શોધખોળ કરો

હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ

Rahul Gandhi News: આ ઘટના બાદ પણ રાહુલ ગાંધીનો અહંકાર તૂટ્યો ન હતો અને તેઓ સાંસદોને મળ્યા વગર જ નીકળી ગયા હતા

Rahul Gandhi News: સંસદમાં દબાણ અને ખેંચાણને લઈને હવે રાજકારણ વધુ ઉગ્ર બન્યુ છે. ભાજપે રાહુલ ગાંધી પર તેના સાંસદોને ધક્કો મારવાનો અને ધક્કામુક્કા કરવાનો આરોપ લગાવ્યો છે, જેમાં બે સાંસદો ઘાયલ થયા છે અને હૉસ્પિટલમાં દાખલ છે. મહિલા સાંસદે રાહુલ ગાંધી પર પણ આરોપ લગાવ્યા છે. આ ધક્કામુક્કી ઘટના અંગે ભાજપ અને કોંગ્રેસ બંનેએ સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ભાજપે પોતાની ફરિયાદમાં રાહુલ ગાંધી પર હત્યાના પ્રયાસનો આરોપ પણ લગાવ્યો છે.

ભાજપે રાહુલ ગાંધી વિરુદ્ધ સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ પછી બીજેપી સાંસદ અનુરાગ ઠાકુરે કહ્યું કે, તેમને કાયદાનું ઉલ્લંઘન કરવાની આદત છે. તેમની ઝપાઝપીમાં, બે સાંસદો નીચે પડી ગયા અને ઘાયલ થયા, હત્યાના પ્રયાસની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બીએનએસની કલમ 109 હેઠળ ફરિયાદ આપવામાં આવી છે. આ ઘટના બાદ પણ રાહુલ ગાંધીનો અહંકાર તૂટ્યો ન હતો અને તેઓ સાંસદોને મળ્યા વગર જ નીકળી ગયા હતા. રાહુલ ગાંધી પોતાને કાયદાથી ઉપર માને છે.

જ્યારે કોંગ્રેસે પણ ફરિયાદ નોંધાવી ત્યારે ઠાકુરે કહ્યું કે, ઉલટા ચોર કોટવાલ કો ડાંટે . આ એ જ રાહુલ ગાંધી છે જે પોતાની જ સરકારના વટહુકમને ફાડી નાખે છે. આ એ જ કોંગ્રેસ છે જેણે બાબા સાહેબ આંબેડકરનું વારંવાર અપમાન કર્યું હતું.

ઘાયલ બીજેપી સાંસદોની વર્તમાન સ્થિતિ પર, આરએમએલ એમએસ ડૉ. અજય શુક્લાએ કહ્યું- પ્રતાપ સારંગી અને મુકેશ રાજપૂતના માથામાં ઇજા પહોંચી છે, બન્નેને દવા આપવામાં આવી છે. રાજપૂતજીનું બ્લડ પ્રેશર હજુ પણ હાઇ છે. અમે સર્વશ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યાં છીએ. સારંગીજી એક વૃદ્ધ વ્યક્તિ છે, અને જ્યારે ધક્કામુક્કી થાય છે ત્યારે બ્લડ પ્રેશર વધી શકે છે. આનાથી હાર્ટ એટેક કે સ્ટ્રૉક પણ આવી શકે છે. સારંગીજી હ્રદય રોગના દર્દી હતા. અમે સ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યાં છીએ. 

રાહુલ ગાંધી વિરૂદ્ધ BNSની આ કલમો હેઠળ નોંધાવાઇ ફરિયાદ
- કલમ 109: હત્યાનો પ્રયાસ
- કલમ 115: સ્વેચ્છાએ નુકસાન પહોંચાડવું
- કલમ 117: સ્વૈચ્છિક રીતે ગંભીર ઇજા પહોંચાડવી
- કલમ 121: સરકારી કર્મચારીને તેની ફરજથી વિચલિત કરવા માટે નુકસાન પહોંચાડવું
- કલમ 351: ગુનાહિત ધમકી
- કલમ 125: અન્યની સુરક્ષાને જોખમમાં મૂકવી

'તાકાત બતાવવાનું પ્લેટફોર્મ નથી સંસદ' 
ભાજપ રાહુલ ગાંધી પર બે સાંસદોને ધક્કો મારીને ઘાયલ કરવાનો આરોપ લગાવી રહી છે. ભાજપના સાંસદ અને કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ પણ આ મુદ્દે રાહુલ ગાંધી પર જોરદાર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું, 'કોંગ્રેસ અને અન્ય સાથી પક્ષો દરરોજ વિરોધ કરે છે. આજે જ્યારે બીજેપી સાંસદો વિરોધ કરવા આવ્યા ત્યારે રાહુલ ગાંધી અને તેમના સાંસદો બળજબરીથી ત્યાં ઘૂસી ગયા અને શારીરિક પ્રદર્શન શરૂ કર્યું. તેઓએ સમજવું જોઈએ કે સંસદ શારીરિક શક્તિ બતાવવાનું પ્લેટફોર્મ નથી. આ કુસ્તીનો અખાડો નથી. રાહુલ ગાંધીએ ભાજપના બે સાંસદો પ્રતાપ સિંહ સારંગી અને મુકેશ રાજપૂતને ખરાબ રીતે ઘાયલ કર્યા છે.

આ પણ વાંચો

Ambedkar Row: આંબેડકર મુદ્દે BJP પર કોંગ્રેસનો એટેક, અમિત શાહ વિરૂદ્ધ આજે દેશવ્યાપી પ્રદર્શન

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'ગેંગ્સ ઓફ ગુજરાત'નો સફાયો શરૂ: સુપર કોપ નિર્લિપ્ત રાયની દેખરેખ હેઠળ ગેરકાયદે બાંધકામોનો ખુરદો બોલાવ્યો!
'ગેંગ્સ ઓફ ગુજરાત'નો સફાયો શરૂ: સુપર કોપ નિર્લિપ્ત રાયની દેખરેખ હેઠળ ગેરકાયદે બાંધકામોનો ખુરદો બોલાવ્યો!
ખેડૂતો માટે રાહતના સમાચાર: ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની તારીખ લંબાવાઈ
ખેડૂતો માટે રાહતના સમાચાર: ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની તારીખ લંબાવાઈ
'પત્નીનું પોર્ન જોવું કે હસ્તમૈથુન કરવું પતિ પ્રત્યે ક્રૂરતા નથી': મદ્રાસ હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો
'પત્નીનું પોર્ન જોવું કે હસ્તમૈથુન કરવું પતિ પ્રત્યે ક્રૂરતા નથી': મદ્રાસ હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો
સોનું તો આસમાનમાં ઉડ્યું!  ભાવ 1 લાખ સુધી પહોંચશે? જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત
સોનું તો આસમાનમાં ઉડ્યું! ભાવ 1 લાખ સુધી પહોંચશે? જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha: ભાચલવા નજીક ત્રિપલ અકસ્માતમાં એકનું મોત, ત્રણ ટેન્કરો વચ્ચે ભયાનક અકસ્માતSharemarket News: માર્કેટમાં આજે ભારે ઉછાળો, નિફ્ટીમાં 120થી વધુ પોઈન્ટનો ઉછાળોKutch: સરહદીય વિસ્તાર દયાપરમાં ઝડપાયું નકલી ક્લીનક અને નકલી મહિલા તબીબRajkot: તબીબની બેદરકારીથી બાળકનો ગયો જીવ!, ઓપરેશન થિયેટરમાં લઈ ગયાની 15 મીનિટમાં મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ગેંગ્સ ઓફ ગુજરાત'નો સફાયો શરૂ: સુપર કોપ નિર્લિપ્ત રાયની દેખરેખ હેઠળ ગેરકાયદે બાંધકામોનો ખુરદો બોલાવ્યો!
'ગેંગ્સ ઓફ ગુજરાત'નો સફાયો શરૂ: સુપર કોપ નિર્લિપ્ત રાયની દેખરેખ હેઠળ ગેરકાયદે બાંધકામોનો ખુરદો બોલાવ્યો!
ખેડૂતો માટે રાહતના સમાચાર: ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની તારીખ લંબાવાઈ
ખેડૂતો માટે રાહતના સમાચાર: ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની તારીખ લંબાવાઈ
'પત્નીનું પોર્ન જોવું કે હસ્તમૈથુન કરવું પતિ પ્રત્યે ક્રૂરતા નથી': મદ્રાસ હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો
'પત્નીનું પોર્ન જોવું કે હસ્તમૈથુન કરવું પતિ પ્રત્યે ક્રૂરતા નથી': મદ્રાસ હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો
સોનું તો આસમાનમાં ઉડ્યું!  ભાવ 1 લાખ સુધી પહોંચશે? જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત
સોનું તો આસમાનમાં ઉડ્યું! ભાવ 1 લાખ સુધી પહોંચશે? જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત
Chhattisgarh: બીજાપુર-દંતેવાડા બોર્ડર પર એન્કાઉન્ટરમાં 18 નક્સલી ઠાર, 1 જવાન શહીદ
Chhattisgarh: બીજાપુર-દંતેવાડા બોર્ડર પર એન્કાઉન્ટરમાં 18 નક્સલી ઠાર, 1 જવાન શહીદ
Demolition:અમદાવાદ સહિત આ શહેરમાં મોટાપાયે ડિમોલિશન,ભાવનગરમાં વિરોધ-વિવાદ વચ્ચે કામગીરી
Demolition:અમદાવાદ સહિત આ શહેરમાં મોટાપાયે ડિમોલિશન,ભાવનગરમાં વિરોધ-વિવાદ વચ્ચે કામગીરી
IPL 2025: રાજસ્થાન રોયલ્સે સેમસનને કેપ્ટનશીપમાંથી કેમ હટાવ્યો? થયો મોટો ખુલાસો
IPL 2025: રાજસ્થાન રોયલ્સે સેમસનને કેપ્ટનશીપમાંથી કેમ હટાવ્યો? થયો મોટો ખુલાસો
શ્રેયા ઘોષાલ, અરિજિત સિંહથી લઈને દિશા પટણી સુધી... જાણો IPL ઓપનિંગ સેરેમનીમાં કોણ કોણ કરશે પરફોર્મ?
શ્રેયા ઘોષાલ, અરિજિત સિંહથી લઈને દિશા પટણી સુધી... જાણો IPL ઓપનિંગ સેરેમનીમાં કોણ કોણ કરશે પરફોર્મ?
Embed widget