શોધખોળ કરો
Advertisement
લોકો રાજસ્થાનમાં કૉંગ્રેસ સરકારથી નારાજ છે, કોઈ તાકાત તેને બચાવી નહી શકે- BJP
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શાહનવાઝ હુસૈને કહ્યું કૉંગ્રેસ પાર્ટીમાં યુવા શક્તિનું સન્માન નથી થતું. કૉંગ્રેસે સચિન પાયલટનું અપમાન કર્યું છે અને હવે કૉંગ્રેસ પાસે રાજસ્થાનમાં બહુમત નથી.
જયપુર: રાજસ્થાન BJPના અધ્યક્ષ સતીશ પૂનિયાએ કહ્યું કે લોકો આ સરકારથી નારાજ અને નિરાશ છે અને દુનિયાની કોઈ તાકાત તેને બચાવી નહી શકે. અમારી પ્રાથમિક્તા એ છે કે આ સરકાર સત્તામાંથી બહાર થાય. અમે સતર્ક છીએ, સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ અને જે પ્રકારની સ્થિતિ હશે તે હિસાબથી રણનીતિ નક્કી કરશું.
મુખ્યમંત્રી અશોક ગહેલોતે રાજ્યપાલ સાથે મુલાકાત બાદ કહ્યું કે હાઈકમાન્ડને આ નિર્ણય લેવા માટે મજબૂર થવું પડ્યું કારણ કે લાંબા સમયથી ભાજપ કાવતરૂ કરી રહી હતી. અમને ખબર હતી કે એક મોટું કાવતરૂ છે. અમારા કેટલાક મિત્રો તેના કારણે ભટકી ગયા અને દિલ્હી જતા રહ્યા.
ભાજપ તરફથી સચિન પાયલટને ઉપ મુખ્યમંત્રી પદ પરથી હટાવ્યા બાદ તેને લઈને પ્રતિક્રિયા આવી છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શાહનવાઝ હુસૈને કહ્યું કૉંગ્રેસ પાર્ટીમાં યુવા શક્તિનું સન્માન નથી થતું. કૉંગ્રેસે સચિન પાયલટનું અપમાન કર્યું છે અને હવે કૉંગ્રેસ પાસે રાજસ્થાનમાં બહુમત નથી. કૉંગ્રેસે સચિન પાયલટને હટાવ્યા પરંતુ હવે અશોક ગહેલોત પણ વધારે દિવસો સુધી મુખ્યમંત્રી પદ પર નહી રહે.
રાજસ્થાનના ડેપ્યૂટી સીએમ પદ પરથી સચિન પાયલટને હટાવી દેવામાં આવ્યા છે. રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય ધમાસાનની વચ્ચે સચિન પાયલટને મનાવવાના તમામ પ્રયાસો વ્યર્થ સાબિત થયા, સચિન પાયલટ બળવાખોરીને કોંગ્રેસ મનાવી શકી નહી, અને અંતે કોંગ્રેસે બળવાખોરીને ધ્યાનમાં રાખીને સચિન પાયલટ પર મોટી એક્શન લીધી છે.
ખાસ વાત છે કે આજે ફરીથી ધારાસભ્ય દળની બેઠક પુરી થઇ પણ સચિન પાયલટ બેઠકમાં હાજર ન રહ્યાં. સાથે સાથે કોંગ્રેસ હાઇકમાન્ડે પહેલા જ નિર્ણય કરી લીધો હતો કે સચિન પાયલટ સાથે સમાધાન માટે કોઇ વાત નહીં કરવામાં આવે. જયપુરમાં કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠકમાં પ્રસ્તાવ પાસ કરી દેવામાં આવ્યો કે બળવાખોર ધારાસભ્યો પર અનુશાસનાત્મક કાર્યવાહી કરવામાં આવે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
અમદાવાદ
ટેકનોલોજી
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion