શોધખોળ કરો

Breaking News Live: અદાણી પર કાર્યવાહીની માંગ સાથે વિપક્ષની ED ઓફિસ સુધી કૂચ, નેતાઓને વિજય ચોકમાં રોકવામાં આવ્યા

Breaking News Live Updates 15th March' 23: દેશ-વિદેશના સમાચારો સૌથી પહેલા જાણવા માટે, બ્રેકિંગ ન્યૂઝ લાઈવ બ્લોગમાં અમારી સાથે રહો.

LIVE

Key Events
Breaking News Live: અદાણી પર કાર્યવાહીની માંગ સાથે વિપક્ષની ED ઓફિસ સુધી કૂચ, નેતાઓને વિજય ચોકમાં રોકવામાં આવ્યા

Background

Breaking News Live Updates 15th March' 23: ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ જેલમાંથી એબીપી ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે, સલમાન ખાને આવીને અમારા સમાજના લોકો પાસે કાળિયાર મારવા બદલ માફી માંગવી જોઈએ, નહીં તો તેને નક્કર જવાબ આપવામાં આવશે. તેણે હજુ સુધી અમારા સમાજની માફી માંગી નથી. નાનપણથી જ મને તેમના માટે ગુસ્સો છે. વહેલા મોડા અમે તેનો અહંકાર તોડી નાખીશું. તેઓએ અમારા દેવતાના મંદિરમાં આવીને માફી માંગવી પડશે. અમે સલમાન ખાનને પ્રસિદ્ધિ માટે નહીં પરંતુ હેતુસર મારીશું.

ફેસબુકની પેરેન્ટ કંપની મેટામાં છટણી

ફેસબુકની પેરેન્ટ કંપની મેટાએ ફરીથી 10,000 કર્મચારીઓની છટણીની જાહેરાત કરી છે. અગાઉ, કંપનીએ 11,000 કર્મચારીઓની છટણી કરી હતી. મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે કર્મચારીઓને સંદેશ આપતા કહ્યું કે, અમે ટીમની સંખ્યામાં 10,000નો ઘટાડો કરવા જઈ રહ્યા છીએ. આ સાથે, એવી 5,000 પોસ્ટને નાબૂદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેના માટે અત્યાર સુધી ભરતી કરવામાં આવી ન હતી.

RRR પર જુનિયર NTR...

RRR એક્ટર જુનિયર NTR હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા. નાટુ નાટુ ગીત માટે ઓસ્કાર જીતવા અંગે તેમણે કહ્યું કે, "એમએમ કીરવાણી અને ચંદ્ર બોઝને ઓસ્કાર એવોર્ડ સ્વીકારતા જોવું એ શ્રેષ્ઠ ક્ષણ હતી. મને RRR પર ખૂબ ગર્વ અનુભવાય છે."

આરઆરઆરને સમર્થન આપવા બદલ હું દરેક ભારતીયનો આભાર માનું છું, આ એવોર્ડ (ઓસ્કાર) જે અમે જીત્યો છે તે દર્શકો અને ફિલ્મ ઉદ્યોગના પ્રેમને કારણે જ શક્ય બન્યું છે. તે જ સમયે, નાટુ નાટુ ગીતના કોરિયોગ્રાફર પ્રેમ રક્ષિતે કહ્યું, ઓસ્કાર જીત્યા પછી, જ્યારે કીરવાણી સર અને ચંદ્રબોઝ બહાર આવ્યા, ત્યારે કીરવાણી સર મને ગળે લગાડ્યા, તે સમયે હું કેટલો આશીર્વાદ અનુભવ્યો તે હું વ્યક્ત કરી શકતો નથી.

15:05 PM (IST)  •  15 Mar 2023

Panchmahal : બનેવીએ કરી સાળાની હત્યા, કારણ જાણીને ચોંકી જશો

Panchmahal News: પંચમહાલમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બનેવીએ સાળાની હત્યા કરી છે. સાળા બનેવી વચ્ચે પારિવારિક તકરાર મોતનું કારણ બન્યું છે. શહેરા તાલુકાના નવાગામ ગામનો બનાવ છે. બહેનને મારઝૂડ કરતો હોવાને લઈ ઠપકો આપતા ઉશ્કેરાયેલા બનેવીએ ગળાનાં ભાગે તીક્ષણ હથિયાર મારી સાળાને મોતને ઘાટ ઉતાર્યો હતો. શહેરા પોલીસે આરોપી પિતા પુત્ર સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

15:05 PM (IST)  •  15 Mar 2023

અમદાવાદ જિલ્લામાં 1590 ખેડૂતોની તાલીમ પાછળ રાજ્ય સરકારે કેટલો કર્યો ખર્ચ ?

Gujarat Assembly: હાલ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. આજે વિધાનસભા ખાતે અમદાવાદ જિલ્લામાં કૃષિલક્ષી કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રી રાઘવજી પટેલે કહ્યું કે, અમદાવાદ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં 1590 ખેડૂતોને સંસ્થાકીય તાલીમ આપવામાં આવી છે જેમાં 780 મહિલાઓ અને 810 પુરુષોનો સમાવેશ થાય છે. આ પાછળ રૂ. 19,73,166નો ખર્ચ રાજ્ય સરકાર દ્વારા કરાયો છે. 

તાલીમમાં આપવામાં આવે છે સંશોધન તથા વૈજ્ઞાનિક ઢબે ટેકનોલોજીનું માર્ગદર્શન

રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું કે, રાજ્યના ખેડૂતોની આવક બમણી થાય અને આર્થિક રીતે સદ્ધર બને એ માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા કૃષિલક્ષી કૌશલ્ય તાલીમ કાર્યક્રમ અંતર્ગત ખેડૂતોને સંસ્થાકીય,પ્રિસીઝનલ તથા અન્ય માર્ગદર્શન માટે તાલીમ પૂરી પાડવામાં આવે છે. રાજ્યમાં કાર્યરત ચારેય કૃષિ યુનિવર્સિટીઓમાં ખેતી માટે થતા સંશોધનો તથા વૈજ્ઞાનિક ઢબે ટેકનોલોજીના માધ્યમ દ્વારા માર્ગદર્શન મળી રહે એ માટેનું સંપૂર્ણ માર્ગદર્શન આ તાલીમમાં પુરૂ પાડવામાં આવે છે.

15:05 PM (IST)  •  15 Mar 2023

આ જિલ્લામાં 40 કિમીના ઝડપે પવનની સાથે પડશે કમોસમી વરસાદ, 2થી 5 ડિગ્રી ઘટશે તાપમાન

Weather Update:હવામાન વિભાગના કહેવા પ્રમાણે ગુજરાતમાં આવનારા ચારથી પાંચ દિવસ સુધી ભારત સહિત ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે.

ગુજરાતમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. માર્ચના ભરઉનાળે કેટલાક જિલ્લામાં ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ,માં હળવા ઝાપટાની કરવામાં આવી છે. આગામી 48 કલાકમાં 2થી 5 ડિગ્રી તાપમાન ઘટશે, આવતી કાલે સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદમાં પડી શકે. હવામાન વિભાગની આગાહી મુજબ 40 કિમીની પ્રતિ ઝડપે પવન ફુંકવાની સાથે બનાસકાંઠા, સાબરકાંઠા,રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગરમાં વરસાદનો અનુમાન છે.  દક્ષિણ ગુજરાત અને કચ્છમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડી શકે છે. રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતાને જોતા ખેડૂતોને પાકને સલામત જગ્યાએ રાખવા સૂચના અપાઇ છે.

માવઠાની આગાહી વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો.. સૌરાષ્ટ્ર, મધ્ય અને ઉત્તર ગુજરાતના વિસ્તારમાં તેજ પવન ફૂંકાયો.. તો અમદાવાદમાં વહેલી સવારથી વાદળછાયું વાતવરણ છવાયુ.. એટલું જ નહીં શહેરના કેટલાક વિસ્તારમાં ધુળિયા વાતાવરણથી વાહનચાલકો પરેશાન થયા.. તો આ તરફ વડોદરાના સાવલી અને ડેસર તાલુકામાં વાતાવરણમાં પલટો.. વીજળીના ચમકારા સાથે કાળા વાદળો જોવા મળ્યા..તો બનાસકાંઠા જિલ્લામાં પણ વરસાદી માહોલ સર્જાયો.. ધાનેરા,લાખણી,દાંતીવાડા,ડીસા સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે. કાપણી સમયે તેજ પવન ફૂંકાતા રાજગરો, એરંડા, જીરુ, ઘઉં સહિતના પાકોમાં નુકસાનની ભીતિ...  સૌરાષ્ટ્રમાં અમરેલી અને જૂનાગઢ જિલ્લામાં વાદળછાયું વાતવરણ સર્જાયું.. શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદી છાંટા પડ઼્યા.. જ્યારે અમરેલીના વડીયામાં ઝરમર વરસાદ થયો.. વાતાવરણમાં પલટાને કારણે સૌરાષ્ટ્રમાં કેરી, ઘઉં સહિતના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ છે.. જેને લઈ ખેડૂતો ચિંતિત બન્યા છે.

15:04 PM (IST)  •  15 Mar 2023

દિલ્હી: ચૂંટણીઓ આવવાની છે એટલે વિરોધ... - કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડી

કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડીએ કહ્યું કે અમે તમામ વિષયો પર ચર્ચા કરવા તૈયાર છીએ. અમે પીછેહઠ કરવાના નથી. અમે વિપક્ષની સમસ્યાને સમજી રહ્યા છીએ. ચૂંટણી આવવાની છે એટલે તેઓ કાદવ ઉછાળવાની કોશિશ કરે છે, પણ તેમને ખબર નથી કે કાદવમાં જ કમળ ખીલશે.

14:29 PM (IST)  •  15 Mar 2023

દિલ્હી: અમે અદાણી કેસમાં મેમોરેન્ડમ સબમિટ કરવા ED પાસે જઈ રહ્યા છીએ પરંતુ

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, અમે અદાણી કેસમાં મેમોરેન્ડમ આપવા માટે ED પાસે જઈ રહ્યા છીએ પરંતુ સરકાર અમને વિજય ચોક પાસે જવા નથી આપી રહી. જે લોકો સરકારના ભરોસે બેંકમાં પૈસા રાખે છે, તે જ પૈસા સરકાર કોઈ વ્યક્તિને સરકારની મિલકત ખરીદવા માટે આપે છે.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં શાંતિ સ્થાપવામાં CM નિષ્ફળ..., NPPએ BJP સરકારમાંથી પરત લીધુ સમર્થન, ગૃહમંત્રી શાહની હાઈલેવલ બેઠક
મણિપુરમાં શાંતિ સ્થાપવામાં CM નિષ્ફળ..., NPPએ BJP સરકારમાંથી પરત લીધુ સમર્થન, ગૃહમંત્રી શાહની હાઈલેવલ બેઠક
'VPN હરામ છે', પાકિસ્તાનમાં ફતવો જારી, જાણો પાડોશી દેશમાં ઈન્ટરનેટને લઈને કેમ મચ્યો છે હંગામો?
'VPN હરામ છે', પાકિસ્તાનમાં ફતવો જારી, જાણો પાડોશી દેશમાં ઈન્ટરનેટને લઈને કેમ મચ્યો છે હંગામો?
Pushpa 2 The Rule Trailer:  'પુષ્પા 2'નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ થયું, જબરદસ્ત સ્વેગમાં જોવા મળ્યો અલ્લુ અર્જુન
Pushpa 2 The Rule Trailer: 'પુષ્પા 2'નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ થયું, જબરદસ્ત સ્વેગમાં જોવા મળ્યો અલ્લુ અર્જુન
Health Tips: શું તમને પાણી પીધા બાદ પણ તરસ લાગે છે? ક્યાંક આ કોઈ ગંભીર બીમારીનો સંકેત તો નથી ને
Health Tips: શું તમને પાણી પીધા બાદ પણ તરસ લાગે છે? ક્યાંક આ કોઈ ગંભીર બીમારીનો સંકેત તો નથી ને
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ટપોરીઓ બનશે ડૉક્ટર?Hun To Bolish : હું તો બોલીશ : રોડ પર યમરાજSurat News: કતારગામમાં નજીવી બાબતે ખેલાયો ખૂની ખેલ,  પીક-અપ વાનચાલકે 150 મીટર ઢસડતાં આધેડનું મોત..Vadodara BJP: વડોદરા ભાજપમાં નવો વિખવાદ! ભાજપના બે ધારાસભ્યો આમને - સામને

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં શાંતિ સ્થાપવામાં CM નિષ્ફળ..., NPPએ BJP સરકારમાંથી પરત લીધુ સમર્થન, ગૃહમંત્રી શાહની હાઈલેવલ બેઠક
મણિપુરમાં શાંતિ સ્થાપવામાં CM નિષ્ફળ..., NPPએ BJP સરકારમાંથી પરત લીધુ સમર્થન, ગૃહમંત્રી શાહની હાઈલેવલ બેઠક
'VPN હરામ છે', પાકિસ્તાનમાં ફતવો જારી, જાણો પાડોશી દેશમાં ઈન્ટરનેટને લઈને કેમ મચ્યો છે હંગામો?
'VPN હરામ છે', પાકિસ્તાનમાં ફતવો જારી, જાણો પાડોશી દેશમાં ઈન્ટરનેટને લઈને કેમ મચ્યો છે હંગામો?
Pushpa 2 The Rule Trailer:  'પુષ્પા 2'નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ થયું, જબરદસ્ત સ્વેગમાં જોવા મળ્યો અલ્લુ અર્જુન
Pushpa 2 The Rule Trailer: 'પુષ્પા 2'નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ થયું, જબરદસ્ત સ્વેગમાં જોવા મળ્યો અલ્લુ અર્જુન
Health Tips: શું તમને પાણી પીધા બાદ પણ તરસ લાગે છે? ક્યાંક આ કોઈ ગંભીર બીમારીનો સંકેત તો નથી ને
Health Tips: શું તમને પાણી પીધા બાદ પણ તરસ લાગે છે? ક્યાંક આ કોઈ ગંભીર બીમારીનો સંકેત તો નથી ને
Gold Price:  7 દિવસમાં સોનું 3710 રૂપિયા સસ્તું થયું, હવે સામાન્ય માણસ આટલા રૂપિયામાં ખરીદી શકશે 10 ગ્રામ
Gold Price: 7 દિવસમાં સોનું 3710 રૂપિયા સસ્તું થયું, હવે સામાન્ય માણસ આટલા રૂપિયામાં ખરીદી શકશે 10 ગ્રામ
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
Violence: મણિપુર ફરી સળગ્યું, સ્થિતિ વણસતાં કેન્દ્ર સરકાર એક્શનમાં, ડીજી CRPF મણિપુર જવા રવાના
Violence: મણિપુર ફરી સળગ્યું, સ્થિતિ વણસતાં કેન્દ્ર સરકાર એક્શનમાં, ડીજી CRPF મણિપુર જવા રવાના
INDIAN RAILWAYS: રેલ્વેમાં TTE કેવી રીતે બની શકાય? પાસ કરવી પડશે આ પરીક્ષા,આ રીતે કરો તૈયારી
INDIAN RAILWAYS: રેલ્વેમાં TTE કેવી રીતે બની શકાય? પાસ કરવી પડશે આ પરીક્ષા,આ રીતે કરો તૈયારી
Embed widget