શોધખોળ કરો
Advertisement
રાફેલ પર બોલ્યા શત્રુઘ્ન સિન્હા- જ્યારે છૂપાવવા માટે કાંઇ નથી તો JPC તપાસ કેમ કરાવતા નથી?
નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીથી નારાજ નેતા શત્રુઘ્ન સિંન્હાએ રાફેલ ડીલમાં કથિત નાણાકીય ગરબડની તપાસ માટે સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી) બનાવવાની માંગણી કરી હતી. નોંધનીય છે કે કોગ્રેસના નેતૃત્વમાં વિપક્ષી પાર્ટીઓ જેપીસી બનાવવાની માંગ કરી રહ્યા છે. સિન્હાએ ટ્વિટ કરી જણાવ્યું કે, આજે સંસદનું દશ્ય લોકો માટે ખૂબ જટિલ હતું. દિવસેને દિવસે આ ખરાબ થઇ રહ્યું છે. જ્યારે અમારી પાસે છૂપાવવા માટે કાંઇ નથી અને અમે દોષિત નથી. પરંતુ સત્યને દબાવીને આપણે ચર્ચા અને આરોપ-પ્રત્યારોપ સુધી લઇ જઇને મામલાને જટિલ બનાવી રહ્યા છીએ.
સિન્હાએ આ અગાઉ વડાપ્રધાન મોદી પર પરોક્ષ રીતે નિશાન સાધતા કહ્યું કે, તેમણે પોતાના કાર્યકાળમાં એક પણ પ્રેસ કોન્ફરન્સ કેમ કરી નથી. અનેક ટ્વિટ કરીને સિન્હાએ તાજેતરમાં મોદીએ આપેલા ઇન્ટરવ્યૂને પૂર્વ આયોજીત, સારી રીતે તૈયાર, રિહર્સલવાળું ગણાવ્યું હતું. જોકે, સિન્હાએ ક્યાંય પણ મોદીનું નામ લીધું નહોતું. સિન્હાએ કહ્યું કે શું આ તૈયારી વિનાના અને સીધા સવાલોના જવાબ આપીને એક ક્ષમતાવાન અને સક્ષમ નેતાના રૂપમાં પોતાની છબિ બનાવવાનો યોગ્ય સમય નથી?
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
અમદાવાદ
દુનિયા
Advertisement