શોધખોળ કરો
Advertisement
મુંબઈમાં સેક્સ રેકેટ ચલાવવાના આરોપમાં બોલિવૂડની મોટી હસ્તીની ધરપકડ? જાણો વિગત
જેડ લક્ઝરી રેસિડેન્સી હોટલ પર શુક્રવારે રેડ કરી હતી અને પ્રોડક્શન મેનેજર રાજેશ કુમાર લાલની ધરપકડ કરવામાં આવી
મુંબઈ: કથિત રીતે સેક્સ રેકેટમાં સામેલ હોવાના આરોપમાં બોલિવુડના પ્રોડક્શન મેનેજરની મુંબઈ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપી જુહૂ સ્થિત વિસ્તારમાં કથિત રીતે એક ફોર સ્ટાર હોટલમાં ચાલી રહેલા આ રેકેટના મામલામાં ઝડપાયો છે તેવું જાણવા મળ્યું છે.
પોલીસે શનિવારે આ મુદ્દે જાણકારી આપી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગુપ્ત સૂચનાના આધાર પર સામાજિક સેવા શાખાએ જેડ લક્ઝરી રેસિડેન્સી હોટલ પર શુક્રવારે રેડ કરી હતી અને પ્રોડક્શન મેનેજર રાજેશ કુમાર લાલની ધરપકડ કરવામાં આવી હતી.
તેમણે જણાવ્યું હતું કે, આ રેડમાં ઉઝબેકિસ્તાનની બે યુવતીઓને ત્યાંથી બચાવવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, આ પહેલા 23 ડિસેમ્બરે એસએસ શાખાએ હાજ હોટલમાંથી સેક્સ રેકેટમાં સામેલ ત્રણ મહિલાઓને બચાવી હતી.
અધિકારીએ જણાવ્યું હતું કે, અપરાધ શાખાને આ મુદ્દે જાણકારી મળી હતી કે, ઝરિના નામની ઉજબેકિસ્તાન મહિલા લાલની મદદથી વિદેશથી જ વેશ્યાવૃત્તિનો ધંધો ચલાવી રહી હતી.
તેમણે જણાવ્યું કે, તે વિદેશી મહિલાઓને હોટલોમાં મોકલાતી હતી અને પ્રતિ ગ્રાહક દીઠ 80 હજાર રૂપિયા વસૂલવામાં આવતી હતી. લાલની આ મામલે સંબંધિત કલમ હેઠળ ધરપકડ કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion