Gujarat Election: ગુજરાતમાં જેપી નડ્ડાએ કૉંગ્રેસ પર સાધ્યું નિશાન, ભારત જોડો યાત્રાનો ઉલ્લેખ કરી કહી આ વાત
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ મંગળવારે ગુજરાતમાં પાર્ટી કાર્યકર્તાઓને આગામી વિધાનસભા ચૂંટણી અંગે ચિંતા ન કરવા જણાવ્યું હતું.
JP Nadda Gujarat Visit : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ મંગળવારે ગુજરાતમાં પાર્ટી કાર્યકર્તાઓને આગામી વિધાનસભા ચૂંટણી અંગે ચિંતા ન કરવા જણાવ્યું હતું. એમ પણ કહ્યું કે ભાજપ જ એક માત્ર વિચારધારા પર ચાલતી પાર્ટી છે. તેઓ રાજકોટમાં સ્થાનિક શહેરી અને પંચાયત સંસ્થાઓમાં પ્રદેશ ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓની સભાને સંબોધતા હતા.
જેપી નડ્ડાએ શું કહ્યું?
ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે કેટલાક લોકો ચિંતિત થઈ જાય છે અને કહે છે કે આ થઈ રહ્યું છે, તે થઈ રહ્યું છે. હું તેમને કહેવા માંગુ છું કે તેઓ શા માટે ચિંતિત છે? તમે 18 કરોડ કાર્યકરોની પાર્ટીના છો. બસ તમારું શ્રેષ્ઠ આપો. તમને જણાવી દઈએ કે ગુજરાતમાં ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.
'કોંગ્રેસ ભાઈ-બહેનની પાર્ટી છે'
કોંગ્રેસની 'ભારત જોડો યાત્રા' પર કટાક્ષ કરતા જેપી નડ્ડાએ કહ્યું કે દેશને એક કરવાની ચિંતા કરવાને બદલે વિપક્ષી પાર્ટીએ પોતાના પરિવારને એક રાખવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે કોંગ્રેસ આજે ક્યાં છે ? તે ન તો ભારતીય છે, ન રાષ્ટ્રીય, ન કોંગ્રેસ. તે ભારતની જોડીને બદલે ભાઈ-બહેનની પાર્ટી (રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી) છે, તેઓએ કોંગ્રેસ જોડોની ચિંતા કરવી જોઈએ કારણ કે વરિષ્ઠ નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે."
કોરોના કાળમાં વિરોધ પક્ષે રાજનીતિ કરી
બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે કોરોનાના સમયમાં વિપક્ષી પાર્ટીઓ રસી પર રાજનીતિ કરી રહી હતી, પુરાવા માંગી રહ્યા હતા પરંતુ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી લક્ષ્યથી હટ્યા નહીં અને 9 મહિનામાં દેશને બે રસી આપીને એક ઉદાહરણ સ્થાપિત કર્યું. સાથે જ ભાજપને માનવતાની સેવા કરનારુ ગણાવ્યું હતું.
સૌરાષ્ટ્રના રાજકારણનું એપી સેન્ટર રાજકોટમાં ભાજપનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું હતું. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી નડ્ડા રાજકોટ આવી પહોંચ્યા હતા. એરપોર્ટ પર જેપી નડ્ડાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં રાજકોટ રેસકોર્સ ગ્રાઉન્ડમાં ભાજપના રાજ્યસ્તરના જન પ્રતિનિધિનું સંમેલન મળ્યું હતુ. વિધાનસભાની ચૂંટણી પહેલા જન પ્રતિનિધિ સંમેલનમાં ભાજપનું શક્તિપ્રદર્શન જોવા મળ્યું હતું.