શોધખોળ કરો
ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા કોરોના સંક્રમિત, ટ્વિટ કરી આપી જાણકારી
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. આ જાણકારી તેમણે ટ્વિટ કરી આપી છે.
![ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા કોરોના સંક્રમિત, ટ્વિટ કરી આપી જાણકારી bjp president jp nadda infected with coronavirus ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા કોરોના સંક્રમિત, ટ્વિટ કરી આપી જાણકારી](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/13235520/jp-nadda.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા (ફાઈલ તસવીર)
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. આ જાણકારી તેમણે ટ્વિટ કરી આપી છે. ભાજપ અધ્યક્ષે કહ્યું શરૂઆતના સામાન્ય લક્ષણ જોવા મળતા ટેસ્ટ કરાવ્યો જેમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ ટ્વિટ કરીને લખ્યું કે, કોરોના વાયરસના સામાન્ય લક્ષણો જોવા મળતા મે ટેસ્ટ કરાવ્યો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારી તબિયત સારી છે, ડૉક્ટર્સની સલાહ પર હોમ આઇસોલેશનમાં તમામ દિશા-નિર્દેશોનું પાલન કરી રહ્યો છું. મારી અપીલ છે કે, જે પણ લોકો છેલ્લા કેટલાક દિવસોમાં સંપર્કમાં આવ્યા છે, તે કૃપા કરીને પોતાને આઇસોલેટ કરી પોતાની તપાસ કરાવે.
ઉલ્લેખનીય છે કે જેપી નડ્ડા હાલમાં જ પશ્ચિમ બંગાળ પ્રવાસ પ ગયા હતા. આ દરમિયાન તેમણે ધ્યાન રાખ્યું કે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવામાં આવે. તેઓ સતત માસ્ક પહેરી રાખતા હતા.સૌથી પહેલા તેમના સહયોગી આદિત્ય કોરોના પોઝિટિવ થયા. બાદમાં શનિવારે જેપી નડ્ડાના ગળામાં ખરાશ મહેસૂસ થઈ. એવામાં તેમણે ટેસ્ટ કરાવ્યો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
બોલિવૂડ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)