બ્રહ્માકુમારીના દાદી હૃહય મોહિનીનું નિધન, મુંબઈની સૈફી હોસ્પિટલમાં 93 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
એર એમ્બ્યુલંસથી તેમના પાર્થિવ દેહને બ્રહ્માકુમારીના આબુ રોડ સ્થિત આંતરરાષ્ટ્રીય હેડક્વાર્ટર શાંતિવન લાવવામાં આવશે. આવતીકાલે તેમનો પાર્થિવ દેહ અંતિમ દર્શન માટે રખાશે. 13 માર્ચના રોજ માઉન્ટ આબુના જ્ઞાન સરોવર એકેડમીમાં અંતિમ સંસ્કાર થશે.
નવી દિલ્હીઃ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના ચીફ એડમિનિસ્ટ્રેટર દાદી હ્દય મોહિનીનું નિધન થયું છે. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. બઘેલે લખ્યું,દુખદ સમાચાર મળ્યા છે કે પ્રજાપિત બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલયના મુખ્ય પ્રશાસિક દાદી હૃદય મોહિનીજી (જેને બધા ગુલઝાર દાદી કહેતા હતા) તેમનું આજે અવસાન થયું છે. મહાશિવરાત્રિના દિવસે જ તેઓ કૈલાશવાસી થયા છે. તેમને કોટિ કોટિ પ્રણામ તથા શ્રદ્ધાંજલિ ઓમ શાંતિ.
93 વર્ષની વયે તેમણે મુંબઈની સૈફી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. એર એમ્બ્યુલંસથી તેમના પાર્થિવ દેહને બ્રહ્માકુમારીના આબુ રોડ સ્થિત આંતરરાષ્ટ્રીય હેડક્વાર્ટર શાંતિવન લાવવામાં આવશે. આવતીકાલે તેમનો પાર્થિવ દેહ અંતિમ દર્શન માટે રખાશે. 13 માર્ચના રોજ માઉન્ટ આબુના જ્ઞાન સરોવર એકેડમીમાં અંતિમ સંસ્કાર થશે.
છેલ્લા થોડા સમયથી તેમની તબિયત નાદુરસ્ત હતી અને મુંબઈની સૈફી હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી. તેમના નિધનના સમાચાર મળતાં સંસ્થાના ભારત સહિત વિશ્વના 140 દેશો સ્થિત સેવા કેન્દ્રોમાં શોકની લહેર છવાઈ ગઈ હતી. બ્રહ્માકુમારીના તમામ કાર્યક્રમો સ્થગિત કરી દેવામાં આવ્યા છે. એક વર્ષ પહેલા દાદી જાનકીના નિધન બાદ તેમને વડા બનાવાયા હતા.
બ્રહ્માકુમારીની વેબસાઇટ મુજબ, દાદી હૃદય મોહિની બ્રહ્માકુમારીઝના ચીફ એડમિનિસ્ટ્રેશન હતા તેના નામનો અર્થ દિલને આકર્ષિત કરનારા થાય છે. મોટાભાગના લોકો તેમને ગુલઝાર (ગુલાબોનો બગીચો) તરીકે ઓળખે છે. દાદી ગુલઝારે વિશ્વભરમાં અનેક લોકોને તેમના જીવનથી પ્રેરિત કર્યા છે.