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો હતો.