શોધખોળ કરો

નીતિન નવીનની નવી ટીમમાં કેટલા મુસ્લિમોને મળ્યું સ્થાન? આ નેતા બન્યા લઘુમતી મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ

2027ની યુપી વિધાનસભા ચૂંટણી અને સપાના PDA ફોર્મ્યુલાને કાઉન્ટર કરવા ભાજપનો મોટો દાવ; તારિક મન્સૂરને ઉપપ્રમુખ બનાવાયા. નવી ટીમમાં યુપીના કુલ 8 ચહેરાઓનો દબદબો.

BJP New National Team: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને પોતાની નવી ટીમની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આ વખતે ટીમની જાહેરાતમાં સૌથી વધુ ચર્ચા મુસ્લિમ નેતાઓના સમાવેશની થઈ રહી છે. નવી ટીમમાં 2 મુસ્લિમ ચહેરાઓને ખાસ સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં કુંવર બાસિત અલીને લઘુમતી મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ બનાવવામાં આવ્યા છે, જ્યારે તારિક મન્સૂરને પાર્ટીના ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરાયા છે. બીજી તરફ, અબ્દુલ્લા કુટ્ટીને રાષ્ટ્રીય ઉપપ્રમુખના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે.

સૌથી નોંધપાત્ર વાત એ છે કે, નીતિન નવીનની ટીમમાં પસંદ કરાયેલા આ બંને મુસ્લિમ નેતાઓ ઉત્તર પ્રદેશના છે. રાજકીય નિષ્ણાતોના મતે, વર્ષ 2027માં યોજાનારી યુપી વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પાર્ટીએ આ મોટી રણનીતિ ઘડી છે. ખાસ કરીને અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી (SP) યુપીમાં 'PDA' (પછાત, દલિત, લઘુમતી) ના નારા સાથે આગળ વધી રહી છે, ત્યારે ભાજપે તેને કાઉન્ટર કરવા માટે આ બે મજબૂત મુસ્લિમ નેતાઓને આગળ કર્યા છે.

કોણ છે તારિક મન્સૂર?

ભાજપના નવા રાષ્ટ્રીય ઉપપ્રમુખ બનેલા તારિક મન્સૂર યુપીના વતની છે અને પાર્ટીમાં તેમને એક પ્રબુદ્ધ (વિદ્વાન) મુસ્લિમ ચહેરા તરીકે જોવામાં આવે છે. પાસમંદા મુસ્લિમ સમાજમાં ભાજપની પકડ મજબૂત કરવામાં તેમનો રોલ ખૂબ જ મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે. પ્રોફેસર તારિક મન્સૂર હાલમાં ઉત્તર પ્રદેશ વિધાન પરિષદના સભ્ય (MLC) છે. આ અગાઉ તેઓ 2017 થી 2023 સુધી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU) ના કુલપતિ તરીકે પણ પોતાની સેવાઓ આપી ચૂક્યા છે.

તેમની કાબેલિયતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે, પીએમ મોદીએ પોતે તેમને વર્ષ 2023, 2024, 2025 અને 2026 માટે પદ્મ પુરસ્કાર પસંદગી સમિતિના સભ્ય તરીકે નામાંકિત કર્યા હતા. આ ઉપરાંત, તેઓ ભારતીય તબીબી પરિષદના સભ્ય પણ રહી ચૂક્યા છે. શૈક્ષણિક ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવતા મન્સૂરે IIM લખનૌના બોર્ડ ઓફ ગવર્નર્સ, લઘુમતી બાબતોના મંત્રાલય હેઠળ આવતા મૌલાના આઝાદ એજ્યુકેશન ફાઉન્ડેશનની ગવર્નિંગ બોડી અને ભારત સરકારની લઘુમતી શિક્ષણ માટેની રાષ્ટ્રીય દેખરેખ સમિતિમાં પણ મહત્વની ભૂમિકાઓ ભજવી છે.

કોણ છે કુંવર બાસિત અલી?

ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાંથી આવતા કુંવર બાસિત અલીને ભાજપે લઘુમતી મોરચાના રાષ્ટ્રીય પ્રમુખની મોટી જવાબદારી સોંપી છે. બાસિત અલી યુપીમાં પાર્ટીના સંગઠનને મજબૂત કરવા માટે અગાઉ ઘણા મોટા અભિયાનોનું સફળ નેતૃત્વ કરી ચૂક્યા છે. તેઓ અગાઉ યુપી ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ તરીકે પણ કામ કરી ચૂક્યા છે. નીતિન નવીનની યુપી મુલાકાત દરમિયાન તેઓ ખૂબ જ સક્રિય જોવા મળ્યા હતા અને તેમણે મુસ્લિમ સમાજને એકત્ર કરવાના અભિયાનની આગેવાની લીધી હતી. તેમની આ જ સક્રિયતા અને સંગઠનાત્મક આવડતને જોતા નીતિન નવીને તેમને આ મોટું પદ આપ્યું છે.

આ પણ વાંચોઃ ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન

નવી ટીમમાં UP ના 8 ચહેરાઓનો દબદબો

આગામી ચૂંટણીઓને જોતા આ વખતે ભાજપની રાષ્ટ્રીય ટીમમાં ઉત્તર પ્રદેશને વિશેષ મહત્વ અપાયું છે. યુપીના કુલ 8 દિગ્ગજ નેતાઓને આ ટીમમાં સ્થાન મળ્યું છે, જેનું માળખું નીચે મુજબ છે:

ઉપાધ્યક્ષ: કુલ 13 રાષ્ટ્રીય ઉપાધ્યક્ષોમાંથી યુપીના રેખા વર્મા અને તારિક મન્સૂરનો સમાવેશ થાય છે.

મહાસચિવ: સ્મૃતિ ઈરાની અને હરીશ દ્વિવેદીને રાષ્ટ્રીય મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

રાષ્ટ્રીય સચિવ: યુપીના ભોલા સિંહ અને સંગીતા યાદવને રાષ્ટ્રીય સચિવ બનાવવામાં આવ્યા છે.

મોરચાના પ્રમુખ: અમરપાલ મૌર્યને OBC મોરચાના પ્રમુખ અને કુંવર બાસિત અલીને લઘુમતી મોરચાના પ્રમુખ તરીકેની કમાન સોંપાઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

નીતિન નવીનની નવી ટીમમાં કેટલા મુસ્લિમોને મળ્યું સ્થાન? આ નેતા બન્યા લઘુમતી મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ
નીતિન નવીનની નવી ટીમમાં કેટલા મુસ્લિમોને મળ્યું સ્થાન? આ નેતા બન્યા લઘુમતી મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Advertisement

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
Embed widget