શોધખોળ કરો
Advertisement
મહારાષ્ટ્ર વિધાન પરિષદ ચૂંટણી: ભાજપે જાહેર કરી ચાર ઉમેદવારોની યાદી, જાણો કોણ કોણ છે મેદાનમાં
મહારાષ્ટ્રમાં 21 મેના વિધાન પરિષદ ચૂંટણી યોજાવાની છે. જેના માટે ભાજપે ચાર ઉમેદવારોના નામ જાહેર કરી દીધાં છે.
મુંબઈ: મહારાષ્ટ્રમાં 21 મેના રોજ યોજાનારી વિધાન પરિષદ ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર આગમી વિધાન પરિષદ ચૂંટણી માટે ચાર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.
ભાજપે જે ચાર ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે તેમાં પ્રવીણ દટકે, ગોપીચંદ પડલકર, અજિત ગોપછડે અને રણજિતસિંહ મોહિતે પાટિલ સામેલ છે. ચૂંટણી પંચે શુક્રવારે ચૂંટણી તારીખની જાહેરાત કરી હતી, જેથી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે મોટી રાહત મળી છે. ચૂંટણી ન થવાથી ઉદ્ધવ ઠાકરેના મુખ્યમંત્રી પદની ખુરશી ખતરામાં પડી શકતી હતી.
ચૂંટણી પંચના આ નિર્ણયથી ઉદ્ધવ ઠાકરે માટે વાયા વિધાન પરિષદ, ધારાસભ્ય બનવાનો રસ્તો સાફ થઈ જશે. બંધારણ અનુસાર, મુખ્યમંત્રી પદના શપથ બાદ છ મહિનાની અંદર વિધાન મંડળના કોઈ સદનના સભ્ય હોવું ફરજીયાત છે, એવામાં ઉદ્ધવ ઠાકરેની સમયસીમા આ મહિનાના અંતમાં સમાપ્ત થઈ રહી છે.
કોરોના સંકટના કારણે વિધાનસભાની કોઈ બેઠક પર પેટા ચૂંટણી સંભવ નહતી. જેના કારણે ઠાકરેએ રાજ્યપાલ ક્વોટાની વિધાનસભા પરિષદ સીટ પર તેઓને મનોનીત કરવાની કોશ્યારીને અનુરોધ કર્યો હતો. રાજ્ય વિધાન પરિષદમાં રાજ્યપાલ ક્વોટાની બે સીટો સુરક્ષિત છે. જો કે, રાજ્યપાલે ઠાકરેને મનોનીત કરવાની જગ્યાએ ચૂંટણી પંચને વિધાન પરિષદની ખાલી બેઠકો પર ચૂંટણી કરવાનો અનુરોધ કર્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
દેશ
ક્રિકેટ
Advertisement