Breaking News Live: એક ક્લિકે જુઓ દેશ-દુનિયાના મહત્વના સમાચાર
Breaking News Live: યુપીમાં ચુરહટ-રીવા નેશનલ હાઈવે પર માર્ગ અકસ્માતમાં 15 મુસાફરોનાં મોત થયાં હતાં. જ્યારે 50 જેટલા લોકો ઘાયલ છે, તો બીજી તરફ રાજ્યના કોડીનાર અને રાજકોટમાં દુષ્કર્મની ઘટના સામે આવી છે.
Background
Breaking News Live Update: મધ્યપ્રદેશના સિધીમાં ચુરહટ-રીવા નેશનલ હાઈવે પર બડખરા ગામ પાસે શુક્રવારે રાત્રે માર્ગ અકસ્માતમાં 15 મુસાફરોનાં મોત થયાં હતાં. જ્યારે 50 જેટલા લોકો ઘાયલ છે, તો બીજી તરફ રાજ્યના કોડીનાર અને રાજકોટમાં દુષ્કર્મની ઘટના સામે આવી છે.
હવામાન વિભાગની આગાહી, તાપમાનનો પારો 2થી 3 ડિગ્રી વધશે
રાજ્યમાં ધીરે ધીરે ગરમીનો પારો આસમાને પહોંચી રહ્યો છે ત્યારે આજે સૌથી વધુ ગરમી ઉત્તર ગુજરાતમાં નોંધાશે તેવું અનુમાન હવામાન વિભાગે લગાવ્યું છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં બે ડિગ્રી જેટલો તાપમાનમાં વધારો થશે જેને લઈને ગરમી વર્તાશે. જોકે આજે ઉત્તર ગુજરાતમાં 37 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતાઓ છે જ્યારે અમદાવાદ 35 ડિગ્રી તાપમાન રહી શકે છે. અત્યારે રાજ્યમાં ઉત્તર પશ્ચિમી પવનના કારણે તાપમાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. હાલ શિયાળો અંતિમ તબક્કામાં પહોંચ્યો છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે, ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાવાને કારણે તાપમાનમાં ફેરફાર જોવા મળશે. 24 કલાક બાદ તાપમાનમાં વધારો થશે. 2થી 3 ડીગ્રી તાપમાન વધી જશે. જેના કારણે ગરમીમાં વધારો થશે. અમદાવાદમાં 35 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 27 ફેબ્રુઆરીના વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. 27 ફેબ્રુઆરીના ફરી 1 થી 2 ડિગ્રી તાપમાન ઘટશે.
સોનિયા ગાંધીએ રાજકીય સંન્યાસના આપ્યા સંકેત
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી છત્તીસગઢની રાજધાની રાયપુરમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ આ દેશમાં માત્ર એક રાજકીય પક્ષ નથી, પરંતુ તે આ દેશની જીવંત લોકશાહી છે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ રાજબરેલીથી હવે ચૂંટણી નહીં લડે. આમ તેમણે રાજનીતિમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. સોનિયા ગાંધીએ કહ્યું કે, અમે મનમોહન સિંહના નેતૃત્વમાં 10 વર્ષ સુધી ઘણી સારી સરકાર આપી હતી. અમે લોકશાહીને મજબૂત કરવા પ્રતિબદ્ધ છીએ. ભારત જોડો યાત્રાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે રાહુલના નેતૃત્વમાં કોંગ્રેસે સફળતાપૂર્વક યાત્રા પૂર્ણ કરી છે.




















