(Source: ECI/ABP News/ABP Majha)
ભાજપના સાંસદ પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે દિલ્હી પોલીસને કરી ફરિયાદ, ISIS કાશ્મીર તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી
હાલ મામલાની તપાસ ચાલી રહી છે. આ સિવાય તેણે કહ્યું કે સુરક્ષા માટે ગંભીરના ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે.
Death Threats From 'ISIS Kashmir: પૂર્વ દિલ્હી મતવિસ્તારના બીજેપી સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. વાસ્તવમાં, ગંભીરે દિલ્હી પોલીસનો સંપર્ક કર્યો છે અને કહ્યું છે કે તેને 'ISIS કાશ્મીર' તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ડીસીપી સેન્ટ્રલ શ્વેતા ચૌહાણે કહ્યું કે અમને આ અંગે માહિતી મળતા જ અમે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.
તેમણે કહ્યું કે હાલ મામલાની તપાસ ચાલી રહી છે. આ સિવાય તેણે કહ્યું કે સુરક્ષા માટે ગંભીરના ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે.
BJP MP from East Delhi Constituency &former Cricketer Gautam Gambhir has approached the Delhi Police, alleging he has received death threats from 'ISIS Kashmir'. The investigation is underway. Security has been beefed up outside Gambhir's residence: DCP central Shweta Chauhan
— ANI (@ANI) November 24, 2021
ઈમેલ પણ શેર કર્યો
આ સાથે તેણે જાનથી મારી નાખવાની ધમકી આપતો ઈમેલ પણ શેર કર્યો છે. આ મેલ મોકલનારનું નામ ISIS કાશ્મીર છે. મેલ મળ્યા બાદ તેના ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા પોતાના અભિપ્રાયના કારણે અવારનવાર સમાચારોમાં રહે છે. તેઓ દરેક ગંભીર મુદ્દા પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા જોવા મળ્યા છે. તે ભૂતકાળમાં પણ ઘણી વખત આતંકવાદ વિરુદ્ધ નિવેદન આપી ચૂક્યો છે.