Breaking News Live: PM મોદીએ દિલ્હીમાં આદી મહોત્સવનું કર્યું ઉદ્ઘાટન, ધીરેન્દ્ર શાસ્ત્રીએ ફરી કહ્યું - ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવામાં આવશે
હિંદુ રાષ્ટ્રના વિચાર પર બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી પર પ્રહાર કરતા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, દેશનું સંચાલન બંધારણ દ્વારા થાય છે.
LIVE
Background
Breaking News Live Updates 16th February' 2023: ત્રિપુરામાં આજે 60 સીટો પર વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. ચૂંટણીમાં 259 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. ચૂંટણીના પરિણામો 2 માર્ચે જાહેર થશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રિપુરાના લોકોને રેકોર્ડ સંખ્યામાં મતદાન કરવા અને લોકશાહીના તહેવારને મજબૂત કરવા વિનંતી કરી હતી. તેમણે ખાસ કરીને યુવાનોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી હતી.
મુખ્યમંત્રી માણિક સાહા ચૂંટણીમાં ટાઉન બારડોવલી બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે. તે જ સમયે, કેન્દ્રીય મંત્રી પ્રતિમા ભૌમિક ધાનપુરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર ત્રિપુરામાં કુલ 28.14 લાખથી વધુ મતદારો છે.
ધીરેન્દ્ર શાસ્ત્રીના નિવેદન પર ઓવૈસીએ કહ્યું...
હિંદુ રાષ્ટ્રના વિચાર પર બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી પર પ્રહાર કરતા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, દેશનું સંચાલન બંધારણ દ્વારા થાય છે. કેન્દ્ર પર નિશાન સાધતા પૂછ્યું સરકાર ચુપ કેમ બેઠી છે. બાગેશ્વર ધામમાં આજે દિવ્ય દરબારનો ચોથો દિવસ છે. સવારે 10 વાગ્યાથી શરૂ થતા દરબારમાં ફ્રી, ટોકન અને નંબર વગરની એન્ટ્રીનો આજે છેલ્લો દિવસ છે.
બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, ભારતને હિંદુ રાષ્ટ્ર જાહેર કરવામાં આવનાર છે. તે ત્યારે શક્ય બનશે જ્યારે ભારતના એક તૃતીયાંશ લોકો હિંદુ રાષ્ટ્રની માંગ કરશે. બાગેશ્વર ધામમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ ખુલ્લી ચેલેન્જ આપતા કહ્યું કે, જો આખી દુનિયામાં કોઈ અન્ય સંપ્રદાયની વ્યક્તિ બાગેશ્વર ધામનો મુકાબલો કરશે તો અમે તેને ધૂળ ચટાડીશું.
કાનપુર આગની ઘટના
યોગી સરકારે કાનપુર દેહાત આગની ઘટનાની તપાસ માટે 2 સભ્યોની SITની રચના કરી છે. એક સપ્તાહમાં રિપોર્ટ રજૂ કરવા સૂચના આપવામાં આવી છે. (અતિક્રમણ હટાવવા દરમિયાન ઝૂંપડપટ્ટીમાં આગ લાગી હતી, જેમાં સળગી જવાથી માતા પુત્રીનું મોત) એબીપી ન્યૂઝના સમિટમાં યોગી આદિત્યનાથે કાનપુરની ઘટનાને દુ:ખદ ગણાવી હતી અને કહ્યું તપાસ રિપોર્ટની રાહ જોવી જોઈએ . જે પણ દોષિત હશે તેને બક્ષવામાં આવશે નહીં.
જમ્મુ-કાશ્મીરઃ શ્રીનગરમાં ગોળી જેવો અવાજ સંભળાયો
જમ્મુ-કાશ્મીરઃ શ્રીનગરના કમરવાડી વિસ્તારમાં ફાયરિંગ જેવો અવાજ સંભળાયો. હકીકત જાણવા માટે પોલીસ ટીમ વિસ્તારમાં હાજર છે. કોઈ જાનહાનિ અંગે કોઈ માહિતી નથી. આ વિસ્તારમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહ...
દિલ્હી: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ કિંગ્સવે કેમ્પ ખાતે દિલ્હી પોલીસના 76મા સ્થાપના દિવસની ઉજવણીમાં હાજરી આપી.
સીંગતેલના ભાવમાં ભડકો, ગૃહિણીઓના ખોરવાશે બજેટ, ડબ્બાનો ભાવ 3000 પર પહોંચ્યો
Rajkot: સીંગતેલના ભાવમાં વધારો થવાનું યથાવત છે. સીંગતેલના ભાવમાં સતત બીજા દિવસે ડબ્બામાં 50 રૂપિયાનો વધારો થયો છે. 3 દિવસમાં સીગતેલમાં ડબ્બે 130 રૂપિયાનો ભાવ વધારો થયો છે. સીંગતેલના ડબ્બાનો ભાગ 2850 થી વધીને 3000 સુધી પહોંચ્યો છે. સીંગતેલનો ડબ્બો સતત બીજી વખત 3000 એ પહોંચ્યો છે.
સીંગતેલના ભાવમાં કેમ થયો ભડકો
છેલ્લા થોડા દિવસમાં ચીન દ્વારા સીંગતેલની માગ વધતા ભાવ વધારો થઈ રહ્યો છે. સીંગતેલના સતત ભાવ વધારાને લઈને ગૃહિણીઓ પરેશાન થઈ ગઈ છે. ગત વર્ષે પણ સીંગતેલના ભાવ આસમાને પહોંચ્યા હતા. મગફળીના ભાવ પણ ખૂબ સારા જેના કારણે પણ તેલના ભાવ વધ્યા છે.
અન્ય તેલોના ભાવમાં સરેરાશ ત્રણ મહિનામાં 400 થી 500 રૂપિયાનો ઘટાડો થયો છે. કપાસિયા તેલનો ભાવ 1900 થી 2000 રૂપિયા છે. કપાસિયા તેલના ભાવમાં ત્રણ મહિનામાં 400 રૂપિયાનો ઘટાડો થયો છે. સન ફ્લાવર તેલના ડબ્બાનો ભાવ 1900 થી 2000 રૂપિયા છે, સન ફ્લાવર તેલના ભાવમાં મહિનામાં 550 રૂપિયાનો ઘટાડો થયો છે.
નારણપુરામાં રોડ કપાતનો લોકોએ રામધૂન બોલાવી વિરોધ કર્યો, મહિલાઓ ચોધાર આંસુએ રડી પડી
Ahmedabad News: નારણપુરા ક્રોસીંગથી નારણપુરા ગામ સુધી 80 ફૂટનો રસ્તો 100 ફૂટ કરવા મ્યુનિસિપલ વહીવટીતંત્ર મકકમ છે.આજે સવારે દસ વાગ્યાથી મ્યુનિસિપલ વહીવટીતંત્ર દ્વારા રોડ કપાત અંગે અમલ શરૂ કરવામાં આવનારો હતો પરંતુ લોકોના વિરોધના કારણે આજના દિવસ પૂરતી કાર્યવાહી મોકૂફ રાખવી પડી છે..મ્યુનિસિપલ તંત્રના રોડ કપાત કરી પહોળો કરવા 120 જેટલી મિલકત તોડવી પડે એમ છે. આજે સવારથી જ વિરોધ કરી રહ્યા હતા. લોકોએ રામધૂન બોલાવી વિરોધ કર્યો હતો.
રોડ કપાતને લઈ લોકોએ મ્યુનિસિપલ તંત્ર તરફથી કાર્યવાહી શરૂ કરવામાં આવે એ સમયે જરૂર પડે તો જે.સી.બી.નીચે સૂઈ જઈને પણ વિરોધ કરવાનો નિર્ણય કર્યો હતો. આ પરિસ્થિતિની જાણ થતા જ મ્યુનિ.ભાજપના હોદ્દેદારોએ મૌન ધારણ કરી લીધુ હતું.
ગુજરાતઃ માર્ગ અકસ્માતમાં 7 લોકોના મોત
ગુજરાતઃ પાટણ જિલ્લાના વારાહી પાસે માર્ગ અકસ્માતમાં સાત લોકોના મોત થયા છે. તેમની જીપ ટ્રક સાથે અથડાતાં આ ઘટના બની હતી. મામલાની તપાસ ચાલી રહી છે.