શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કાળા નાણાને વ્હાઈટ કરવાનો વધુ એક રસ્તો બંધ, રેલ્વેમાં બુક કરેલી ટિકિટના પૈસા પાછા નહીં મળે
નવી દિલ્લી: 500 અને 1000 રૂપિયાની નોટને લઈને હાલ દેશમાં ચારે બાજુ અફડા તડફીનો માહોલ બનેલો છે. આ તમામ વાતો વચ્ચે આજે ઈંદોરમાં આ મુદ્દા સાથે જોડાયેલો એક મામલો સામે આવ્યો હતો. ઈંદોરના વિજયનગર રેલ્વે બુકિંગ ઑફિસમાંથી 5 લાખ 26 હજાર રૂપિયાની ટિકિટ બુક થઈ હતી. જેને રેલ્વેએ સર્વિલાંસ ઉપર લીધી છે.
રેલ્વેએ આ ટિકિટોના ફન્ફર્મેશન પર રોક લગાવી દીધી છે અને આખા મામલાને કેંદ્રીય રેલ્વે મંત્રાલયને સોંપી દીધો છે. જેના પછી હવે આગળની કાર્યવાહી નક્કી થશે.
રેલ્વેના પ્રવક્તા અનિલ સક્સેનાએ 11 નવેમ્બર સુધી રેલ્વે ટિકિટ બુકિંગના સંબંધમાં નિવેદન જાહેર કર્યું છે. તેમને કહ્યું કે 11 નવેમ્બર સુધી વેટિંગ ટિકિટવાળાઓને રિફંડ કેશ મળશે નહીં. લોકોને રિફંડના પૈસા એકાઉંટમાં મોકલવામાં આવશે. જો કે 11 નવેમ્બર સુધી 500 અને 1000 રૂપિયાની નોટ રેલ્વે ટિકિટ બુકિંગ કરવા માટે કાયદેસર ગણાવ્યા પછી ટિકિટોના બુકિંગ માટે રોકડની લેણદેણમાં ઘણો વધારો થયો હતો. જેના પછી રેલ્વેએ આ નિર્ણય લીધો છે. રેલ્વે પ્રવક્તાએ કહ્યું કે કોઈ એકાઉંટમાં મોટી કેશ રિફંડ થશે તો તેની તપાસ કરવામાં આવશે.
આ મુદ્દે રેલ્વેએ એક જાહેરાત જાહેર કરીને કહ્યું છે કે 8 નવેમ્બરથી સરકાર દ્વારા 500 અને 1000 રૂપિયાની નોટ બંધ કર્યા પછી રેલ્વે સ્ટેશન કેશમાં રિફંડ કરવાની સ્થિતિમાં નથી. જેના લીધે રેલ્વેએ પોતાની રિફંડ પ્રક્રિયામાં ફેરફાર કર્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion