મહારાષ્ટ્ર સચિવાલયમાં બોમ્બ હોવાની માહિતી મળી, તપાસ ટીમ ઘટના સ્થળે, સુરક્ષા વધારવામાં આવી
રવિવારે મુંબઈ સ્થિત મહારાષ્ટ્ર વિધાનસભા સચિવાલયમાં બોમ્બ હોવાની સૂચના મળી હતી. કંટ્રોલ રૂમમાંથી આ માહિતી મળતાં મુંબઇ પોલીસની બોમ્બ વિરોધી ટુકડી તપાસ માટે સ્થળ પર પહોંચી હતી. પોલીસનું કહેવું છે કે પ્રાથમિક તપાસમાં આ માહિતી ખોટી હોવાનું જણાઇ રહ્યું છે.

મુંબઈ પોલીસે જણાવ્યું કે બોમ્બ ડિટેક્શન એન્ડન ડિસ્પોજલ સ્કોડ મહારાષ્ટ્ર વિધાનસભા સચિવાલયામાં ચેકિંગ કરી રહ્યુંમ છે. ઉલ્લેખનીય છે કે કન્ટ્રોલ રૂમને એક ફોન આવ્યો હતો, જેમાં બોમ્બ રાખવામાં આવ્યો હોવાની સૂચના આપવામાં આવી હતી. હાલ તો ફર્જી ફોન હોય તેમ લાગી રહ્યું છે. આગળ તપાસ ચાલુ છે. સચિવાલયનું સુરક્ષામાં તાત્કાલિક વધારો કરવામાં આવ્યો છે.
બોમ્બની ધમકી મળ્યા પછી પોલીસે જણાવ્યુ કે મુંબઈમાં મંત્રાલયની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. બોમ્બની માહિતી ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમને મળી હતી.
જાણકારી મુજબ નાગપુરના સાગર નામના શખ્સે આજે બપોરે 12.40 વાગ્યે ફોન કર્યો અને બોમ્બ રાખ્યો હોવાની જાણકારી આપી હતી. ત્યારબાદ બોમ્બ વિરોધી ટુકડી હરકતમાં આવી અને મંત્રાલયમાં બોમ્બ હોવાની જાણકારી બાદ તપાસ કરવામાં આવી છે.
જાણકારી મુજબ હાલ સુધી બોમ્બ અથવા તો તે સંબંધિત કોઈ પણ સંદિગ્ધ વસ્તુ નથી મળી. મુંબઈ પોલીસનું કહેવું છે કે જે શખ્સે આ પ્રકારનો ફોન કરી સનસની ફેલાવવાની કોશિશ કરી તેની જલ્દી ધરપકડ કરવામાં આવશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)