(Source: ECI/ABP News/ABP Majha)
Breaking News Live Updates: નાગાલેંડ વિધાનસભા ચૂંટણીઃ ભાજપે 20 ઉમેદવારો કર્યા જાહેર
Breaking News Updates: આજે બજેટ પર સંસદના બંને સદન, રાજ્યસભા અને લોકસભામાં ચર્ચા થશે. આ ચર્ચા સંબંધિત તમામ મોટા અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો.
LIVE
Background
Breaking News Updates 2nd February 2023: દેશના નાણા પ્રધાન નિર્મલા સીતારમણે બુધવારે (1 ફેબ્રુઆરી) ના રોજ વર્ષ 2023-24નું બજેટ રજૂ કર્યું. આજે સંસદના બંને ગૃહોમાં આ બજેટ પર ચર્ચા સત્રનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિપક્ષ ચર્ચા દરમિયાન હંગામો મચાવી શકે છે.
IED બ્લાસ્ટમાં CRPFના ત્રણ જવાન ઘાયલ
ઝારખંડ પોલીસે જણાવ્યુ, સર્ચ ઓપરેશન દરમિયાન IED બ્લાસ્ટમાં CRPFના ત્રણ જવાન ઘાયલ થયા છે. તેઓ રાંચીમાં તબીબી સારવાર લઈ રહ્યા છે.
UGC એ લંબાવી તારીખ
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનએ (ભારતમાં વિદેશી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓના કેમ્પસનું સેટઅપ અને સંચાલન) રેગ્યુલેશન્સ, 2023 માટે ટિપ્પણીઓ/સૂચનો/પ્રતિસાદ મેળવવાની છેલ્લી તારીખ 2જી ફેબ્રુઆરી, થી 20 ફેબ્રુઆરી સુધી લંબાવી છે.
SCએ કઈ પીઆઈએલ ફગાવી
સુપ્રીમ કોર્ટે એક ઉમેદવારોને એક કરતાં વધુ મતવિસ્તારમાંથી એક સાથે ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરતી પીઆઈએલને ફગાવી દીધી હતી, અને કહ્યું હતું કે મુદ્દાઓ કાયદાકીય ક્ષેત્ર સાથે સંબંધિત છે.
નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે તેના 20 ઉમેદવારો કર્યા જાહેર
નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે તેના 20 ઉમેદવારોની જાહેરાત કરી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ તેમ્જેન ઇમના અલંગ અલંગટાકી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે.
સત્યાગ્રહ એક્સપ્રેસ ટ્રેનના પાંચ ડબ્બા એન્જિનથી અલગ થઈ ગયા
મુઝફ્ફરપુર-નરકટિયાગંજ રેલ્વે સેક્શન પર બેતિયા મજૌલિયા સ્ટેશન પાસે સત્યાગ્રહ એક્સપ્રેસ ટ્રેનના પાંચ ડબ્બા એન્જિનમાંથી અલગ થઈ ગયા. ઘટનાસ્થળે હાજર પૂર્વ મધ્ય રેલવેના અધિકારીઓ. મુસાફરોને કોઈ ઈજા થઈ નથી